શોધખોળ કરો

Crime News: ખેડામાં હત્યા કરાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો, પોલીસે શરૂ કરી તપાસ

ખેડામાં હત્યા કરાયેલી હાલમાં મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી

ખેડામાં હત્યા કરાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર, ખેડાના નડિયાદમાં હત્યા કરાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો હતો. નડિયાદના બિલોદરા ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવેની નજીક એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. મહિલાની લાશ પાસે એક બાળક રડી રહ્યું હતું.

મહિલાના ડાબા અને જમણા ગાલ પર ઈજાના નિશાન છે.  મહિલાને ઈજા પહોંચાડ્યા બાદ ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું ખુલ્યું છે. મૃતક મહિલા કોણ છે? કોણે તેની હત્યા કરી? તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે.

Crime news: બેંગલુરુમાં ત્રણ યુવતીઓએ ઇંટથી 26 વર્ષીય યુવકનું માથું ફોડી નાખ્યું

બેંગલુરુ: બેંગલુરુમાં શનિવારે ત્રણ યુવકો અને ત્રણ યુવતીઓની ગેંગ દ્ધારા 26 વર્ષીય યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યાના એક ભયાનક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક ગેંગ યુવકને ઈંટ વડે મારતી જોવા મળે છે. યુવકને કથિત રીતે મોટી ઈંટ વડે લગભગ 20 વાર માર મારવામાં આવ્યો હતો. આ ઘટના કેપી અગ્રાહરા વિસ્તારની જણાવવામાં આવી રહી છે.

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવકની પહેલા ગેંગ સાથે દલીલ થઈ હતી, ત્યારબાદ આરોપીઓએ તેને ઘેરી લીધો હતો. તેમાંની એક યુવતીએ યુવકને પથ્થર  માર્યો હતો, જ્યારે અન્ય લોકોએ તેને જમીન પર પછાડી દીધો હતો અને પછી તેને ઉપાડીને ફરીથી માર્યો હતો. ધીમે ધીમે આખી ટોળકીએ તેને માર મારવાનું શરૂ કર્યું અને તેનું માથું ઈંટ વડે ફોડી નાખ્યું જેથી પોલીસ તેને ઓળખી ન શકે. જોકે પીડિતની ચીસો સાંભળીને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.

આ ઘટના બાદ પશ્ચિમ બેંગલુરુના ડીસીપી લક્ષ્મણ બી નિમ્બર્ગીએ જણાવ્યું કે હેમંત મેડિકલ પાસે કેપી અગ્રાહરાના 5મા ક્રોસ પર મોડી રાત્રે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જેમાં ત્રણ યુવતીઓ અને ત્રણ યુવકો સામેલ હતા. હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. તે બદામી વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મૃતદેહને વિક્ટોરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Embed widget