(Source: ECI/ABP News/ABP Majha)
Patan Honeytrap: પાટણના બિલ્ડરને યુવતીએ હોટેલમાં બોલાવ્યો,ત્યારે જ બીજી યુવતી રુમમાં પ્રવેશી અને...
Patan Honeytrap: રાજ્યમાં હનીટ્રેપમાં ફસાવવાની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. રુપલલનાઓએ અનેક લોકોને પોતાની જાણમાં ફસાવી લાખો રૂપિયા પડાવી લીધા છે. હવે આવી જ એક વધુ હનીટ્રેપની ઘટના સામે આવી છે.
Patan Honeytrap: રાજ્યમાં હનીટ્રેપમાં ફસાવવાની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. રુપલલનાઓએ અનેક લોકોને પોતાની જાણમાં ફસાવી લાખો રૂપિયા પડાવી લીધા છે. હવે આવી જ એક વધુ હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં પાટણની હોટેલમાં બિલ્ડરના વ્યવસાય સાથે જોડાયેલ યુવકને હનીટ્રેપમાં ફસાવીને 10 લાખ પડાવવાના પ્રયાસની ઘટના સામે આવી છે. પરંતુ અહીંયા હનીટ્રેપ ગેંગ યુવકને ફસાવે તે પહેલાં જ પોલીસે ત્રણ યુવતીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
ખોટા બળાત્કારનાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી
પાટણ શહેરની ચાણસ્મા-હારીજ અને પાટણ ત્રણ રસ્તા પર આવેલી એક હોટેલમાં પત્રકારનાં સ્વાંગમાં આવેલી એક સહિત ત્રણ યુવતીઓએ પાટણમાં મકાન ધરાવતા એક બિલ્ડરને હનિટ્રેપમાં ફસાવીને તથા ખોટા બળાત્કારનાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. બિલ્ડર પાસેથી 10 લાખની માંગણી કરાઈ હોવાની ઘટનાનો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી ગઈ હતી. બિલ્ડરે આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે વર્ષા,રાધિકા ઉર્ફે મનિષા અને વંદના નામની મહિલાઓ સામે તેમની ધરપકડ કરી હતી. તેમજ પોલીસ તપાસમાં હનીટ્રેપ ગેંગમાં અન્ય બે પુરુષ યુવકોની પણ સંડોવણી બહાર આવી છે ત્યારે પોલીસે હાલ હનીટ્રેપ ગેગની 3 મહિલા અને 2 પુરુષની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હનીટ્રેપ ગેંગની 3 મહિલા અને 2 પુરુષ મળી કુલ 5ની અટકાયત
ઘટના ક્રમ જોઈએ તો ત્રણેય યુવતીઓ પૈકી બે યુવતીઓ વર્ષા અને રાધિકા બિલ્ડર પાસેથી રુપિયા પડાવવા માટે પૂર્વ આયોજીત કાવતરુ રચીને બિલ્ડર સાથે મિત્રતા કરીને પોતાને જમીન બાબતની વાતચીત કરવાનું કહી તા. 3-9- 23નાં રોજ રાત્રે સવા નવ વાગે પાટણની સુદામા ચોકડી પરની એક હોટેલમાં વર્ષા રાધિકા સાથે આવીને પોતે અરજન્ટ કામ હોવાનું કહી બહાર નિકળી તેની સાથેની અન્ય એક યુવતી વંદનાને પત્રકાર તરીકે બિલ્ડરનાં રુમમાં મોકલીને રાધિકા ઉર્ફે મનિષા નામની યુવતી પાસે બિલ્ડરને ખોટો બળાત્કારનાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી.આ ઉપરાંત તેની પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી તેવો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે ત્યારે પાટણ B ડિવિઝન પોલીસે હાલતો હનીટ્રેપ ગેંગની 3 મહિલા અને 2 પુરુષ મળી કુલ 5ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી નામ
(1) વર્ષા પટેલ
(2) રાધિકા રાઠોડ
(3) વદના રત્નોતર
(4)ભાવેશ પટેલ
(5) કિશોર સિંહ ઝાલા