શોધખોળ કરો

SURAT : પોલીસના સજેશન બોક્સથી હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, મુખ્ય આરોપી પોલીસ જવાન નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી

Surat News : મહિલાથી મદદથી આધેડનો પાંચ લાખનો તોડ કરવાનો કારસો કરનાર ગેંગમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

SURAT :  સુરત કમિશ્નર અજય તોમરનું સજેશન બોકસ આખરે સફળ નીવડયું છે.તેમાં જોગર્સ પાર્કમાં સિનિયર સિટિઝન દ્વારા ઉમરા પીઆઈને મદદ કરવા માટે કાલાવાલા કરતાં લખવામાં આવેલો પત્ર સજેશન બોકસમાંથી ખુલતા જ પીઆઈ રાજપુતે તેમના પોલીસ બેડામાં છુપાયેલા મહાચીટર પોલીસ કેન્સ્ટેબલ અને હનીટ્રેપ ગેંગનો ભાંડો ફોડયો હતો.ઈજજત જવાના ડરથી પોલીસ ફરિયાદ લખાવા માટે તૈયાર નહીં થનાર આધેડ કાપડ વેપારીએ  પોલીસ સમજાવટથી પોલીસ ફરિયાદ લખાવી હતી. ફરિયાદ બાદ તાપસ કરતા હનીટ્રેપ ગેંગનો મુખ્ય ગેંગ લીડર પોલીસનો જવાન જયેશ લાડ આહીર નામનો પોલીસ કેન્સ્ટેબલ નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દરમિયાન મહિલાથી મદદથી આધેડનો પાંચ લાખનો તોડ કરવાનો કારસો કરનાર ગેંગમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

કાપડ દલાલ વેપારીને ફોન કરી મહિલાએ ઘોડદોડ બોલાવ્યો 
શહેરના અડાજણ પાટીયા વિસ્તારમાં રહેતા કાપડ દલાલ રાકેશ પર અઠવાડીયા અગાઉ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે ગામડે સાડીનો ધંધો કરવો છે અને તમારા હસ્તક બજારમાંથી સાડી ખરીદવી છે એમ કહી બે દિવસ બાદ ઘોડદોડ રોડ સ્થિત કોટક મહિન્દ્રા બેંકની બાજુની ગલીમાં આવેલા પૂજા એપાર્ટમેન્ટમાં મળવા બોલાવ્યો હતો. જેથી રાકેશ એપાર્ટમેન્ટના પહેલા માળે ગયો હતો જયાં એક મહિલાએ તમને જે ભાઇએ બોલાવ્યા છે તે આવે છે એમ કહી પીવા માટે પાણી આપ્યું હતું અને મહિલા તેમની બાજુમાં બેસી ગઇ હતી.

ખાખી વર્દીધારીરી ત્રણ શખ્સોએ ધમકાવ્યો 
આ અરસામાં જ એક ખાખી વર્દીધારી સહિત ત્રણ જણા અચાનક ફ્લેટમાં ઘુસી ગયા હતા. ત્રણ પૈકી વર્દીધારીની કે.એ પરમારની નેમ પ્લેટ હતી.જયારે બીજાએ પોતાનું નામ રોહિત પટેલ અને ત્રીજાએ કનકસિંહ નામ કહ્યું હતું. આ ત્રણેયે રાકેશને કયાંથી આવો છો, આવા ધંધા કેમ કરો છો, મહિલા સાથે શું કરો છો એમ કહી રોહિતે એક તમાચો મારી દીધો હતો. ત્યાર બાદ ઉમરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ રસીક પટેલ સાથે ફોન પર વાત કરાવી હતી. 

