શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Surat : હજીરામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપી દોષિત, બપોર પછી સજાનું થઈ શકે છે એલાન

હજીરા વિસ્તારમાં બનેલી બાળકી પર દુષ્કર્મ હત્યા મામલે સુરત કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યા છે. આરોપી સુજીત સાકેત (ઉંમર વર્ષ - 27) મૂળ મધ્ય પ્રદેશ નો રહેવાસી છે. ગત 30 એપ્રિલે આ ઘટના બની હતી. 

સુરત : હજીરા વિસ્તારમાં બનેલી બાળકી પર દુષ્કર્મ હત્યા મામલે સુરત કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યા છે. આરોપી સુજીત સાકેત (ઉંમર વર્ષ - 27) મૂળ મધ્ય પ્રદેશ નો રહેવાસી છે. ગત 30 એપ્રિલે આ ઘટના બની હતી. 5 વર્ષની બાળકી સાથે સૃષ્ટી વિરુધનું કૃત્ય કરી હત્યા કરવામાં આવી હતી. બાળકીને ચીકલેટ આપવાના બહાને લઈ ગયો હતો.  

અલગ અલગ 26 સાક્ષીઓની તાપસ કોર્ટમાં કરવામાં આવી. 53 જેટલા દસ્તાવેજી પુરાવવા રજૂ કરવામાં આવ્યા છે. આરોપી સુજીત સાકેતને સુરત કોર્ટે કસૂરવાર ઠેરવતા હવે સરકારી અને બચાવપક્ષ વકીલ ની દલીલો શરૂ થઈ હતી.  બચાવપક્ષે આરોપીને ઓછી સજા થાય તે માટે દલીલ કરી હતી. સરકારી વકિલની દલીલ બપોર બાદ થશે. ફાંસીની સજાની માંગ સરકારી વકીલ કરશે.

અગાઉ, પાંડેસરા પ્રેમનગર 10 વર્ષીય માસૂમ દુષ્કર્મ અને હત્યા મામલે આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. આરોપી દિનેશ બૈસાનેને ફાંસીની સજા ફટકારી હતી. આરોપીને સુરત કોર્ટે સજા સંભળાવી હતી. ગત સુનાવણીમાં આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. બાળકીને વડાપાઉંની લાલચ આપી નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર કરી બાળકીને માથામાં ઈટ મારી હત્યા કરી હતી. પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા.

અગાઉ, સુરતના પાંડેસરા-વડોદ વિસ્તારના શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસીની સજા કરી હતી. દિવાળીની રાત્રે  બદકામ કરવાના ઈરાદે  અપહરણ કરી દુષ્કર્મ આચરીને હત્યા પણ કરનારા કેસમાં મૂળ બિહારના વતની આરોપી ગુડ્ડુ મધેશ યાદવને ફાંસીની સજા ફટકારાતાં ઐતિહાસિક ચુકાદો આવ્યો છે.

સોમવારે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાની કોર્ટે મોડી સાંજે યાદવને તમામ ગુનામાં દોષી જાહેર કર્યો હતો. આ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની સજાના મુદ્દે દલીલો સાંભળ્યા બાદ ચુકાદો મંગળવારે મુલત્વી રાખ્યો હતો.

આ ઘટનાની વિગત એવી છે કે, શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળાને 4 ડિસેમ્બરે દિવાળીની રાત્રે મૂળ બિહારનો આરોપી ગુડ્ડુ મધેશ યાદવ ઉઠાવી ગયો હતો. આ હવસખોર બાળાને  પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની ઝાડીમાં લઈ ગયો હતો. તેની સાથે બળાત્કાર કરી માસૂમનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. આ ઘટનાના ફૂટેજ અને ગેટ એનાલીસીસના આધારે પોલીસે આરોપી ગુડ્ડુ યાદવની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી હતી. પોલીસે રેકોર્ડ બ્રેક સાત જ દિવસમાં પોકસો કેસોની ખાસ અદાલતમાં 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી.

સરકારી વકીલે આ કેસમાં દલીલ કરી હતી કે,  ગુનાની ગંભીરતા અને રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં કેસ છે તે જોતાં આરોપીને ફાંસીની સજા કરવી જોઈએ. આ કેસ  રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં ગણવો જોઈએ તે માટે સરકારી વકીલે માછી સિંગના કેસમાં ઉલ્લેખ કર્યો હતો.

સરકારપક્ષે જણાવ્યું હતું કે પોક્સો કેસોમાં સજાના આવેલા સુધારા, આ કાયદા પાછળનો હેતુ તથા કાયદાનું અને ન્યાયનું શાસન સમાજમાં જળવાઈ રહે તે ધ્યાને લઈને ફાંસીની સજા કરવી જોઈએ. આરોપીએ માત્ર અઢી વર્ષની બાળકી સાથે આચરેલા દુષ્કર્મ હત્યા જેવા જઘન્ય અપરાધની ગંભીરતાને ધ્યાને લેતા આરોપીને ફાંસીની સજા આપવા સરકાર પક્ષે માંગ કરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction 2025: મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Fake IAS Arrested : અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મેહુલ શાહ નામના નકલી IASની ધરપકડIPL Auction 2025: આઈપીએલ ઓક્શનમાં કયો ખેલાડી કેટલામાં વેચાયો?Mann Ki Baat : મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ NCC કેડેટને લઈ શું કરી મોટી વાત?Sambhal Jama Masjid Survey : સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન પથ્થરમારો, પોલીસ છોડ્યા ટિયર ગેસના સેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction 2025: મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025, KL Rahul: દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને આટલા કરોડ રુપિયામાં ખરીદ્યો, જાણો 
IPL Auction 2025, KL Rahul: દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને આટલા કરોડ રુપિયામાં ખરીદ્યો, જાણો 
IPL Auction 2025: IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો
IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો, ડેવિડ મિલર 7.5 કરોડમાં વેચાયો
મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો, ડેવિડ મિલર 7.5 કરોડમાં વેચાયો
IPL હરાજીમાં અર્શદીપ સિંહને ખરીદવા પડાપડી, પહેલા SRHએ 15.75 કરોડ લગાવ્યા; પછી પંજાબ કિંગ્સે 18 કરોડમાં ખરીદ્યો
IPL હરાજીમાં અર્શદીપ સિંહને ખરીદવા પડાપડી, પહેલા SRHએ 15.75 કરોડ લગાવ્યા; પછી પંજાબ કિંગ્સે 18 કરોડમાં ખરીદ્યો
Embed widget