Surendranagar : પતિની ગેરહાજરીમાં યુવતી પ્રેમી સાથે માણતી હતી શરીરસુખ, પ્રેમી વગર રહી ન શકતા શું કર્યું?
પરિણીતાને સોનગઢના યુવક સાથે પ્રેમસંબંધ હતા. જોકે, આ પ્રેમસંબંધમાં પતિ આડખીલી બનતો હતો. આથી પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યો હતો.
સુરેન્દ્રનગરઃ સાયલા તાલુકાની સીમમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. જોકે, મૃતકના અંતિમસંસ્કાર બાદ પરિવારજનોને શંકા જતાં તપાસ કરતાં યુવકે અકસ્માતે નહીં, પરંતુ તેમની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. આ અંગે પોલસી ફરિયાદ કરવામાં આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, પરિણીતાને સોનગઢના યુવક સાથે પ્રેમસંબંધ હતા. જોકે, આ પ્રેમસંબંધમાં પતિ આડખીલી બનતો હતો. આથી પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યો હતો. આ પ્લાન પ્રમાણે, પતિ સૂતો હતો, ત્યારે પત્નીએ પ્રેમીને બોલાવી ગળે ફાંસો આવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ પછી પત્નીએ તારમાં ફસાતા પતિનું મોત નીપજ્યું હોવાની વાત ઘડી કાઢી હતી.
યુવકનું મોત થતાં પરિવારજનોએ તેના અંતિમસંસ્કાર કરી નાંખ્યા હતા. જોકે, પરિવારને પરિણીતા પર શંકા જતાં પરિવારજનોએ તપાસ કરી હતી. જેમાં વાડીમાં ખાટલાની તુટેલી ઇસ અને લોહીના ડાઘ વાળો રૂમાલ હાથ લાગ્યો હતો. આથી શંકા પ્રબળ બનતા તેમણે પરિણીતાની પૂછપરછ કરી હતી, પરંતુ યોગ્ય જવાબ ન મળતાં પરિવારે સાયલા પોલીસને જાણ કરી હતી. જેથી સાયલા પોલીસે પરિણીતાની પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા.
પરિણીતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેને છેલ્લા બે વર્ષથી સોનગઢના યુવક સાથે પ્રેમસંબંધ છે. તેમણે પતિની હત્યા માટે 3 મહિના પહેલા કાવતરું ઘડ્યું હતું. પતિ વાડીમાં રાત્રે ખાટલે સૂતા હતા ત્યારે પત્ની અને પ્રેમીએ દુપટ્ટો અને સાડીથી ફાંસો આપી હત્યા કરી નાંખી હતી.
Mehsana : યુવક-યુવતીને પ્રેમ થઈ જતાં કરી લીધા લવ મેરેજ ને પછી.....
મહેસાણાઃ ઉનાવાના યુવક અને યુવતીને પ્રેમ થઈ જતાં અને એકબીજા વગર ન રહી શકતા ગત 26મી એપ્રિલે બંને પ્રેમલગ્ન કરી લીધા હતા. જોકે, આ પ્રેમસંબંધ સામે યુવતીના પરિવારે વાંધો ઉઠાવ્યો હતો.
આ અંગે મળતી વિગતો પ્રમાણે ઉનાવામાં રહેતા આકાશ અને પલે 26મી એપ્રિલે લવ મેરેજ કર્યા હતા. જોકે, યુવતીના પરિવારને આ સંબંધ મંજૂર ન હોવાથી તેમમે યુવકને પરિવારને ધમકી આપી હતી. ધમકીને પગલે નવદંપતી અન્ય જગ્યાએ રહેવા જતું રહ્યું હતું.
બીજી તરફ યુવતીના પરિવારના સભ્યોએ ગત 17મી મેના રોજ બપોરે યુવકના ઘરે જઈ તોડફોડ કરરી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ મામલે યુવકના પરિવારે યુવતીના પરિવારના સભ્યો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.