શોધખોળ કરો

વડોદરા: ક્રિકેટની પ્રેક્ટિસ કરવા જતા યુવકને ટ્રકે ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત

Hit And Run: ડભોઇ બોરીયાદ ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ડભોઇ બોરીયાદ નજીક હાઈવે પર ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. જે બાદ યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

Hit And Run: ડભોઇ બોરીયાદ ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ડભોઇ બોરીયાદ નજીક હાઈવે પર ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. જે બાદ યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ડભોઇ ખાતે ક્રિકેટની ટ્રેનિંગ લેવા જઈ રહેલા યુવકને રસ્તામાં જ મોત આંબી ગયું હતું. મૃતક યુવકનું નામ કુશ હોવાનું જાણવા મળ્યું છે અને તે શિનોર તાલુકાના હંડોદ ગામનો રહેવાસી હતો. બોરીયાદ રોડ ઉપર રેતી ભરેલી ટ્રકો અવાર નવાર અકસ્માતની ઘટના સર્જતી હોવાની ફરિયાદો ઉઠી છે. અકસ્માત બાદ ડભોઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતમાં આવશે કોરોનાની ચોથી લહેર ? જાણો કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. માવળંકરે શું કહ્યું
Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાય તેવું ભયાવહ ચિત્ર સામે આવી રહ્યું છે. ગુજરાતની સાથે અમદાવાદમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ચોથી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. દિલિપ માવળંકરે મોટું નિવેદન આપ્યું છે.

શું કહ્યું ડો માવળંકરે

કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.દિલિપ માવળંકરે એબીપી અસ્મિતા સાથે વાત કરતાં કહ્યું, કોરોનાના કેસ વધી રહ્યા છે, હજારોની સંખ્યામાં કેસ આવવા લાગ્યા છે, જે ચોથી લહેરની શક્યતા દર્શાવે છે. મોટા ભાગના લોકોએ રસીના બંન્ને ડોઝ લઈ લીધા છે. ઘણા બધા લોકોએ બુસ્ટર ડોઝ પણ લઈ લીધા છે તેમ છતાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝેશન અને વેન્ટીલેશન ખૂબ જરૂરી છે. ભીડ ના કરીએ તે તકેદારી રાખવી જરૂરી છે. 60 વર્ષથી ઉપરના જે લોકોનો બુસ્ટર ડોઝ બાકી હોય તેમણે લઈ લેવો જોઈએ. ઉપરાંત જે લોકો પ્રીકોશન ડોઝ લેવા લાયક હોય તેમણે પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈ ડોઝ લેવો જોઈએ, જેથી કોરોના થાય તો પણ સામાન્ય લક્ષણ રહે. જો ધ્યાન નહિ રાખીએ તો ચોથી લહેર ભયંકર બનશે.

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં શુક્રવારે કોરોનાના 143 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 35 દિવસ બાદ કોરોનાથી પ્રથમ મૃત્યુ ગાંધીનગરમાં થયું હતું. જૂન મહિનાના 10 દિવસમાં જ રાજ્યમાંથી 756 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. આ ઉપરાંત 10 દિવસના આ સમયગાળામાં દૈનિક કેસની ગતિમાં સાડા ત્રણ ગણો જેટલો વધારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી 83-ગ્રામ્યમાંથી 3 સાથે સૌથી વધુ 86 નવા કેસ સામે આવ્યા હતા. છેલ્લા 10 દિવસમાં અમદાવાદ જિલ્લામાંથી જ કુલ 418 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. આમ, જૂનમાં રાજ્યમાં કોરોનાના જે કુલ કેસ નોંધાયા છે તેમાંના 55 ટકા માત્ર અમદાવાદ જિલ્લામાંથી છે. રાજ્યમાં  કોરોનાથી કુલ મરણાંક 10945 છે. અમદાવાદમાંથી સત્તાવાર રીતે 3619 વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હાલ 608 એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસનો આંક 600ને પાર થયો હોય તેવું 10 માર્ચ એટલે કે બરાબર 3 મહિના બાદ બન્યું છે. ગુજરાતમાં 10 દિવસમાં એક્ટિવ કેસમાં 170 ટકાનો વધારો નોંધાયો છે. અમદાવાદમાં સૌથી વધુ 342, વડોદરામાં 93, સુરતમાં 47 સાથે સૌથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યારસુધી કુલ 12,14,405 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ઘટીને હવે 99.06 ટકા છે. શુક્રવારે કુલ 59719 દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝ હવે 11.04 કરોડ છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Embed widget