શોધખોળ કરો

સુરતઃ લેડી PSI અનિતા જોશી પર સાસરિયાં કેવા અત્યાચાર કરતાં હોવાનો પિતા-ભાઈનો આક્ષેપ ? ભાવનગરથી આવેલા વીડિયો કોલ આપઘાત માટે કારણભૂત ?

ભાઈ નૈનેશે સાસરિયાં સામે આક્ષેપો કરતાં કહ્યું કે, છેલ્લાં ઘણાં સમયથી અનિતાને તેનો પતિ વૈભવ, સાસુ હર્ષાબેન, સસરા જીતુભાઈ અને નણંદ અંકિતા ત્રાસ આપતાં હતાં.

સુરતઃ સુરતમાં લેડી પીએસઆઈ અનિતા જોશીના આત્મહત્યાના કેસમાં તેના પિતાએ સાસરિયાં સામે પાશવી અત્યાચાર અને ધમકી આપવાના આક્ષેપો કરતાં ખળભળાટ મચ્યો છે. અનિતાએ સાસરિયાંના અમાનુષી અત્યાચાર અને ધાક-ધમકીથી કંટાળી જઇ આપઘાતનું પગલું ભર્યુ હોવાનો તેમના પિતાએ આક્ષેપ કર્યો છે. રવિવારે સવારે સુરતની સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમ પાસે મૃતકના પિતા બાબુભાઈ જોષી અને ભાઈ નૈનેશે સાસરિયાં સામે આક્ષેપો કરતાં કહ્યું કે, છેલ્લાં ઘણાં સમયથી અનિતાને તેનો પતિ વૈભવ, સાસુ હર્ષાબેન, સસરા જીતુભાઈ અને નણંદ અંકિતા ત્રાસ આપતાં હતાં. તેઓ વારેઘડીએ પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દેવા દબાણ કરતાં હતાં. આ ઉપરાંત અનિતાએ સુરત અને ભાવનગરમાં ખરીદેલ મિલકતો પોતાના નામે કરી દેવા પણ દબાણ કરતાં હતાં. ગયા શનિવારે અનિતાને એકલી મૂકી પતિ સહિતનાં સાસરિયા દીકરા ભાવનગર લગ્નપ્રસંગમાં ચાલ્યાં ગયાં હતાં. અનિતાનો દીકરો ચાર વર્ષનો હોવા છતાં તેને પણ સાથે લઈ ગયાં હતાં. તેમણે જણાવ્યું કે, ભાવનગર જઈને પણ તેમણે અનિતાને કોલ કરી ધમકાવી હતી. આપઘાતના આગલા દિવસે શુક્રવારે તેમણે અનિતાને વીડિયો કોલ કર્યો હતો. આ વીડિયો કોલમાં પણ અનિતાને અપશબ્દો બોલી ધમકાવી હતી. તેમણે કહ્યું હતું કે, તને દીકરાને સાથે રાખવો હોય તો નોકરીમાંથી રાજીનામું આપી દે, કાં તો ગોળી ખાઇને મરી જા. દીકરાને પોતાનાથી દૂર રાખી રાજીનામું આપી દેવા દબાણ કરતાં સાસરિયાના અત્યાચારથી અનિતા કંટાળી ગઈ હતી. તે છેલ્લાં કેટલાક દિવસોથી ડિપ્રેશનમાં રહેતી હતી. તેણે માતા સમક્ષ પોતાની આપવીતી વર્ણવતી હતી. સાસરિયાના અત્યાચારથી જ અમિતાએ આપઘાત કરી લીધો હોવાનું પિયરિયાંએ જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

General Knowledge: શા માટે કંપનીઓ 99.9% કીટાણું મારવાનો દાવો કરે છે? હંમેશા કેવી રીતે બચી જાય છે 1 બેક્ટેરિયા?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
General Knowledge: શા માટે કંપનીઓ 99.9% કીટાણું મારવાનો દાવો કરે છે? હંમેશા કેવી રીતે બચી જાય છે 1 બેક્ટેરિયા?
General Knowledge: શા માટે કંપનીઓ 99.9% કીટાણું મારવાનો દાવો કરે છે? હંમેશા કેવી રીતે બચી જાય છે 1 બેક્ટેરિયા?
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

Embed widget