શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ યુવતીને 12 વર્ષ નાના ઈલેક્ટ્રિશિયન સાથે બંધાયા શારીરિક સંબંધ, એક દિવસ પ્રેમીની પત્નિનો આવ્યો ફોન ને.......
યુવતીના ફોન પર બીજી યુવતીએ ફોન કરીને માહિતી આપી હતી કે, મારા પતિનું નામ રમઝાન ઈકબાલ ઘાંચી છે અને તે તને ખોટું નામ આપીને તારો ઉપયોગ કરી રહ્યો છે.
અમદાવાદઃ સેટેલાઈટ વિસ્તારમાં 35 વર્ષની યુવતીને ઘરે મીટરનું કામ કરવા આવેલા 12 વર્ષ નાના ઈલેક્ટ્રિશિયન સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. યુવકે યુવતીને તેલાવના રીસોર્ટ ઉપરાંત જૂનાગઢ અને માઉન્ટ આબુ લઈ જઈને શરીર સુખ માણ્યું હતું. તેણે યુવતી સાથે શરીર સુખ માણતો હોય તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો.
યુવકે પોતાની ઓળખ પિન્ટુ ઠાકોર તરીકે આપી હતી. એક દિવસ યુવતી પર તેના પ્રેમીની પત્નિનો ફોન આવતાં ખબર પડી હતી કે, પ્રેમી મુસ્લિમ છે. પ્રેમીએ મહિલાને અંગત પળોના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવકની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.
સેટેલાઈટ વિસ્તારમાં રહેતી 35 વર્ષની યુવતીનાં 2001માં લગ્ન થયા હતા. આ લગ્નથી તેને એક દિકરી છે. 2012માં યુવતીએ પતિ સાથે છુટાછેડા લીધા હતા. દરમિયાન તેને તેની પડોશમાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ બંધાતાં બંનેએ પ્રેમલગ્ન કરી લીધા હતા. પંદરેક મહિના પહેલા યુવતીના ઘરે ઈલેકટ્રિક મીટરમાં આગ લાગતા ઈલેકટ્રીશીયન ઘરે આવ્યો હતો.
ઈલેકટ્રીશીયને પોતાનું નામ પીન્ટુ ઠાકોર હોવાનુ કહીને મીટરનું સમારકામ કરી આપ્યું હતું. તેણે યુવતીને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. પછી યુવક અવારનવાર મેસેજ કરતો હતો. યુવતી અને યુવક બંને નજીક આવતાં યુવક તેને સાયન્સ સિટી ફરવા લઈ ગયો હતો. પછી તે યુવતીને તેલાવ પાસેના રિસોર્ટમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. એ પછી તે યુવક યુવતીને માઉન્ટ આબુ અને જુનાગઢ લઈ ગયો હતો અને ત્યાં પણ મહિલા સાથે તેની મરજી વિરૃધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.
એક દિવસ યુવતીના ફોન પર બીજી યુવતીએ ફોન કરીને માહિતી આપી હતી કે, મારા પતિનું નામ રમઝાન ઈકબાલ ઘાંચી છે અને તે તને ખોટું નામ આપીને તારો ઉપયોગ કરી રહ્યો છે. આ વાત સાંભળ્યા પછી યુવતીએ રમઝાનના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. રમઝાને ગમે તેમ કરીને તેનો સંપર્ક કરીને આ છેલ્લી મુલાકાત છે કહીને તેના જુહાપુરાના ઘરે લઈ ગયો હતો અને ઘરમાં શારીરિક સુખ માણ્યું હતું. તેણે યુવતીને કહ્યું હતું કે, તારા અશ્લિલ વિડીયો અને ફોટા મારી પાસે છે. તુ મારી સાથે વાત નહી કરે તો હું મરી જઈશ. આ બધાથી કંટાળીને યુવતીએ રમઝાન ઘાંચી વિરૂધ્ધ 30 જાન્યુઆરીના રોજ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંઘાવતા પોલીસે તેની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement