Crime: દિલ્લીમાં વધુ એક નિર્ભયાકાંડ, શુટકેસમાંથી લોહીથી લથપથ, અર્ધનગ્ન હાલતમાં 9 વર્ષની બાળકીનો મળ્યો મૃતદેહ
Crime News: નહેરુ વિહારમાં 9 વર્ષની બાળકી પર જાતીય હુમલો અને હત્યાનો મામલો સામે આવ્યો છે, ત્યારબાદ આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Nehru Vihar Rape Case: દિલ્હીના નેહરુ વિહાર વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક સગીર બાળકીની જાતીય શોષણ બાદ ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. બાળકીનો મૃતદેહ એક બંધ ઘરમાં બ્રીફકેસમાંથી મળી આવ્યો હતો, જેમાંથી સતત લોહી ટપકતું હતું.
આ ઘટના 7 જૂનની રાત્રે લગભગ 8:41 વાગ્યે બની હતી, જ્યારે પોલીસને ફોન આવ્યો હતો કે, નેહરુ વિહારની લેન નંબર 2 માં એક સગીર બાળકી પર દુષ્કર્મની ઘટના બની છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે, બાળકીને તેના પિતા જેપીસી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તપાસમાં, ડોક્ટરોએ તેના ચહેરા પર ઊંડા ઈજાના નિશાન અને જાતીય શોષણની આશંકા વ્યક્ત કરી છે.
પિતા પોતાની અર્ધ નગ્ન પુત્રીને લોહીથી લથપથ જોઈને ચોંકી ગયા. મૃતક બાળકીના પિતાએ જણાવ્યું કે શનિવારે સાંજે તેમની પુત્રી નજીકમાં રહેતી તેમની મોટા મમ્મીને બરફ આપવા માટે ઘરની બહાર નીકળી હતી. જ્યારે તે લાંબા સમય સુધી પાછી ન આવી, ત્યારે પરિવાર ચિંતા કરવા લાગ્યો અને પછી તેમણે શોધ શરૂ કરી.
જ્યારે પરિવારે નજીકના બાળકો પાસેથી પૂછપરછ કરી, ત્યારે તેમને ખબર પડી કે છોકરી એક ઘર તરફ ગઈ હતી. જ્યારે પિતા તે ઘરમાં પહોંચ્યા, ત્યારે તે બહારથી બંધ હતું. તાળું તોડીને અંદર ગયા પછી, તેમને એક બ્રીફકેસ મળી જેમાંથી લોહી વહી રહ્યું હતું.
તેમણે બ્રીફકેસ ખોલતાની સાથે જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે જોયું કે, તેમની પુત્રી બેભાન, અર્ધ નગ્ન અને લોહીથી લથપથ પડી હતી. બાળકીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કરી.
પીડિતના પરિવારનો આરોપ છે કે આ જઘન્ય ગુનો વિસ્તારના કેટલાક સ્થાનિક યુવકો દ્વારા કરવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે ઘટના બાદથી આરોપીઓ ફરાર છે.
પોલીસે પીડિતાના મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને BNS ની કલમ 103(1)/66/13(2) અને POCSO એક્ટની કલમ 6 હેઠળ FIR નંબર 300/25 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ અને અલીગઢમાં દરોડા
માહિતી મુજબ, પોલીસે રાક્ષસોને શોધવા માટે 6 ટીમો બનાવી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક ટીમોએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ઉપરાંત, આરોપીઓને ઓળખવા અને ધરપકડ કરવા માટે 6 ટીમો બનાવવામાં આવી છે, જે દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ અને અલીગઢમાં સતત દરોડા પાડી રહી છે. આરોપીઓને શક્ય તેટલી વહેલી તકે ધરપકડ કરી શકાય તેવા દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
આ ઘટના બાદ લોકોમાં આક્રોશ છે. સ્થાનિક લોકો અને સામાજિક સંગઠનોએ પણ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. પોલીસે ખાતરી આપી છે કે ગુનેગારોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં અને તેમને ટૂંક સમયમાં ન્યાય મળશે. આ બાબત ફરી એકવાર રાજધાનીમાં મહિલાઓ અને બાળકોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
.





















