Bank Jobs: આ બેન્કમાં નીકળી બમ્પર ભરતી, 23 ડિસેમ્બર સુધી કરી શકો છો એપ્લાય, જાણો ડિટેલ્સ......
જો તમે અહીં એપ્લાય કરવા માંગતા હોય તો તમે બીઓએમની અધિકારિક વેબસાઇટ - bankofmaharashtra.in પર વધુ માહિતી માટે જઇ શકો છે.
BOM Apprentice Recruitment 2022: બેન્કમાં નોકરી શોધી રહેલા યુવાઓ માટે એક ખુશખબર છે, અત્યારે બેન્ક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra)માં બમ્પર ભરતી બહાર પડી છે, રોજગાર મેળવાનારા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. અહીં એપરેન્ટિસ પદ પર બમ્પર ભરતી નીકળી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી કુલ 314 પદો પર ભરતી કરવામાં આવશે. જે ઉમેદવારો આ પદો માટે લાયક ઠરશે તેને અહીં નોકરી મળી જશે. જો તમે અહીં એપ્લાય કરવા માંગતા હોય તો તમે બીઓએમની અધિકારિક વેબસાઇટ - bankofmaharashtra.in પર વધુ માહિતી માટે જઇ શકો છે.
કોણ કરી શકે છે એપ્લાય -
આ પદો પર અરજી કરવા માટે કેન્ડિડેટની પાસે કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. કેન્ડિડેટની રાજ્યની લૉકલ લેગ્વેજ પર સારી પકડ હોવી જોઇએ, એટલે કે તેન લૉકલ લેગ્વેજ લખતા, વાંચતા અને બોલતા આવડવી જોઇએ.
લૉકલ લેગ્વેજમાં અધિકાર સાબિત કરવા માટે તેની પાસે દસમા કે બારમા પાસનુ સર્ટિફિકેટ હોવી જરૂરી છે. આ પદ માટે ઉમેદવારની ઉંમર મર્યાદ કેમ કે 18 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઇએ.
અરજી ફી
બેન્ક ઓફ મહારાષ્ટ્રના એપરેન્ટિસ પદ માટે એપ્લાય કરવા માટે યૂઆર, ઇડબ્લ્યૂએસ અને ઓબીસી કેટેગરીના કેન્ડિડેટ્સને 150 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે, જ્યારે એસટી, એસસી કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. પીડબ્યૂલબીડી કેન્ડિડેટ્સ માટે કોઇ ફી નથી, આના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર, 2022 છે.
કઇ રીતે કરશો અરજી -
આ પદો પર અરજી કરવા માટે સૌથી પહેલા અધિકારિક વેબસાઇટ પર જાઓ એટલે કે bankofmaharashtra.in પર.....
અહીં Careers નામની ટેબ આપવામાં આવી હશે, તેના પર ક્લિક કરી દો.
આગળ Recruitment Process – Current Openings પર ક્લિક કરો.
હવે જે પેજ ખુલશે તેના પર આ લિન્ક પર ક્લિક કરો - “Recruitment of Officers in Scale II, III, IV and V Project 2023-24”.
આમ કરવાથી જે પેજ ખુલશે તેના પર રજિસ્ટર કરો અને એપ્લીકેશન ભરી દો.
જરૂરી ડૉક્યૂમેન્ટ્સ અપલૉડ કરો અને પી જમા કર્યા બાદ ફૉર્મ સબમીટ કરી દો.
તમે આની પ્રિન્ટ પણ કાઢી શકો છો.
Education Loan Information:
Calculate Education Loan EMI