શોધખોળ કરો

Murder Case: હનીમૂન પર ગયેલી સોનમ રઘુવંશીએ પતિ રાજાની કરી હત્યા, DGPનો મોટો ખુલાસો

Raja Raghuwanshi Murder Case: મેઘાલય પોલીસે ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યા કેસમાં મોટી સફળતા મેળવી છે. તેમની પત્ની સોનમ સહિત ત્રણ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે.

Raja Raghuwanshi Murder Case: મેઘાલય પોલીસને ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસે પત્ની સોનમ સહિત ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી છે. ડીજીપીએ જણાવ્યું હતું કે, રાજા રઘુવંશીની હત્યા કરવા માટે હત્યારાઓને રાખવામાં આવ્યા હતા.

શનિવાર (07 જૂન, 2025) ના રોજ, એક ટૂર ગાઇડે જણાવ્યું હતું કે, ઇન્દોરના હનીમૂન કપલ રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ મેઘાલયના સોહરા વિસ્તારમાંથી ગુમ થયા ત્યારે તેમની સાથે ત્રણ અન્ય લોકો પણ હાજર હતા. એક અધિકારીએ પુષ્ટિ કરી હતી કે, ગાઇડે પોલીસને આ માહિતી આપી હતી.

મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાએ ટ્વીટ કર્યું છે કે, ઇન્દોરના રાજા હત્યા કેસમાં મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસમાં, મધ્યપ્રદેશના ત્રણ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે, મહિલાએ આત્મસમર્પણ કર્યું છે અને બીજા હુમલાખોરને પકડવાની કાર્યવાહી હજુ ચાલુ છે.

ટૂર ગાઇડે આ માહિતી આપી હતી

શનિવારે (07 જૂન, 2025) એક ટૂર ગાઇડે જણાવ્યું હતું કે, ઇન્દોરના હનીમૂન કપલ રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ સાથે, મેઘાલયના સોહરા વિસ્તારમાંથી ગૂમ થયા તે દિવસે ત્રણ અન્ય લોકો પણ હાજર હતા. એક અધિકારીએ પુષ્ટિ આપી હતી કે ગાઇડે પોલીસને આ માહિતી આપી હતી.

સમગ્ર મામલો શું છે ?

ઇંદોરનું આ કપલ 11 મે 2025 ના રોજ લગ્ન પછી હનીમૂન માટે શિલોંગ ગયું હતું. તેઓ 20 મેના રોજ મેઘાલય પહોંચ્યા અને 23 મેના રોજ છેલ્લી વાર પરિવાર સાથે વાત કરી. આ પછી, તેમના બંને ફોન બંધ થઈ ગયા હતા.

સોહરારિમ વિસ્તારમાં દંપતીની ભાડે લીધેલી  સ્કૂટી  મળી આવી હતી. ત્યારબાદ 2 જૂનના રોજ, રાજા રઘુવંશીનો સડી ગયેલો મૃતદેહ વેઈ સોડોંગ ધોધ નજીક એક ખાડામાંથી મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. તેની પત્ની સોનમનો કોઈ પત્તો લાગ્યો ન હતો, જેના કારણે પરિવારને અપહરણ કે માનવ તસ્કરીની શંકા વ્યક્ત કરી હતી. શિલોંગમાં આ દંપતીનું શું થયું અને રાજાનું મૃત્યુ કેવી રીતે થયું તે આરોપીની પૂછપરછ બાદ જ જાણી શકાશે.

ઇન્દોરના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિ રાજા રઘુવંશીએ 11 મેના રોજ સોનમ રઘુવંશી સાથે લગ્ન કર્યા હતા. રાજાનો મૃતદેહ મળ્યો ત્યારથી પોલીસ સોનમને શોધી રહી હતી. હવે ગાઝીપુરમાં સોનમ મળી આવ્યા બાદ આ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Embed widget