ગુજરાતમાં ધોરણ 1-9માં ઓફલાઈન શિક્ષણ શરૂ પણ કેટલા વિદ્યાર્થી આવ્યા તે જાણીને ચોંકી જશે, વાલીઓમાં સરકાર સામે કેમ છે કચવાટ ?
વાલીઓનું માનવું છે કે, સ્કૂલો બંધ હોવાથી ઓનલાઈન શિક્ષણ ચાલતું હતું તેથી સ્કૂલોમાં એકવિટી કરવામાં આવી નથી તેથી એક્ટિવિટીની ફી લેવી જોઈએ નહીં.
ગાંધીનગરઃ ગુજરાતમાં આજથી ધોરણ 1થી ધોરણ 9ના ઓફલાઈન ક્લાસ શરૂ થયા છે. તેના કારણે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતનાં શહેરોમાં વાલીઓ વહેલી સવારે બાળકોને શાળાએ મૂકવા પહોંચ્યા હતા. જો કે શાળાઓમાં 20 ટકા જ હાજરી જોવા મળી હતી. વડોદરા શહેરમાં તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં માંડ 5 ટકાથી 10 ટકા વિદ્યાર્થીઓ જ આવ્યા હતા. વાલીઓ હજુ પણ કોરોનાના ખોફ નીચે છે તેથી અનેક વાલીઓ બાળકોને સ્કૂલમાં મોકલી રહ્યા નથી.
બીજી તરફ બાળકો સ્કૂલે આવે તે માટે વાલીઓ સહમત છે પણ સ્કૂલ ફીને મુદ્દે વાલીઓમાં કચવાટ છે. અત્યાર સુધી ઓનલાઈ શિક્ષણ ચાલ્યું છે ત્યારે સ્કૂલ ફીમાં રાહતની વાલીઓની માગણી છે.
વાલીઓનું માનવું છે કે, સ્કૂલો બંધ હોવાથી ઓનલાઈન શિક્ષણ ચાલતું હતું તેથી સ્કૂલોમાં એકવિટી કરવામાં આવી નથી તેથી એક્ટિવિટીની ફી લેવી જોઈએ નહીં. આ ઉપરાંત ચાલુ શૈક્ષણિક વર્ષ માટે રાજ્ય સરકાર હજી સ્કૂલ ફી સ્ટ્રક્ચર બનાવી શકી નથી તેના કારણે પણ વાલીઓમાં કચવાટ છે. બાળકોને ઓફલાઇન શિક્ષણ મળી રહે તે માટે વાલીઓ તત્પર છે કેમ કે ઓનલાઈન અભ્યાસમાં નાના બાળકો ધ્યાન આપી શકતા નથી. અલબત્ત ફીમાં ઘટાડો કરાયો નથી તેથી વાલીઓમાં ભારે અસંતોષ છે.
આજથી ધોરણ 1 થી 9 ના ઓફલાઇન વર્ગ શરૂ થયા છે અને સરકારી તેમજ ખાનગી શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયું છે. વહેલી સવારથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા અને મોટા ભાગની શાળાના કલાસ સેનેટાઈઝ કરીને તૈયાર રખાયા હતા. વિદ્યાર્થીઓનાં ટેમ્પરેચર માપ્યા બાદ સ્કૂલમાં એન્ટ્રી અપાઈ હતી. માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓને શાળામાં બેસાડાયા છે. શાળાઓમાં વાલીઓએ આપેલા સહમતી પત્ર સાથે કલાસ શરૂ થયા છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ શાળાએ નથી આવ્યા તેમના માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ જ રહેશે.
Education Loan Information:
Calculate Education Loan EMI