Shraddha Murder Case: આફતાબને 13 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, DNA ટેસ્ટમાં શ્રદ્ધાના હાડકા અને બ્લડ સેમ્પલ પિતા સાથે થયા મેચ
Shraddha Murder Case: દિલ્હી પોલીસની ટીમ પ્રી-નાર્કો ટેસ્ટ પ્રક્રિયા માટે આફતાબને આંબેડકર હોસ્પિટલમાં લઈ ગઈ હતી.
Aftab Poonawala: શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાને કોર્ટે 13 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. અગાઉ આફતાબને આંબેડકર હોસ્પિટલમાંથી લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં જ કોર્ટની ઉભી કરવામાં આવી હતી. અહીં જ આફતાબને રજૂ કરવામાં આવ્યો હતો. આ વાતની પુષ્ટિ કરતા સ્પેશિયલ સીપી લો એન્ડ ઓર્ડર સાગરપ્રીત હુડ્ડાએ કહ્યું કે દિલ્હી પોલીસે મેજિસ્ટ્રેટને આંબેડકર હોસ્પિટલમાં જ કોર્ટ ઉભી કરવાની વિનંતી કરી હતી.
દિલ્હી પોલીસની ટીમ પ્રી-નાર્કો ટેસ્ટ પ્રક્રિયા માટે આફતાબને આંબેડકર હોસ્પિટલમાં લઈ ગઈ હતી. દરમિયાન, તે શનિવારે, 26 નવેમ્બર 2022 ના રોજ કોર્ટમાં હાજર થયો હતો અને સુનાવણી પછી કોર્ટે આફતાબને 13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. હવે આફતાબનું નવું ઘર તિહાર જેલ હશે.
પોલીસ કેસ ઉકેલવા પ્રયાસ કરી રહી છે
શ્રદ્ધા હત્યા કેસનું રહસ્ય હજુ પણ અટવાયેલું છે. ભલે આરોપી આફતાબે પોલીસની સામે પોતાનો ગુનો કબૂલી લીધો હોય પરંતુ આવા અનેક સવાલો છે જે પોલીસ માટે પેચીદા બની રહ્યા છે. દિલ્હી પોલીસને હજુ સુધી એવા પુરાવા મળ્યા નથી જેનાથી તે કોર્ટમાં આફતાબને દોષિત સાબિત કરી શકે.
દિલ્હી પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે શ્રદ્ધાની હત્યા દિલ્હીમાં થઈ હતી પરંતુ સમગ્ર ષડયંત્ર હિમાચલમાં ઘડવામાં આવ્યું હતું. આ મામલાને ઉકેલવા માટે દિલ્હી પોલીસ પાંચ રાજ્યોમાં તપાસ કરી રહી છે. પોલીસ શ્રદ્ધા અને આફતાબના મુંબઈમાં નજીકના મિત્રોની પણ પૂછપરછ કરી રહી છે. અહીં, ગુરુગ્રામમાં પણ, પોલીસે શ્રદ્ધાની હત્યામાં વપરાયેલા હથિયારોની ઘણી વખત શોધ કરી છે.
શ્રદ્ધાના હાડકા તેના પિતાના બ્લડ સેમ્પલના ડીએનએ સાથે મેચ થયા
શ્રદ્ધા મર્ડર કેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ફોરેન્સિક લેબના સૂત્રોના જણાવ્યા મુજબ, શ્રદ્ધાના હાડકા તેના પિતાના બ્લડ સેમ્પલના ડીએનએ સાથે મેચ થયા હતા. આમ ફોરેન્સિક તપાસમાં શ્રદ્ધાની હત્યાની પુષ્ટિ થઈ હતી. આફતાબે જ શ્રદ્ધાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. રિકવર કરાયેલા કેટલાક હાડકા અને ટાઇલ્સની વચ્ચેથી મળેલા લોહીના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક ટીમે દિલ્હી પોલીસને મૌખિક માહિતી આપી છે. સંપૂર્ણ રિપોર્ટ આવવામાં થોડા દિવસો લાગશે.