શોધખોળ કરો

SSC Result: ધોરણ 10ના પરિણામમાં રાજ્યમાં કયુ સેન્ટર રહ્યું ટૉપ પર, કેટલા ટકા આવ્યુ રિઝલ્ટ ? જાણો

આજે રાજ્યભરમાં ધોરણ 10નું પરિણામ 64.62 ટકા આવ્યુ છે, પરિક્ષામાં કુલ 741411 રેગ્યુલર પરીક્ષાર્થીઓ નોંધાયા હતા,

Gandhinagar: ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજરાત સેકન્ડરી એજ્યૂકેશન બૉર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. આજે આવેલા પરિણામમાં ધોરણ 10માં રાજ્યનું 64.62 ટકા પરિણામ જાહેર થયુ છે. જાણો પરિક્ષા પરિણામને લઇને મહત્વની વિગતો.....

આજે રાજ્યભરમાં ધોરણ 10નું પરિણામ 64.62 ટકા આવ્યુ છે, પરિક્ષામાં કુલ 741411 રેગ્યુલર પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 734898 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌથી વધુ બનાસકાંઠાના કુંભારીયાનું 95.92 ટકા પરિણામ આવ્યુ છે, જ્યારે સૌથી ઓછું નર્મદાના ઉતાવળી કેન્દ્રનું 11.94 ટકા પરિણામ આવ્યુ છે. 

આ ઉપરાંત સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત 76.45 ટકા સાથે ટૉપ પર રહ્યો છે, સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.75 ટકા રહ્યું છે. 30 ટકા કરતા ઓછુ પરિણામવાળી શાળાઓ રાજ્યમાં કુલ 1084 નોંધાઇ છે. આ પરિણામ સાથે જ ગુજરાતી વિષયમાં 16 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ વખતે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, તે પૈકી 158623 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, આમાથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે.

આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, આમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે, તેઓનું પરિણામ 13.09 ટકા આવેલુ છે.

વૉટ્સએપ પરથી પણ જાણી શકાશે પરિણામ- 
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ વૉટ્સએપ મારફતે પણ જાણી શકે છે. વિદ્યાર્થી પરીક્ષાનો બેઠક ક્રમાંક(seat number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ Whatsapp નંબર - 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૩ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે.

આ રીતે તમે પરિણામ ચેક કરી શકશો - 
સ્ટેપ-1:  સૌ પ્રથમ વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાવ
સ્ટેપ-2: તે પછી હોમપેજ પર SSC પરિણામ લિંક પર ક્લિક કરો
સ્ટેપ-3: બાદમાં વિદ્યાર્થીઓના લોગિન ક્રેડિશિયલ દાખલ કરો
સ્ટેપ-4 : હવે વિદ્યાર્થીનું પરિણામ તેમના કમ્પ્યૂટર સ્ક્રીન પર દેખાશે
સ્ટેપ-4: તે પછી વિદ્યાર્થી પરિણામ ડાઉનલોડ કરો
સ્ટેપ-5: અંતે વિદ્યાર્થીઓ પરિણામની હાર્ડ કોપીની પ્રિન્ટ આઉટ લઇ લે.

ધોરણ 10ની પરીક્ષાઓ 14 માર્ચ, 2023 થી 28 માર્ચ, 2023 સુધી યોજાઈ હતી. ગુજરાત SSC પરીક્ષા 2023 માટે 7.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા હતા. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ શાળાઓમાંથી પોતાની માર્કશીટ લેવાની રહેશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
Embed widget