રાજા રઘુવંશી કેસમાં મૃતક પુત્રની માતાનું આવ્યું પહેલુ નિવેદન, સોનમ વિશે કરી આ વાત, કહ્યું કોણ પત્ની આવું કહે કે.....
Sonam Raghuvanshi: રાજા રઘુવંશીની માતાએ કહ્યું છે કે, જો સોનમ રઘુવંશી તેમના પુત્રની હત્યામાં સંડોવાયેલી હોય તો તેને ફાંસી આપવી જોઈએ. ઉમા રઘુવંશી કહ્યું કે તેમનું વર્તન કેવું હતું.

Raja Raghuvanshi Murder Case: મેઘાલયમાં પુત્ર રાજા રઘુવંશી અને પુત્રવધૂ સોનમ રઘુવંશીના ગૂમ થયા પછી, રાજાના પરિવારને ફક્ત બંને બાળકો પાછા આવવાની આશા હતી. જોકે, 11 દિવસ પછી (2 જૂને) તેમને તેમના પુત્ર રાજાના મૃતદેહના સમાચાર મળ્યા, જેનાથી પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો. હવે એ વાત સામે આવી છે કે, તેમના પુત્રની હત્યાનો આરોપી બીજું કોઈ નહીં પણ તેમની પુત્રવધૂ સોનમ રઘુવંશી છે. આ સમાચાર મળ્યા પછી, રાજા રઘુવંશીના માતા-પિતા કંઈ સમજી શકતા નથી.
હવે આ કેસમાં રાજા રઘુવંશીની માતાનું નિવેદન આવ્યું છે. માતાએ કહ્યું છે કે, જો સોનમે તેના પુત્રની હત્યા કરાવી છે, તો તેને ફાંસી આપવી જોઈએ. તેણીએ કહ્યું, "કઈ પત્ની એમ કહે કે, જાઓ સાંકળ લઈ આવો સોનમે યોજના બનાવી હશે. જે પકડાયા છે તેમની પૂછપરછ થવી જોઈએ."
VIDEO | Indore Couple Case: Here's what Raja Raghuvanshi’s mother Uma Raghuvanshi claims, “Those responsible should get the death penalty. If Sonam did this, then she too should be punished. Sonam always behaved well with us - we still can’t believe she could have done this... We… pic.twitter.com/RN9SvBacZ9
— Press Trust of India (@PTI_News) June 9, 2025
સાસરિયાંમાં સોનમનું વર્તન કેવું હતું?
રાજા રઘુવંશીની માતાએ કહ્યું કે લગ્ન પછી સોનમનું વર્તન ખૂબ સારું હતું. અમને વિશ્વાસ નથી આવતો કે તે આવું કંઈક કરી શકે છે.
સોનમના કોલ રેકોર્ડ્સ પરથી જાણવા મળ્યું કે તે કલાકો સુધી રાજ કુશવાહા સાથે વાત કરતી હતી. આ અંગે ઉમા રઘુવંશીએ કહ્યું કે તેને આ વિશે કોઈ માહિતી નથી. ઘરમાં કોઈને પણ ખ્યાલ નહોતો કે સોનમ સાથે બીજું કોઈ છે. રાજાને પણ આ વિશે કોઈ ખ્યાલ નહોતો. જો તેને ખબર હોત તો તેણે પહેલા કહ્યું હોત.
રાજા સાથે છેલ્લી વાતચીત શું હતી?
રાજાની માતાએ કહ્યું કે, જ્યારે તેણીએ તેના પુત્ર સાથે છેલ્લી વાર વાત કરી ત્યારે તે કંઈ કહી રહ્યો ન હતો, પરંતુ ફક્ત હમ્મ-હમ્મ કહી રહ્યો હતો. તે કહી રહ્યો હતો કે, તે કેળું ખાઈ રહ્યો છે. જ્યારે અવાજ શંકાસ્પદ લાગ્યો, ત્યારે તેણે મિત્રો પાસેથી પણ પૂછપરછ કરી. મિત્રોએ કહ્યું કે, જ્યારે પણ તે કંઈક ખાય છે, ત્યારે તે આ રીતે બોલે છે.
તેમની માતાને કહ્યું હતું કે, તેઓએ કહ્યું હતું કે, થોડા સમય માટે તેઓ બહાર જઇ રહ્યં છે ત્યારબાદ વાત ન થઇ માટે માતાને શંકા થઇ કે કંઇક અજુગતુ બની ગયું છે.





















