શોધખોળ કરો

Dream Job: ભારતની ટૉપ 10 કંપનીઓ, આમાં કામ કરવું એટલે સપનું પુરુ થવા જેવું લાગે, ટૉપ 5માં TATAની 3 કંપનીઓ

Top 10 Companies To Work: દરેક વ્યક્તિ નોકરી કરવા માટે પોતાની ડ્રીમ કંપની શોધે છે. આ એવી કંપનીઓ છે, જ્યાં લોકો તેમના વર્તમાન અને ભવિષ્ય વિશે સુરક્ષિત અનુભવે છે

Top 10 Companies To Work: દરેક વ્યક્તિ નોકરી કરવા માટે પોતાની ડ્રીમ કંપની શોધે છે. આ એવી કંપનીઓ છે, જ્યાં લોકો તેમના વર્તમાન અને ભવિષ્ય વિશે સુરક્ષિત અનુભવે છે. માઇક્રોસૉફ્ટ ભારતમાં કામ કરવા માટે બેસ્ટશ્રે કંપની બની ગઈ છે. કંપનીએ વર્ષ 2022માં પણ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું, પરંતુ 2023માં તે સરકીને 5મા નંબર પર આવી ગઇ છે. લોકોની પસંદીદા કંપનીઓની યાદીમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ બીજા સ્થાને છે અને એમેઝૉન ત્રીજા સ્થાને છે.

સર્વેમાં 6084 કંપનીઓ અને 1.73 લાખ લોકો સામેલ 
રેન્ડસ્ટેડે બુધવારે જાહેર કરાયેલા એમ્પ્લૉયર બ્રાન્ડ રિસર્ચ રિપોર્ટમાં દાવો કર્યો છે કે વર્ષ 2024માં માઇક્રોસૉફ્ટ, ટીસીએસ અને એમેઝૉન ભારતીય લોકો માટે કામ કરવા માટે બેસ્ટ કંપનીઓ બની ગઈ છે. આ સંશોધનમાં કંપનીએ 3507 લોકોના અભિપ્રાય લીધા છે. જો કે, તેમણે એ નથી જણાવ્યું કે આ સર્વેમાં કેટલી કંપનીઓ સામેલ છે. વૈશ્વિક સ્તરે 6084 કંપનીઓ વિશે 1.73 લાખ લોકોના મંતવ્યો માંગવામાં આવ્યા હતા. રેન્ડસ્ટેડે જણાવ્યું હતું કે સર્વેક્ષણમાં વર્ક લાઈફ બેલેન્સ, કેરિયર એડવાન્સમેન્ટ, પ્રતિષ્ઠા, નાણાકીય સ્વાસ્થ્ય અને નોકરીની સુરક્ષા જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

ટાટા ગૃપની 3 કંપનીઓએ ટૉપ 5માં બનાવી જગ્યા 
સર્વેક્ષણમાં માઇક્રોસૉફ્ટે કારકિર્દીની પ્રગતિ, પ્રતિષ્ઠા અને નાણાકીય સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર સૌથી વધુ પૉઈન્ટ મેળવ્યા છે. TCS એ પણ આ વર્ષે જોરદાર છલાંગ લગાવી છે અને યાદીમાં બીજું સ્થાન મેળવ્યું છે. વર્ષ 2023માં તે ચોથા નંબરે હતું. જોકે, એમેઝૉન આ વર્ષે બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને આવી ગયું છે. ટાટા ગ્રુપની ત્રણ કંપનીઓ ટોપ 5માં સામેલ થઈ છે. જો કે ગત વર્ષે નંબર વન પર રહેલી ટાટા પાવર આ વર્ષે ચોથા સ્થાને આવી ગઈ છે. આ સિવાય ટાટા મોટર્સ પાંચમા નંબર પર રહી છે.

ઓટો ઇન્ડસ્ટ્રીમાં જૉબ બની ગઇ છે લોકોની ફેવરિટ 
આ વર્ષના સર્વેમાં બીજી એક રસપ્રદ વાત સામે આવી છે કે હવે લોકો ઓટો ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે સૌથી વધુ ઉત્સુક છે. આ પછી લોકો આઈટી, કૉમ્યુનિકેશન, ટેલિકોમ અને આઈટી, એફએમસીજી, રિટેલ અને ઈકોમર્સ સેક્ટરમાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આજે પણ કોઈ પણ કંપનીમાં કામ કરવા માટે લોકો માટે વર્ક લાઈફ બેલેન્સ સૌથી મોટી પ્રાથમિકતા છે. તેમજ 43 ટકા લોકોએ કહ્યું કે તેઓ 6 મહિનામાં નોકરી બદલી શકે છે.

