(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ પાંડેસરા માતા-પુત્રી ડબલ મર્ડર અને દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપીને ફાંસીની સજા, સહ આરોપીને આજીવન કેદ
સુરતઃ પાંડેસરા દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપી હર્ષ સહાય ગુર્જરને ફાંસીની સજા ફટકારી છે. આરોપી હર્ષ સહાય ગુર્જરે માતા અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને પછી હત્યા કરી હતી.
Surat: આરોપી હર્ષ સહાય ગુર્જરે માતા અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને પછી હત્યા કરી હતી. 2018માં આ ઘટના બની હતી જેના કેસની આજે થયેલી સુનાવણીમાં સુરત કોર્ટે આરોપી હર્ષ સહાય ગુર્જરને ફાંસીની સજા ફટકારી છે. આ સાથે આ ગુનામાં સહ આરોપી હરીઓમને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે.
વર્ષ 2018માં થયેલા આ ચકચારી દુષ્કર્મ કેસમાં 4 દિવસ પહેલાં સુરત કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને 7 માર્ચે સજા સંભળાવવાનો આદેશ આપ્યો હતો. આ કેસના મુખ્ય આરોપી હર્ષ સહાય ગુર્જર વિરુદ્ધ 302, 323, 201, 376(2) (i) (j) (m), પોકસો એકટની કલમ 5,(i)(m),સેક્શન 6 મુજબ ગુના નોંધાયા હતા અને આ કેસના સહ આરોપી હરિઓમ ગુર્જર વિરુદ્ધ કલમ 201, 364, 114 મુજબ ગુનો દાખલ થયો હતો. આ કેસમાં દોષિત ઠર્યા બાદ આજે સુરત કોર્ટે મુખ્ય આરોપી હર્ષ સહાય ગુર્જરને ફાંસીની સજા આપી છે અને સહ આરોપી હરી ઓમને આજીવન કેદની સજા સુરત કોર્ટે ફટકારી છે.
શું હતો કેસઃ
પાંડેસરાના આ ચકચારી દુષ્કર્મ કેસની વિગતો જોઈએ તો, વર્ષ 2018માં આરોપીઓએ રાજસ્થાનથી માતા અને પુત્રીને ખરીદીને સુરત લાવ્યા હતા. ત્યાર બાદ આરોપીઓએ માતા-પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કર્યા બાદ આરોપીએ પુત્રીની નજર સામે તેની માતાની હત્યા કરી હતી. બાદમાં 10 દિવસ સુધી પુત્રીને ઘરમાં ગોંધીને તેના પર પણ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ ક્રુરતા પૂર્વ બાળકીની હત્યા કરીને લાશ ઝાડી-ઝાંખરામાં ફેંકી દેવાઈ હતી. પોલીસને માતા-પુત્રીની લાશ અલગ અલગ વિસ્તારોમાંથી મળી આવી હતી. લાશની તપાસ કરતાં બાળકીના શરીરે 78 જેટલા ઇજાના નિશાન મળ્યા હતા. માતા-પુત્રીની લાશ જુદા-જુદા વિસ્તારમાંથી મળી હોવાથી બાળકી અને માતાની ઓળખ ડીએનએ ટેસ્ટ કરાયા હતા જેમાં બંને માતા-પુત્રી હોવાનો ખુલાસો થયો હતો. આ કેસ ઉકેલવા માટે પોલીસે સાડા સાત હજાર પોસ્ટર અને અગણિત સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં પોલીસે ફક્ત એક ગાડીની ફ્લેશ લાઇટને ટ્રેક કરીને ગુનો ઉકેલી કાઢ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખા ગુનાનો ભેદ ઉકેલાયો હતો.