શોધખોળ કરો

Crime News: અમદાવાદના આ ગામમાં દેરાણી-જેઠાણીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

અમદાવાદ જિલ્લાના એક ગામમાં બે મહિલાની હત્યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો

અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના એક ગામમાં બે મહિલાની હત્યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના ઝાણું ગામમાં બે મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક મહિલાઓ દેરાણી-જેઠાણી હતી.

મળતી જાણકારી અનુસાર, મૃતક ગીતાબહેન ઠાકોર અને મૃતક મંગીબહેન ઠાકોર બપોરે લાકડા કાપવા માટે ખેતરની સીમમાં ગયા હતા. બપોર બાદ પણ પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી.આ સમયે બંનેની લાશ મળી આવી હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી બંનેની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કણભા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

Honeytrap: પાટણના વેપારીને યુવતીએ ફોન કરી શરીરસુખ માણવા બોલાવ્યો, ખેતરમાં ગયા અને.....

Honeytrap: પાટણનો વેપારી ફસાયો રૂપના મોહમાં ફસાતા ધંધે લાગી ગયો હતો. હનીટ્રેપ કરતી યુવતીએ પાટણના આધેડને ફોન પર પ્રેમભરી વાતો કરી ફસાવીને બન્નેની સહમતીથી શરીર સુખ માણ્યું. શરીર સુખ માણ્યા બાદ હનીટ્રેપ ગેંગે ફરિયાદી પાસેથી બન્દૂકની અણીએ 10 લાખ રુપિયા માગ્યા હતા. જે બાદ વેપારીએ ફરિયાદ કરતા પાટણ પોલીસે હનીટ્રેપ ગેંગના મહિલા સહીત કુલ 5 આરોપીઓને જેલ ભેગા કર્યા છે.

આ અંગે વિગતે વાત કરીએ તો, પાટણ શહેરમાં રહેતા આધેડ ઉંમરના વેપારીને અજાણી મહિલા સાથે ફોન પર વાતો કરવાનું ભારે પડ્યું છે. પાટણમાં વેપારીઓ તેમજ અન્ય લોકોને હનીટ્રેપમાં ફસાવીને લાખોની માંગણી કરતી ટોળકીએ ગેંગની મુખ્ય ભૂમિકા ધરાવતી મહિલાનો ઉપયોગ કરીને અજાણ્યા વેપારી પર ફોન કરીને મીઠી મીઠી વાતો કરતી. ત્યાર બાદ થોડા દિવસ સુધી ફોન પર સંપર્કમાં રહીને પહેલા પ્રેમ સંબંધ બાંધ્યો અને ત્યારબાદ મહિલાએ વેપારીને અજાણી જગ્યા પર એકાંતમાં બોલાવીને શરીર સુખ માણ્યું હતું.

હનીટ્રેપ ગેંગનું પહેલું પગથિયું પૂર્ણ થયા બાદ હવે ગેંગના બીજા સાગરીતો અને મહિલાએ સાથે મળીને વેપારીને બીજી વાર પણ શરીર સુખ માણવા બોલાવ્યો અને મહિલાએ એકાંતમાં ખેતરોમાં લઇ જઈને મળવાનું નક્કી કર્યું. ખેતરોમાં વેપારી અને મહિલા સાથે હતા ત્યારે હનીટ્રેપના અન્ય સાગરીતો સાથે મળીને વેપારીને બંદૂકની અણી પર રૂપિયાની માંગણી કરી અને જો રૂપિયા નહીં મળે તો બદનામની કરવાની ધમકી આપીને વેપારી પાસેથી રોકડ એક લાખ રૂપિયા પડાવ્યા અને વધુ રૂપિયા 10 લાખની માંગણી કરી.

જોકે વેપારીને હનીટ્રેપમાં ફસાયાની શંકા જતા સમગ્ર વિગત પોલીસ સમક્ષ રજૂ કરી અને પોલીસે હનીટ્રેપના ગુનાની મહિલા સહિતની કુલ 5 આરોપીઓની ગેંગને પકડીને તેમજ ગુનાના કામમાં વાપરવામાં આવેલ ગાડી તેમજ  36 હજાર રોકડા એમ કુલ ચાર લાખ એક્સઠ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પાટણના વેપારી પર બનેલ હનીટ્રેપના ગુનામાં પકડાયેલ આરોપી સંજય ઠાકોર, મંગાજી ઠાકોર, અનિલ પરમાર, હિંમત રાજપૂત, પૂજા જોષી તેમજ ગેંગમાં સામેલ અન્ય 2 આરોપીઓ નવઘણજી ઠાકોર, વામનજી ઠાકોર જે ફરાર હોઈ અગાઉ પણ હનીટ્રેપના ગુનામાં પોલીસ ચોપડે નામ નોંધાવી ચુક્યા છે અને હવે નવી રચેલી હનીટ્રેપની ગેંગ દ્વારા ફરિયાદી વેપારી સિવાય પણ અન્ય કોઈ વ્યક્તિને હનીટ્રેપના ગુનામાં ફસાવ્યા છે કે નહીં સાથે ફરાર બે આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Anant-Radhika Wedding: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
Anant-Radhika Wedding: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
GMERS સંચાલિત ફીને લઇ મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી તબીબી કોલેજની ફીમાં ઘટડો, જાણો કેટલી છે નવી ફી
GMERS સંચાલિત ફીને લઇ મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી તબીબી કોલેજની ફીમાં ઘટડો, જાણો કેટલી છે નવી ફી
Valsad News: વલસાડના ધરમપુરના ભેંસધરા ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં નીકળી અંતિમયાત્રા
Valsad News: વલસાડના ધરમપુરના ભેંસધરા ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં નીકળી અંતિમયાત્રા
Gujarat Dam: રાજ્યના 206 જળાશળો ઉભરાયા, નર્મદા ડેમમાં 52 ટકા જ્યારે અન્ય ડેમોમાં 34 ટકા સુધી જળસંગ્રહ
Gujarat Dam: રાજ્યના 206 જળાશળો ઉભરાયા, નર્મદા ડેમમાં 52 ટકા જ્યારે અન્ય ડેમોમાં 34 ટકા સુધી જળસંગ્રહ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Agitation | ગાંધીનગરમાં શિક્ષકોના આમરણાંત ઉપવાસ, શિક્ષકો પહોંચવાના શરૂGujarat Rain Forecast | આજે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, તુટી પડશે ભારેથી અતિભારે વરસાદJammu Kashmir:  જમ્મુ-કશ્મીરના ડોડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 જવાન શહીદGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ? | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
Anant-Radhika Wedding: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
GMERS સંચાલિત ફીને લઇ મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી તબીબી કોલેજની ફીમાં ઘટડો, જાણો કેટલી છે નવી ફી
GMERS સંચાલિત ફીને લઇ મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી તબીબી કોલેજની ફીમાં ઘટડો, જાણો કેટલી છે નવી ફી
Valsad News: વલસાડના ધરમપુરના ભેંસધરા ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં નીકળી અંતિમયાત્રા
Valsad News: વલસાડના ધરમપુરના ભેંસધરા ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં નીકળી અંતિમયાત્રા
Gujarat Dam: રાજ્યના 206 જળાશળો ઉભરાયા, નર્મદા ડેમમાં 52 ટકા જ્યારે અન્ય ડેમોમાં 34 ટકા સુધી જળસંગ્રહ
Gujarat Dam: રાજ્યના 206 જળાશળો ઉભરાયા, નર્મદા ડેમમાં 52 ટકા જ્યારે અન્ય ડેમોમાં 34 ટકા સુધી જળસંગ્રહ
Rain Forecast: રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ
Rain Forecast: રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ
શાકભાજીના ભાવમાં થયો ભડકો, ટામેટા 100 રુપિયાના કિલો
શાકભાજીના ભાવમાં થયો ભડકો, ટામેટા 100 રુપિયાના કિલો
Railway Vacancy 2024:  સેન્ટ્રલ રેલવેમાં બમ્પર ભરતીની જાહેરાત, ધોરણ 10 અને ITI પાસ કરી શકશે અરજી
Railway Vacancy 2024: સેન્ટ્રલ રેલવેમાં બમ્પર ભરતીની જાહેરાત, ધોરણ 10 અને ITI પાસ કરી શકશે અરજી
સૌરાષ્ટ્રના બે દિગજ્જો વચ્ચેનો જંગ પાટીદાર સમાજને ક્યાં લઈ જશે ?
સૌરાષ્ટ્રના બે દિગજ્જો વચ્ચેનો જંગ પાટીદાર સમાજને ક્યાં લઈ જશે ?
Embed widget