Crime News: હોટલમાં ગર્લફ્રેન્ડ સાથે શરીર સુખ માણતો હતો સસરો, પુત્રવધૂ પહોંચી પોલીસ સ્ટેશન ને પછી...
UP Crime News: એક મહિલા તેના પ્રેમી સાથે હોટલમાં આવી હતી, જ્યારે એક તેના દીયર સાથે આવી હોવાની કબૂલાત કરી હતી. એક મહિલા પાડોશી અને નજીકના વ્યક્તિ સાથે આવી હતી.
![Crime News: હોટલમાં ગર્લફ્રેન્ડ સાથે શરીર સુખ માણતો હતો સસરો, પુત્રવધૂ પહોંચી પોલીસ સ્ટેશન ને પછી... UP Crime News: Police busted prostitution racket in Badaun 5 couple held in offensive condition Crime News: હોટલમાં ગર્લફ્રેન્ડ સાથે શરીર સુખ માણતો હતો સસરો, પુત્રવધૂ પહોંચી પોલીસ સ્ટેશન ને પછી...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/11/dcc65083f46d7353910d5fd905052975166290433791876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
UP Crime News: ઉત્તરપ્રદેશના બદાયું રોડવેઝ બસ સ્ટેન્ડની સામે આવેલી અજંતા હોટલમાં પોલીસે અચાનક દરોડો પાડ્યો હતો. જેમાં પાંચ મહિલાઓ સહિત 10 લોકો હતા. આ કેસમાં પોલીસે અજંતા હોટલના મેનેજર સુધીર કુમાર ગુપ્તાને શનિવારે જેલમાં મોકલી આપ્યો હતો. હોટલના માલિક સુભાષ દુઆની શોધ ચાલી રહી છે. અહીં સર્ચ દરમિયાન વિવિધ રૂમોમાંથી ઘણી બધી વાંધાજનક સામગ્રી મળી આવી છે.
દરોડા દરમિયાન પોલીસ દ્વારા હોટલના રૂમો ખોલવામાં આવતાં પાંચ મહિલાઓ સહિત 10 લોકો ઝડપાયા હતા. દરેક જણ કઢંગી સ્થિતિમાં હતા. પોલીસે તેમને પકડીને પોલીસ સ્ટેશન મોકલી આપ્યા હતો. આ ઉપરાંત હોટલના મેનેજર સુધીર કુમાર ગુપ્તા પણ ઝડપાયા હતા. જે બાદ હોટલને તાળું મારી દેવામાં આવ્યું હતું. મોડી સાંજે પોલીસની એક ટીમ ફરી હોટલમાં ગઈ હતી અને હોટલની તલાશી લેતા ત્યાંથી તમામ વાંધાજનક સામગ્રી મળી આવી હતી.
સીઓ સિટી આલોક મિશ્રાએ શુક્રવારે મોડી રાત્રે હોટલના માલિક સુભાષ દુઆ અને મેનેજર સુધીર કુમાર ગુપ્તા સામે એફઆઈઆર નોંધાવી હતી, જ્યારે રૂમમાંથી પકડાયેલા યુગલોને અંગત બોન્ડ પર છોડવામાં આવ્યા હતા, શનિવારે બપોરે પોલીસે હોટેલ મેનેજર સુધીર કુમાર ગુપ્તાને જેલમાં મોકલી દીધા હતા. હોટલમાંથી સાડા પંદર હજાર રૂપિયા અને એક રજીસ્ટર પણ મળી આવ્યું છે.
વૃદ્ધનું માથું પુત્રવધૂ સામે શરમથી ઝુકી ગયું
એક મહિલા તેના પ્રેમી સાથે હોટલમાં આવી હતી, જ્યારે એક તેના દીયર સાથે આવી હોવાની કબૂલાત કરી હતી. એક મહિલા પાડોશી અને નજીકના વ્યક્તિ સાથે આવી હતી. ઇસ્લામનગરના વડીલ એક મહિલા સાથે શરીરસુખ માણવા આવ્યા હતા. મોડી રાત્રે તેની પુત્રવધુ તેને છોડાવવા પોલીસ સ્ટેશન આવી હતી. જેને લઈ વડીલનું માથું તેની સામે શરમથી ઝૂકી ગયું હતું.
માત્ર અજંતા જ નહીં પરંતુ શહેરની અન્ય ઘણી હોટલો આ ધંધા માટે કુખ્યાત છે. શાહબાઝપુર તિરાહે પાસેની હોટલ પર ભૂતકાળમાં દરોડા પાડવામાં આવ્યા છે અને તેના માલિક સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.
પોલીસે શું કહ્યું
સીઓ સિટી આલોક મિશ્રાએ કહ્યું, અજંતા હોટલમાંથી માત્ર પાંચ કપલ જ નથી પકડાયા પરંતુ અનેક વાંધાજનક સમાગ્રી પણ ણળી છે. હોટલના મેનેજરને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે, જ્યારે માલિકની શોધખોળ શરૂ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)