કામ કરવા માટે આ છે દેશની 10 સૌથી બેસ્ટ કંપનીઓ 
માઇક્રોસૉફ્ટ
ટીસીએસ
અમેઝૉન
ટાટા પાવર કંપની
ટાટા મૉટર્સ
સેમસંગ ઇન્ડિયા
ઇન્ફોસીસ
લાર્સન એન્ડ ટૂબ્રો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
મર્સિડિઝ બેન્ઝ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો
Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો
ભારતના સ્ટાર બેટ્સમેનના પિતાએ રાજનીતિમાં કરી એન્ટ્રી, JDUમાં જોડાતા જ કહ્યું – નીતિશ કુમાર.....
ભારતના સ્ટાર બેટ્સમેનના પિતાએ રાજનીતિમાં કરી એન્ટ્રી, JDUમાં જોડાતા જ કહ્યું – નીતિશ કુમાર.....
IND W vs NZ W: રાધા યાદવ બની 'સુપરમેન', મહિલા ક્રિકેટ ઈતિહાસનો અદભૂત કેચ પકડ્યો, જુઓ વીડિયો
IND W vs NZ W: રાધા યાદવ બની 'સુપરમેન', મહિલા ક્રિકેટ ઈતિહાસનો અદભૂત કેચ પકડ્યો, જુઓ વીડિયો
ડિજિટલ અરેસ્ટ શું છે? જેના સંદર્ભે Pm  મોદીએ દેશવાસીઓને કર્યાં એલર્ટ
ડિજિટલ અરેસ્ટ શું છે? જેના સંદર્ભે Pm મોદીએ દેશવાસીઓને કર્યાં એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Saurashtra Earthquake | સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અનુભવાયો ભૂકંપનો જોરદાર આંચકો, લોકો બહાર દોડી ગયાAhmedabad Gas leakage: અમદાવાદમાં મોટી દુર્ઘટના, કંપનીમાં ગેસ ગળતરથી 2ના મોત, 7ની તબિયત લથડીFast Mobile Charging Tips : શું તમારા ફોનમાં ખૂબ જ ધીમું ચાર્જિંગ થાય છે? અપનાવો આ ટિપ્સPanchmahal News : જીવતા વીજ વાયરથી બે સગા ભાઈ-ભાણેજનું મોત, દિવાળી ટાણે પરિવાર પર આભ ફાટ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો
Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો
ભારતના સ્ટાર બેટ્સમેનના પિતાએ રાજનીતિમાં કરી એન્ટ્રી, JDUમાં જોડાતા જ કહ્યું – નીતિશ કુમાર.....
ભારતના સ્ટાર બેટ્સમેનના પિતાએ રાજનીતિમાં કરી એન્ટ્રી, JDUમાં જોડાતા જ કહ્યું – નીતિશ કુમાર.....
IND W vs NZ W: રાધા યાદવ બની 'સુપરમેન', મહિલા ક્રિકેટ ઈતિહાસનો અદભૂત કેચ પકડ્યો, જુઓ વીડિયો
IND W vs NZ W: રાધા યાદવ બની 'સુપરમેન', મહિલા ક્રિકેટ ઈતિહાસનો અદભૂત કેચ પકડ્યો, જુઓ વીડિયો
ડિજિટલ અરેસ્ટ શું છે? જેના સંદર્ભે Pm  મોદીએ દેશવાસીઓને કર્યાં એલર્ટ
ડિજિટલ અરેસ્ટ શું છે? જેના સંદર્ભે Pm મોદીએ દેશવાસીઓને કર્યાં એલર્ટ
મુસ્લિમોમાં મુતાહ શું છે? એમાં એક બે નહીં 20-25 વાર પણ ઘર વસાવી લે છે છોકરી
મુસ્લિમોમાં મુતાહ શું છે? એમાં એક બે નહીં 20-25 વાર પણ ઘર વસાવી લે છે છોકરી
આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આધાર સેન્ટર પર ઓપરેટર વધારે પૈસા માંગે, તો અહીં કરો ફરિયાદ
આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આધાર સેન્ટર પર ઓપરેટર વધારે પૈસા માંગે, તો અહીં કરો ફરિયાદ
Health Tips: દિવાળીમાં અસ્થમા એટેકનું જોખમ વધે છે, બચવા માટે અપનાવો ૬ ટિપ્સ
Health Tips: દિવાળીમાં અસ્થમા એટેકનું જોખમ વધે છે, બચવા માટે અપનાવો ૬ ટિપ્સ
Upcoming IPO: નવેમ્બરમાં IPO માર્કેટમાં મોટા ધડાકા થશે, સ્વિગી NTPC સહિત દિગ્ગજ કંપનીઓ બજારમાં કરશે એન્ટ્રી
Upcoming IPO: નવેમ્બરમાં IPO માર્કેટમાં મોટા ધડાકા થશે, સ્વિગી NTPC સહિત દિગ્ગજ કંપનીઓ બજારમાં કરશે એન્ટ્રી
Embed widget