Exam Fever 2022: ગુજરાત બોર્ડની શાળામાં આજથી પ્રથમ કસોટીનો આરંભ, 20 ઓક્ટોબરથી વેકેશન
Exam 2022: ધોરણ 9 થી 12માં 10 ઑક્ટોબર થી 19 ઑક્ટોબર સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા બાદ 20 ઑક્ટોબરથી શાળામાં વેકેશનની શરૂઆત થશે.
Exam Fever: રાજયની શાળાઓમાં દિવાળી વેકેશન પહેલા શાળા કક્ષાની પરીક્ષાઓની શરૂઆત થઈ છે. ગુજરાત બોર્ડ હસ્તગત શાળાઓમાં આજથી પ્રથમ કસોટી શરૂ થઈ છે. ધોરણ 9 થી 12માં 10 ઑક્ટોબર થી 19 ઑક્ટોબર સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા બાદ 20 ઑક્ટોબરથી શાળામાં વેકેશનની શરૂઆત થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.એ,બી.કોમ સહિત 61 હજાર વિદ્યાર્થીઓ આજથી પરીક્ષા આપશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ શહેરોમાં પરીક્ષા યોજાશે. અલગ અલગ કોલેજોમાં 71 ઓબ્ઝર્વર મૂકવામાં આવ્યા છે, 117 કેન્દ્રમાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્રણ સેશનમાં 18 મી સુધી પરીક્ષા લેવાશે.
યુનિ. સંલગ્ન ખાનગી લો કોલેજોને નો-એડમિશન ઝોનમાં મુકવા નિર્ણય
કાયદાનું શિક્ષણ આપતી ખાનગી લો કોલેજોમાં નિયમ મુજબ અધ્યાપકોની ભરતી તેમજ અપુરતા સ્ટાફ સહિતનાં પ્રશ્ને યુનિ.ની એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં રજુ થયેલા રીપોર્ટનો આધારે યુનિ. સાથે સંલગ્ન તમામ લો કોલેજોને આગામી વર્ષ 2023-2024 થી નો એડમિશન ઝોનમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.સૌરાષ્ટ્ર યુનિ. કાર્યક્ષેત્ર વિસ્તારમાં ગ્રાન્ટેડ અને સરકારી સહિત અંદાજે 18 લો કોલેજો પૈકી 14 ખાનગી કોલેજો મોટાભાગે ભાડાના મકાનમાં ચાલતી રહી છે. આ લો કોલેજોમાં નિયમ મુજબ અધ્યાપકો અને આચાર્યની ભરતી કરવામાં આવી નથી આ મુદ્દે અવાર નવાર તાકીદ કરવામાં આવતી હોવા છતાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનાં નિયમોનો ઉલાળિયો કરવામાં આવે છે. તેથી લો વિદ્યાશાખાના ડીન અને અધરધેન ડીનનાં રીપોર્ટ એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં રજુ થતાં તમામ ખાનગી કોલેજોમાં રાજકીય પીઠબળનાં આધારે ચાલતી હોવાની વિગતો પણ બેઠકમાં રજૂ થઈ હતી. ગ્રાન્ટેડ અને સરકારી લો કોલેજ સિવાયની તમામ ખાનગી લો કોલેજોએ આ વર્ષે એડમિશન આપી દીધા છે. પરંતુ આગામી વર્ષથી આ કોલેજ નવા પ્રવેશ આપી નહી શકે.
પીજીમાં એક વર્ષ બાદ અભ્યાસ છોડી દેતા વિદ્યાર્થીને GTU ડિપ્લોમા આપશે
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત યુજી-પીજીમાં વિદ્યાર્થીને મલ્ટીપલ એન્ટ્રી-એક્ઝિટની સુવિધા આપવાની જોગવાઈ કરાઈ છે ત્યારે જીટીયુ દ્વારા આ વર્ષથી હાલ પીજીમાં મલ્ટીપલ એન્ટ્રી-એક્ઝિટની સુવિધા આપવાનો નિર્ણય કરાયો છે.જે મુજબ પીજીના કોઈ પણ કોર્સમાં એક વર્ષનો કોર્સ પુરો કર્યા બાદ અભ્યાસ અધવચ્ચેથી છોડી દેનાર વિદ્યાર્થીને યુનિ.દ્વારા પીજી ડિપ્લોમા આપવામા આવશે.
Education Loan Information:
Calculate Education Loan EMI