CISCE Results 2023: કાલે જાહેર થશે CISCE ધોરણ 10 અને 12નું પરિણામ, આ રીતે કરી શકશો ચેક
CISCE (CISEC Results 2023) આવતીકાલે ધોરણ 10 અને 12 ના પરિણામો જાહેર કરશે.
CISCE ISC & ICSE Results 2023: CISCE (CISEC Results 2023) આવતીકાલે ધોરણ 10 અને 12 ના પરિણામો જાહેર કરશે. જે ઉમેદવારો સીઆઈએસસીઈ બોર્ડની 10મી એટલે કે ICSE અને 12મી એટલે કે ISC પરીક્ષામાં બેઠા છે તેઓ રિલીઝ થયા પછી બોર્ડની વેબસાઈટ પર તેમનું પરિણામ જોઈ શકે છે. આ કરવા માટે તમે આ બેમાંથી કોઈપણ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો - cisce.org અને ciseresults.in.
તાજેતરની માહિતી માટે ઉમેદવારોએ સમયાંતરે સત્તાવાર વેબસાઇટ તપાસતા રહવું.
આ રીતે ચેક કરો પરિણામ
રીલીઝ થયા પછી પરિણામ ચેક કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે cisceresults.in અથવા ઉપર આપેલ અન્ય વેબસાઇટ પર જાઓ.
અહીં તમે જે વર્ગ માટે પરિણામ જોવા માંગો છો તેની લિંક પર ક્લિક કરો. જેમ કે ICSE પરિણામો 2023 અથવા ISC પરિણામો 2023.
આમ કરવાથી એક નવું પેઈજ ખુલશે. આ પેઈજ પર તમારે તમારા લોગિન ક્રેડેનશિયલ દાખલ કરો. તેમને દાખલ કરો અને એન્ટર બટન દબાવો.
આમ કરવાથી, પરિણામો તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.
અહી ચેક કરો. ડાઉનલોડ કરો અને જો તમે ઇચ્છો તો તમે પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો.
પરિણામ સંબંધિત કોઈપણ માહિતી મેળવવા માટે, ફક્ત સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
આ તારીખોમાં પરીક્ષા લેવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે CISCE બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. ધોરણ 10ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 29 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 13 ફેબ્રુઆરીથી 31 માર્ચ દરમિયાન યોજાઈ હતી.
પાસીંગ માર્કસ શું છે
જો પાસિંગ માર્કસની વાત કરીએ તો 10માં પાસ થવા માટે વિદ્યાર્થીઓને 100માંથી ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ હોવા જોઈએ. ધોરણ 12માં પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 35 ટકા ગુણ હોવા આવશ્યક છે.
Education Loan Information:
Calculate Education Loan EMI