શોધખોળ કરો

Vadodara Crime: કળિયુગની પરાકાષ્ઠા, પ્રેમમાં આંધળી દીકરીએ પિતાની હત્યા કરાવી! વડોદરાની ઘટના જાણી રૂંવાડા ઉભા થઈ જશે

Vadodara crime news: પ્રેમમાં કાંટો બનતા પિતાનો કાંટો કાઢ્યો, અગાઉ ઊંઘની ગોળીઓ આપી મારવાનો પ્રયાસ કર્યો હતો, પ્રેમી રણજીત વાઘેલા (Ranjit Vaghela) ની ધરપકડ.

Vadodara crime news: વડોદરાના પાદરા (Padra) પંથકમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જંબુસર રોડ પર થયેલી એક હત્યાનો ભેદ ઉકેલાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે મૃતક શાણાભાઈની હત્યા બીજું કોઈ નહીં પણ તેમની પોતાની સગીર દીકરી (Minor Daughter) એ જ કરાવી હતી. પ્રેમ પ્રકરણમાં પિતા આડખીલી બનતા હોવાથી દીકરીએ પોતાના પ્રેમી અને તેના મિત્ર સાથે મળીને આ ખૌફનાક હત્યા (Murder Case) ને અંજામ આપ્યો હતો.

કળિયુગમાં લોહીના સંબંધોની કોઈ કિંમત રહી નથી તેવું સાબિત કરતી ઘટના વડોદરા જિલ્લામાં બની છે. પાદરા-જંબુસર રોડ પર શાણાભાઈ નામના આધેડની હત્યા કરવામાં આવી હતી. પાદરા પોલીસ (Padra Police) દ્વારા જ્યારે આ કેસની તપાસ હાથ ધરવામાં આવી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. મૃતકની સગીર વયની દીકરી જ આ ષડયંત્રની મુખ્ય સૂત્રધાર નીકળી હતી. સગીરા એક યુવક સાથે પ્રેમમાં હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ પિતા આ સંબંધની વિરુદ્ધ હતા.

પ્રેમી અને મિત્ર સાથે મળી ઘડ્યો પ્લાન

પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, સગીરાનો પ્રેમી રણજીત વાઘેલા પાપડ બનાવવાની ફેક્ટરીમાં મજૂરી કામ કરતો હતો. રણજીત સામે અગાઉ પણ પાદરા પોલીસ મથકે પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ગુનો નોંધાયેલો છે. પિતા પ્રેમ સંબંધમાં અવરોધરૂપ બનતા હોવાથી દીકરીએ પ્રેમી રણજીત અને તેના મિત્ર ભવ્ય વસાવા સાથે મળીને પિતાનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. આ ત્રણેયે મળીને શાણાભાઈની હત્યા કરી નાખી હતી.

અગાઉ પણ મારવાનો પ્રયાસ કર્યો હતો 

આ કેસમાં સૌથી આઘાતજનક બાબત એ છે કે સગીરાએ આ પહેલાં પણ માતા-પિતાને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ભૂતકાળમાં માતા-પિતાને ઊંઘની ગોળીઓ ખવડાવીને હત્યા કરવાની કોશિશ કરી હતી, પરંતુ ત્યારે તેઓ બચી ગયા હતા. જોકે, આ વખતે તે પોતાના ઈરાદામાં સફળ થઈ ગઈ હતી.

પોલીસની કાર્યવાહી

પાદરા પોલીસે ગણતરીના કલાકોમાં આ ક્રાઈમ ન્યૂઝ (Crime News) નો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે મુખ્ય આરોપી પ્રેમી રણજીત વાઘેલા અને તેના મિત્ર ભવ્ય વસાવાની ધરપકડ કરી છે. જ્યારે હત્યામાં મદદગારી કરનાર સગીર દીકરીને કાયદાકીય પ્રક્રિયા બાદ બાળ સંરક્ષણ ગૃહ (Child Protection Home) માં મોકલી આપવામાં આવી છે. હાલ પોલીસ હત્યામાં વપરાયેલું હથિયાર શોધવા અને વધુ પુરાવા એકત્ર કરવા માટેની તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget