શોધખોળ કરો

Degree Vs Skills: નોકરી મેળવવામાં હવે કામ નહીં આવે ડિગ્રી, આ બાબત બનશે સંજીવની

પ્રોફેશનલ સોશિયલ નેટવર્ક LinkedIn ના સર્વે અનુસાર, 10 માંથી 8 થી વધુ ભારતીયો માને છે કે, કૌશલ્ય હવે ડિગ્રી કરતા વધુ મહત્વપૂર્ણ બની રહે છે.

Skills are Important than Degrees : બદલાતા સમય સાથે રોજગારનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. એક તરફ, ઝડપથી વધી રહેલી વસ્તીને કારણે, કર્મચારીઓની સંખ્યામાં દર વર્ષે કરોડોનો વધારો થઈ રહ્યો છે, જેના કારણે બેરોજગારોની સંખ્યામાં ભયંકર વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ, કંપનીઓ ફરિયાદ કરે છે કે, જ્યારે તેઓ જરૂર હોય ત્યારે પણ કાર્ય સક્ષમ લોકો શોધી શકતા નથી. કંપનીઓ કહે છે કે લોકો પાસે ડિગ્રીઓ છે, પરંતુ તેઓ કામ માટે યોગ્ય નથી. તાજેતરના સર્વેના આંકડા દર્શાવે છે કે ડિગ્રીની સરખામણીમાં કૌશલ્યનું મહત્વ વધી રહ્યું છે.

આ વસ્તુનું મૂલ્ય ડિગ્રી કરતા વધારે 

પ્રોફેશનલ સોશિયલ નેટવર્ક LinkedIn ના સર્વે અનુસાર, 10 માંથી 8 થી વધુ ભારતીયો માને છે કે, કૌશલ્ય હવે ડિગ્રી કરતા વધુ મહત્વપૂર્ણ બની રહે છે. સર્વે અનુસાર, રોજગાર અને નોકરીના બદલાયેલા માહોલ અનુસાર હવે મોટાભાગના ભારતીયો ડિગ્રી કરતાં કૌશલ્યને પ્રાધાન્ય આપી રહ્યા છે, જેથી તેમને રોજગારની સરળ તકો મળી શકે.

ડિગ્રીઓનું મહત્વ ઘટ્યું

સર્વેમાં 82 ટકા ભારતીય પ્રોફેશનલ્સનું માનવું હતું કે, જો લોકો પાસે આવડત હોય તો તેઓ ડિગ્રી કે અનુભવ વિના પણ સરળતાથી કામ મેળવી શકે છે. કંપનીઓ હવે આવા પ્રોફેશનલ્સને નોકરી આપી રહી છે, જેમની પાસે ડિગ્રી અથવા અગાઉના કામનો અનુભવ ન હોય, પરંતુ તેઓ કંપનીની જરૂરિયાતો અનુસાર યોગ્ય કુશળતા ધરાવતા હોય. જ્યારે 76 ટકા પ્રોફેશનલ્સે કહ્યું કે, હવે નોકરી માટે ડિગ્રીનું મહત્વ ઘટી ગયું છે.

આ પરિવર્તન આવનારા સમયમાં થશે

LinkedIn એ અહેવાલ આપ્યો છે કે વર્ષ 2015 પછી નોકરી માટે નવા કૌશલ્યો શીખવાનો ટ્રેન્ડ ઝડપી બન્યો છે. હવે લગભગ 30 ટકા વધુ લોકો કૌશલ્ય તરફ આગળ વધી રહ્યા છે. સર્વેમાં 84 ટકા ભારતીય પ્રોફેશનલ્સનું માનવું છે કે આવનારા સમયમાં એવા લોકો કે જેમની પાસે અનેક પ્રકારના કામમાં ઘણી કુશળતા અને અનુભવ છે તેમને સરળતાથી નોકરી મળી જશે. તે જ સમયે, કોઈ ચોક્કસ કામ કરવા માટે લેવામાં આવતી ડિગ્રીનું મૂલ્ય ઘટશે અને આવા લોકોને કામ શોધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

નોકરી બચાવવા માટે આ કામ જરૂરી 

સર્વેમાં ભાગ લેનારા મોટાભાગના પ્રોફેશનલ્સ એ વાત પર સહમત થયા કે બદલાતા સમયમાં નોકરી બચાવવા માટે પણ કૌશલ્ય જરૂરી બની ગયું છે. લગભગ 87 ટકા પ્રોફેશનલ્સ સંમત થયા હતા કે જો લોકોએ તેમની નોકરી બચાવવી હોય તો અપસ્કિલિંગ એટલે કે કૌશલ્ય વધારવું જરૂરી બની ગયું છે. જે લોકો નવું શીખતા રહેશે, તેમના માટે અવસર મળશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget