Surat Crime News: હોસ્ટેલમાંથી સગીરાને ભગાડીને સ્કૂલ બસ ડ્રાઈવરે આચર્યુ દુષ્કર્મ, આ રીતે ભગાડી ગયો હતો
સગીરાને કોરોના વખતે આરોપી સાથે ઓળખાણ થઈ હતી. પછી બંને જણા સોશ્યિલ મીડિયા પર એકબીજા સાથે વાત કરતા હતા.
Latest Surat Crime News: સુરતમાં કોલેજની હોસ્ટેલમાંથી સગીરાને ભગાડી સરથાણાના સ્કૂલ બસ ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું હતું. સરથાણા પોલીસે આરોપી બસ ડ્રાઇવર રોશન દુધાતની ધરપકડ કરી હતી. આરોપીએ વિદ્યાર્થિનીના પિતા બની હોસ્ટેલમાંથી રજા લીધી હતી.
છોકરી મને આપો નહિ તો હું તમને અને તમારા પરિવારને મારી નાખીશ
સુરત શહેરના પોશ વિસ્તારની કોલેજની હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી. 17 વર્ષની સગીર વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી સરથાણાનો પરિણીત યુવક ભગાડી ગયો હતો. યુવકે સરથાણા ખાતે પોતાના ઘરે લઈ જઈ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. હોસ્ટેલમાંથી સગીર વિદ્યાર્થિનીને આરોપીએ પિતા બની રજા લીધી હતી. સગીરાને આરોપીના ચુંગલમાંથી છોડાવી તેણીના પિતા ઘરે લઈ ગયા હતા. બીજી તરફ, આરોપીએ સગીરાના પિતાને ફોન કરી કહ્યું કે, તેમની છોકરી પાછળ બે લાખનો ખર્ચ કર્યો છે તે અથવા છોકરી મને આપો નહિ તો હું તમને અને તમારા પરિવારને મારી નાખીશ એવી ધમકી આપી હતી.
કોરોના વખતે થઈ હતી મુલાકાત
સગીરાને કોરોના વખતે આરોપી સાથે ઓળખાણ થઈ હતી. પછી બંને જણા સોશ્યિલ મીડિયા પર એકબીજા સાથે વાત કરતા હતા. આ બનાવ અંગે સગીરાના પિતાએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે 24 વર્ષીય રોશન મુકેશ દૂધાત સામે રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
દસેક વર્ષ પહેલાં સુરતના લિંબાયતની યુવતિને લગ્ન પહેલાં તથા અન્ય યુવક સાથે લગ્ન બાદ અનૈતિક સંબંધ રાખવા છેડછાડ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને એક જ મહીનામાં છુટાછેડા કરાવી આત્મહત્યાની દુષ્પ્રેરણા આપનાર આરોપીને આજે મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.ટી.વચ્છાણીએ ઈપીકો-306માં દોષી ઠેરવ્યો હતો.કોર્ટે આરોપીને 10 વર્ષની સખ્તકેદ,રૂ..1 લાખ દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી આરોપી દંડ ભરે તો ભોગ બનનારના પરિવારને વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે. મૂળ મહારાષ્ટ્રના વતની તથા વર્ષોથી સુરતમાં લિંબાયત વિસ્તારમાં પરિવાર સાથે રહેતા ફરિયાદી જ્યોતિબેન રતીલાલ પાટીલે ગઈ તા.24-3-2014ના રોજ પોતાની 19 વર્ષીય પુત્રી શીતલ ઉર્ફે ટીનાને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા સુધી ત્રાસ આપનાર 24 વર્ષીય આરોપી દિપકકુમાર દિલીપભાઈ પાટીલ વિરુધ્ધ લિંબાયત પોલીસમાં ઈપીકો-306 ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ આરોપી ફરિયાદીની મૃત્તક પુત્રીને લગ્ન પહેલાં તથા અન્ય યુવક સાથે લગ્ન કરાવ્યા બાદ પણ અવારનવાર છેડછાડ કરીને પરેશાન કરતો હતો.આરોપી દિપકકુમાર પાટીલે ભોગ બનનાર યુવતિને લગ્ન બાદ પણ પોતાની સાથે અનૈતિક સંબંધ રાખવા દબાણ કરીને તેના પતિને ધાકધમકી આપીને સમાજમાં બદનામ કરવાના નામે ત્રાસ આપતો હતો.જેના કારણે લગ્નના એક જ મહીનામાં છુટાછેડા થતાં આઘાતમાં શીતલ ઉર્ફે ટીનાએ સુસાઈડ નોટમાં આરોપી દિપક પાટીલના ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.