પાંચ લાખ પડાવાવ આખો કારસો ઘડ્યો 
પીએસઆઇ તરીકેની ઓળખ આપનારે “ડોહા આ બધા ધંધા મુકી દે અને પાંચ લાખ રૂપિયા આપી તું છુટો થઇ જા.” એવું કહી ધમકી આપી હતી.  જો કે રાકેશે આટલી મોટી રકમ નહીં થશે એમ કહી આજીજી કરતા પ્રથમ 3 લાખ અને ત્યાર બાદ 2 લાખ રૂપિયા આપવા જ પડશે એમ કહી ખિસ્સામાંથી રોકડા 10 હજાર લઇ લીધા હતા. રાકેશ નવસારી બજાર ખાતે મિત્રને ત્યાંથી રૂપિયા અપાવશે એમ કહી રોહિત પટેલને ત્યાં લઇ ગયા બાદ સાંજે રૂપિયાની વ્યવસ્થા થશે એમ કહ્યું હતું. જેથી રોહિતે સાંજે કોલ કરીશ એમ કહી ત્યાંથી ચાલ્યો ગયો હતો.આ ઘટનામાં પોલીસે રોહિત પટેલ નામ ધારણ કરી તમાચો મારનાર જીગ્નેશ હસમુખ જીયાવીયાની ધરપકડ કરી છે.

સજેશન બોક્સમાં ચિઠ્ઠી લખી માંગી હતી મદદ 
ગુનાખોરી અટકાવવા લોકોનો અભિપ્રાય જાણવા માટે સુરત પોલીસ દ્વારા નવતર પ્રયોગ રૂપે બગીચા, વોક-વે સહિતના જાહેર સ્થળો પર સજેશન બોક્સ મુકવામાં આવ્યા છે. જે અંતર્ગત ગત રોજ ઘોડદોડ રોડના જોગર્સ પાર્ક ઉપર મુકવામાં આવેલું સજેશન બોક્સ ખોલતા તેમાંથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં લખ્યું હતું, “ પી.આઇ સાહેબ મારી સાથે ખોટું થઇ રહેલ છે, મને કપડાના ધંધાના કામથી બોલાવી એક મહિલા ઘરમાં હતી અને પાછળથી એક પોલીસવાળા જમાદાર અને બીજા બે માણસો આવી મને ધમકાવી, લાફો મારી પૈસાની માંગણી કરી છે. મને ઇજ્જતની બીક છે અને મને મદદ કરો.” વેપારીએ  ચિઠ્ઠીમાં નીચે મોબાઇલ નંબર લખ્યો હતો.

મુખ્ય આરોપી હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયો 
આ બાબતને પી.આઇ એ.એચ. રાજપૂતે ગંભીરતાથી લઇ કાપડ દલાલ રાકેશનો સંર્પક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.કાપડ દલાલ રાકેશને હનીટ્રેપમાં ફસાવી ખંડણી માંગનાર ટોળકીનો માસ્ટર માઇન્ડ વર્દીધારી હેડ કોન્સ્ટેબલ જયેશ લાઘુભાઇ આહીર અને જીગ્નેશ જીયાવીયા માસ્ટર માઇન્ડ છે. હેડ કોન્સ્ટેબલ જયેશ વિરૂધ્ધ અંદાજે 7 થી વધુ ગુના હનીટ્રેપના નોંધાયા છે. વારંવાર વર્દીને કલંકિત કરનાર જયેશ વિરૂધ્ધ ગુનો નોંધાય એટલે તેને માત્ર સસ્પેન્ડ કરી ઉચ્ચ અધિકારીઓ સંતોષ માની રહ્યા છે. તેવા સંજોગોમાં સહપોલીસ કર્મીઓ દ્વારા જ જયેશને ડીસમીસ કરી એક દાખલા રૂપ શિક્ષાત્મક પગલા લે તેવો ગણગણાટ શરૂ થયો છે. બીજી તરફ જયેશે જીગ્નેશ સાથે મળી અનેક લોકોને હનીટ્રેપમાં ફસાવી ખંખેર્યા હોવાનું ચર્ચાય રહ્યું છે. જેથી જયેશ ઝડપાયા બાદ બંનેને સામ-સામે બેસાડીને ઇન્ટોરેગેશન કરે તો અનેક કિસ્સા બહાર આવે તેવી શકયતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Embed widget