Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
ફ્લાઈટ કેન્સલ થતા હજારો યાત્રિકોને પડેલી મુશ્કેલી અને દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઈન્ડિગો એરલાઈન્સે મોટી જાહેરાત કરી છે.. ત્રણ, ચાર અને પાંચ ડિસેમ્બરે મોટી સંખ્યામાં ફ્લાઈટ કેન્સલ થવાને કારણે મુસાફરોને રાહત આપવાની ઈન્ડિગોએ જાહેરાત કરી છે.. પ્રભાવિત યાત્રીઓને સરકારના નિયમ મુજબ પાંચ હજારથી દસ હજાર રૂપિયા સુધીનું વળતર આપવાની ઈન્ડિગોએ જાહેરાત કરી છે.. એરલાઈને સૌથી વધુ પ્રભાવિત મુસાફરો માટે દસ હજાર રૂપિયા સુધીના વધારાના ટ્રાવેલ વાઉચર જાહેર કરવાની પણ જાહેરાત કરી છ.. આ ટ્રાવેલ વાઉચરની ખાસ વાત એ છે કે તેનો આગામી 12 મહિના એટલે કે એક વર્ષ સુધી ક્યારેય પણ ઉપયોગ કરી શકાય છે.. યાત્રિકો ભારતમાં ઈન્ડિગોની કોઈપણ ડોમેસ્ટિક ફ્લાઈટ અથવા ઈન્ટરનેશનલ રૂટ માટે આ વાઉચરનો ઉપયોગ કરી શકે છે.. 10 હજારનું ટ્રાવેલ વાઉચર એ મુસાફરોને આપવામાં આવશે.. જેમની યાત્રાઓ એકથી વધારે વખત બદલવી પડી.. એટલે કે જેમની ફ્લાઈટ વારંવાર રિશિડ્યુલ થઈ અથવા તો તેમને એરપોર્ટ પર લાંબો સમય રાહ જોવી પડી.. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના રજિસ્ટર્ડ ઈમેલ અને મોબાઈલ નંબર મોકલેલા મેસેજ ચેક કરે.. જેથી તેમને વળતર અને વાઉચર ક્લેમ કરવાની પ્રક્રિયામાં સરળતા રહે..





















