(Source: ECI/ABP News/ABP Majha)
CRIME NEWS: રાજકોટમાં અઢી વર્ષની બાળકીની લાશ મળી આવી, તેમના પિતા પણ રહસ્યમય રીતે ગુમ થતા ચકચાર
Rajkot News: રાજકોટમાં અઢી વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. મળતી માહિતી પ્રમાણે આ બાળકીના માતાપિતા ઉત્તરપ્રદેશના રહેવાસી છે. કોઠારીયા સોલવન્ટ નજીક બાવળની ઝાડીમાંથી લાશ મળી આવી હતી.
Rajkot News: રાજકોટમાં અઢી વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. મળતી માહિતી પ્રમાણે આ બાળકીના માતાપિતા ઉત્તરપ્રદેશના રહેવાસી છે. કોઠારીયા સોલવન્ટ નજીક બાવળની ઝાડીમાંથી લાશ મળી આવી હતી. તો બીજી તરફ બાળકીના પિતા પણ રહસ્યમય રીતે ગૂમ થતા અનેક સવાલો ઉભા થયા હતા. પોલીસ બાળકીના મૃતદેહને લઈ સિવિલ પહોંચી હતી.
ધોળકા ખાતે ડમ્પર રિવર્સ લેતા સમયે સર્જાયો અકસ્માત
અમદાવાદના ધોળકા ખાતે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ધોળકાના કરિયાણા ગામે ડમ્પરે રિવર્સ લેતા તેની નીચે બાઇક અડફેટે આવી ગઈ હતી. જે બાદ બાઈક પર સવાર ૩ લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં પિતા-પુત્ર અને પુત્રીના એક સાથે મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
સુરતમાં 16 જેટલા વ્યાજખોરની ધરપકડ
સુરત: શહેર પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી અને હવે આ મોડલ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ મુહિમ શરુ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આવતીકાલથી તમામ સીનીયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે, લોકદરબારનું આયોજન કરશે અને તેમાં લોકોની સમસ્યા સાંભળી હલ કરશે. તેમજ ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે.
સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી
સુરત પોલીસ કમિશ્નરના ધ્યાને આવ્યું હતું કે કેટલાક વ્યાજખોરો ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરે છે અને લોકોને પરેશાન કરે છે. કેટલાક કિસ્સાઓમાં લોકો આવા વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કરવા સુધીનું પગલું ભરી લે છે આવી અનેક ફરિયાદો બાદ સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી હતી અને પોલીસની આ કામગીરીની પ્રસંશા થઇ હતી અને સુરત પોલીસનું આ મોડલ હવે ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે. અને હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકો પાસે જશે. સુરતમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવતી કાલથી આગામી એક સપ્તાહ સુધી ગુજરાતભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકો પાસે જશે અને લોકોની ફરિયાદ સાંભળી વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે.
પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા
ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના આદેશ બાદ સુરત પોલીસ એકશન મોડમાં આવી છે. ક્રાઇમબ્રાન્ચ પોલીસે સુરત શહેરમાંથી 16 જેટલા વ્યાજખોરની ધરપકડ કરી છે. આ તમામ વ્યાજખોરો લોકોને ઊંચા અને ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપતા હતા. રૂપિયા આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીએ રાજ્યમાં વ્યાજખોર વિરુદ્ધ ખાસ ડ્રાઈવ ચલાવવાની વાત કરી હતી તે બાદ આ એક્શન લેવામાં આવ્યા છે.