Recruitment: યુવાઓ માટે સરકારી નોકરીનો મોકો, આ કંપનીમાં 723 જગ્યાઓ માટે અહીંથી કરી શકો છો અરજી
AOC Recruitment 2024: સૂચના અનુસાર, ભરતી માટે લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ છે અને મહત્તમ વયમર્યાદા 27 વર્ષ છે (પૉસ્ટ્સ અનુસાર બદલાય છે).
AOC Recruitment 2024: ઇન્ડિયન ઓર્ડનન્સ કોર્પૉરેશન (AOC) એ 2024 માટે ગ્રુપ Cની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જો તમે પણ નોકરી શોધી રહ્યા છો અને સખત મહેનતથી તમારા સપનાને સાકાર કરવા માંગો છો, તો તમારા માટે આ એક સારી તક હોઈ શકે છે. AOC એ બમ્પર પૉસ્ટ્સ માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં ટ્રેડ્સમેન મેટ (TMM), ફાયરમેન (FM), જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ (JOA), અને મટિરિયલ આસિસ્ટન્ટ (MA) જેવી મહત્વની પોસ્ટનો સમાવેશ થાય છે. આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી 2 ડિસેમ્બર, 2024થી શરૂ થશે અને 22 ડિસેમ્બર, 2024 સુધી ચાલુ રહેશે.
આ છે ખાલી જગ્યાઓ
આ ભરતી અભિયાનમાં કુલ 723 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી અભિયાન દ્વારા ટ્રેડસમેન મેટ માટે મહત્તમ 389 જગ્યાઓ નિર્ધારિત કરવામાં આવી છે, જ્યારે ફાયરમેન માટે 247 જગ્યાઓ નિર્ધારિત કરવામાં આવી છે. આ ઉપરાંત મટીરીયલ આસિસ્ટન્ટની 19 જગ્યાઓ, જૂનિયર ઓફિસ આસિસ્ટન્ટની 27 જગ્યાઓ અને અન્ય જગ્યાઓ પણ ઉપલબ્ધ છે.
ઉંમર મર્યાદા
સૂચના અનુસાર, ભરતી માટે લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ છે અને મહત્તમ વયમર્યાદા 27 વર્ષ છે (પૉસ્ટ્સ અનુસાર બદલાય છે).
અરજી પ્રક્રિયા
અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન હશે. ઉમેદવારો aocrecruitment.gov.in પર જઈને અરજી કરી શકે છે. નોંધણી દરમિયાન જરૂરી દસ્તાવેજો અપલૉડ કરવા અને સૂચનાઓ અનુસાર એપ્લિકેશન ફી ચૂકવવાની જરૂર રહેશે.
શું છે આ ભરતીની ખાસિયત ?
આ ભરતી માત્ર સરકારી ક્ષેત્રમાં સ્થિરતા અને પ્રતિષ્ઠા પ્રદાન કરે છે, પરંતુ ઉમેદવારોને દેશની સંરક્ષણ ઉત્પાદન પ્રણાલીમાં યોગદાન આપવાની તક પણ આપે છે. આ તક માત્ર નોકરી જ નહીં પરંતુ દેશની સેવા કરવાની ભાવના પણ લાવે છે. તો તમે શેની રાહ જોઈ રહ્યા છો ? અરજીની પ્રક્રિયા 2 ડિસેમ્બર, 2024થી શરૂ થઈ ગઈ છે. તમારે આ અભિયાન માટે તરત જ અરજી કરવી જોઈએ. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.
આ પણ વાંચો
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી
Education Loan Information:
Calculate Education Loan EMI