શોધખોળ કરો

Rajkot : રક્ષાબંધને કોટડા સાંગાણી આવેલા યુવકની ત્રણ શખ્સોએ કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો

રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના પડવલા ગામે પરપ્રાંતિય યુવકની હત્યા કરવામાં આવી છે. ત્રણથી ચાર શખ્સો દ્વારા ધોકા પાઇપ પડે હુમલો કર્યા બાદ પરપ્રાંતીય યુવકનું મૃત્યુ થયું છે.

રાજકોટઃ રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના પડવલા ગામે પરપ્રાંતિય યુવકની હત્યા કરવામાં આવી છે. ત્રણથી ચાર શખ્સો દ્વારા ધોકા પાઇપ પડે હુમલો કર્યા બાદ પરપ્રાંતીય યુવકનું મૃત્યુ થયું છે. મૂળ મેટોડા ગામની યુવતી સાથે પરપ્રાંતિય યુવક પિયુષએ પ્રેમ લગ્ન કર્યા હતા. શાપર વેરાવળ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, કોટડાસાંગાણી તાલુકાના પડવલામાં યુવતી સાથે લવ મેરેજ કરનાર યુવક પર યુવતીના સંબંધીઓએ હથિયારોથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે ઓનર કિલિંગની આ ઘટનામાં અપહરણ કરાયેલી યુવતીને મુક્ત કરાવી ત્રણ આરોપીને પકડી લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે. 

મૃતક યુવક પિયુષ પડવલા ગામે રહેતો હતો અને શાકભાજીનો વેપાર કરતો હતો. શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ પ્રમાણે,  આરોપી તરીકે લોધીકાના મેટોડા ગામના વિહળ આલાભાઈ માલાણી, લોધીકાના માખાવડ ગામે રહેતા રાદેવ માલાણી અને કોટડાસાંગાણીના શાપર ગામે રહેતા શિનો વિભાભાઈ વાલાનું નામ છે.

ફરિયાદી મુળ ઉત્તર પ્રદેશના વતની છે અને રાજકોટ નજીક ત્રણ વર્ષ પહેલા શાપર વેરાવળ શાંતિધામમાં રહેતા હોય અને મજુરી કામ કરતા હતા. આ સમયે નાથીબેન રાણાભાઈ માલાણીની પુત્રી અલય ઉર્ફે કુંવર સાથે ફરિયાદીના પુત્ર પિયુષની આંખ મળી જતા બન્ને શાપર વેરાવળથી નાશી જઈ રાજસ્થાન અને ત્યાંથી ઉત્તર પ્રદેશ જતા રહ્યા હતા. ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ થતા શાપર વેરાવળ પોલીસે પિયુષની ધરપકડ કરી હતી. 9 માસ પિયુષ જેલમાં રહ્યા બાદ જામીન પર છુટીને આવ્યા બાદ યુવતીના સગાસબંધી અને પરિવારજનોને આ પ્રેમલગ્ન મંજુર ન હોય પોતાની પત્ની અલય ઉર્ફે કુંવરને સાથે લઈ વતન ઉત્તર પ્રદેશ રહેવા જતો રહ્યો હતો.

ત્રણ દિવસ પહેલા રક્ષાબંધન હોવાથી પિયુષ પત્ની અલય અને એક પુત્ર સાથે પડવલા ગામે માતા-પિતા અને બહેનો પાસે રાખડી બંધાવવા આવ્યા હતા. દીકરી ગામમાં આવતાં માતા સહિત ત્રણ સભ્યો  મળવા માટે આવ્યા હતા. આ વખતે માતા અને પુત્રે પ્રેમ લગ્ન કરનાર અલયને મોબાઈલ ગિફ્ટ આપ્યો હતો. આ પછી બીજા દિવસે તા. 10 ઓગસ્ટે ફરી અલય ઉર્ફે કુંવરનો ભાઈ કરણ, કાનો સહિત ત્રણ શખ્સો ફરી મળવા આવ્યા હતા. 

ગઈ કાલે સવારે ફરિયાદીનો પુત્ર પિયુષ અને આરોપીઓ ઓફિસમાં ઘુસી પિયુષને આડેધડ ધોકા-પાઈપ વડે માર મારવા લાગ્યા હતા. આ વખતે ફરિયાદી અને તેની પુત્રી આરતી બચાવવા જતા તેમના પર પણ હુમલો કરી ઓફિસની બહાર જ તેમને રોકી દિધા હતા. પિયુષને બે રહેમીથી માર માર્યા બાદ આરોપીઓ અલય ઉર્ફે કુંવરનું અલ્ટો કારમાં અપહરણ કરી નાસી ગયા હતા. બીજી બાજુ ગંભીર રીતે ઘવાયેલા પિયુષને 108 મારફત સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget