CBSE Term 1 Result 2022: સીબીએસઈના વિદ્યાર્થીઓની આતુરતાનો આવશે અંત, આ દિવસે જાહેર થઈ શકે છે રિઝલ્ટ
CBSE Result: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા લેવાયેલી ટર્મ-1 પરીક્ષામાં દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
CBSE Result: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા લેવાયેલી ટર્મ-1 પરીક્ષામાં દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેઓ તેમના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટર્મ-1ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. CBSE વર્ગ 10 અને વર્ગ 12 ટર્મ -1 પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા છે. CBSE દ્વારા નવેમ્બર-ડિસેમ્બર 2021માં CBSE દ્વારા ધોરણ 10 અને 12મા ધોરણ માટેની CBSE ટર્મ 1ની પરીક્ષાઓ લેવામાં આવી હતી.
અગાઉ, સીબીએસઈએ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં ટર્મ-1 પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની વાત કરી હતી, પરંતુ તેમ થયું ન હતું. જે બાદ એવી અટકળો ચાલી રહી છે કે આવતીકાલે એટલે કે 20 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ- cbse.gov.in, cbseresults.nic.in પર ટર્મ-1 પરીક્ષા 2021-22નું પરિણામ જોઈ શકશે.
માહિતી અનુસાર, CBSE બોર્ડના ધોરણ 10મા અને 12મા ટર્મ-1ના પરિણામમાં સ્કૂલો દ્વારા આપવામાં આવેલા ઇન્ટરનલ માર્ક્સ પણ સામેલ હશે. શાળાઓ દ્વારા કરવામાં આવેલ આંતરિક આકારણીના નંબરોની યાદી બોર્ડને આપવામાં આવી છે. CBSE દ્વારા ટર્મ-2 પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી હતી. જે મુજબ 26 એપ્રિલથી પરીક્ષાઓ ઓફલાઈન મોડમાં લેવામાં આવશે. પરંતુ હજુ પણ વિદ્યાર્થીઓ ડેટ શીટની રાહ જોઈ રહ્યા છે.
પરિણામ જાહેર થયા પછી અહીં તપાસો
- CBSE ની સત્તાવાર વેબસાઇટ (cbse.nic.in) પર જાઓ.
- 'CBSE 10મી ટર્મ 1 પરિણામ 2022' અથવા 'CBSE 12મું પરિણામ 2022' લિંક પર ક્લિક કરો.
- રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- સબમિટ કરો. આ પછી ધોરણ 10 અને 12 નું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
- ભવિષ્યના સંદર્ભ માટે પરિણામની પ્રિન્ટ આઉટ તમારી પાસે રાખો
Corona Death: જુલાઈ બાદ ફેબ્રુઆરીમાં કોરોનાથી સૌથી વધારે મોત, અચાનક કેવી રીતે વધ્યો મૃત્યુદર ? જાણો પૂરું ગણિત
Education Loan Information:
Calculate Education Loan EMI