Bank Jobs: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી માટે અરજી કરવાની અંતિમ તક, આ રીતે કરો અરજી
Bank Jobs: જેઓ સરકારી બેન્કમાં કામ કરવા માંગે છે તેમના માટે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં ભરતી બહાર પડી છે.
Central Bank of India Recruitment: જેઓ સરકારી બેન્કમાં કામ કરવા માંગે છે તેમના માટે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં સફાઈ કામદાર અને સબ-સ્ટાફની જગ્યાઓ પર ભરતી કરવાની આ છેલ્લી તક છે. CBI આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી 2024 છે. બેન્કની સત્તાવાર વેબસાઇટ Centralbankofindia.co.in પર જઈને તરત જ અરજી પ્રક્રિયા પૂર્ણ કરો.
આ ભરતી અભિયાન દ્વારા 484 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ સફાઈ કર્મચારીઓ અને ઉપ કર્મચારી માટે 10મું પાસ કરેલ હોવું જોઈએ. ઉમેદવારની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 26 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમરની ગણતરી 31મી માર્ચ 2023ના રોજ કરવામાં આવશે. અનામત વર્ગના ઉમેદવારોને છૂટ આપવામાં આવશે.
આ ભરતી ડ્રાઈવ માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. આ ભરતી માટે જનરલ/OBC/EWS કેટેગરી માટે 850 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC/ST કેટેગરીના ઉમેદવારો માટે 175 રૂપિયા નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.
આ રીતે અરજી કરો
સ્ટેપ-1: આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ પ્રથમ સત્તાવાર વેબસાઇટ centerbankofindia.co.in ની મુલાકાત લેવી આવશ્યક છે.
સ્ટેપ- 2: પછી ઉમેદવારો હોમ પેજ પર ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરો અને એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
સ્ટેપ- 3: આ પછી ઉમેદવારે નવા પેજ પર Click here for New Registration પર ક્લિક કરીને નોંધણી કરાવવી પડશે.
સ્ટેપ- 4: પછી ઉમેદવારની નોંધણી કર્યા પછી જરૂરી વિગતો, સહી અને ફોટોગ્રાફ અપલોડ કરો.
સ્ટેપ- 5: આ પછી ઉમેદવારોએ અરજી ફી ચૂકવવી પડશે.
સ્ટેપ- 6: હવે ઉમેદવારો અરજી ફોર્મ સબમિટ કરે.
સ્ટેપ- 7: આ પછી ઉમેદવારો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી પોતાની પાસે રાખે.
સ્ટેપ- 8: અંતે ઉમેદવારો અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લે.
Education Loan Information:
Calculate Education Loan EMI