શોધખોળ કરો

Government Job: આ નોકરી મળી તો જલસા થઈ જશે, એક લાખથી વધુ છે મહિનાનો પગાર

Government Job: જો તમે એવી સરકારી નોકરી શોધી રહ્યા છો જ્યાં માસિક પગાર સારો હોય તો તમે આ બે નોકરીઓ માટે અરજી કરી શકો છો. અહીં પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 1 લાખ રૂપિયાથી વધુનો પગાર આપવામાં આવશે.

CCI and NFL Recruitment 2024 Registration Begins: જો તમે એવી સરકારી નોકરી શોધી રહ્યા છો જ્યાં માસિક પગાર સારો હોય તો તમે આ બે નોકરીઓ માટે અરજી કરી શકો છો. અહીં પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 1 લાખ રૂપિયાથી વધુનો પગાર આપવામાં આવશે. આ જગ્યાઓ કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવી છે. તમે તેમની વિગતો અહીં ચકાસી શકો છો. બંને ભરતી માટે અરજીઓ શરૂ થઈ ગઈ છે.

કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતી 2024

કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભરતીઓ બહાર પડી છે. આ અંતર્ગત કુલ 214 જગ્યાઓ પર લાયક ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. 12 જૂનથી અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 2 જુલાઈ, 2024 છે. છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરો.

જૂનિયર કોમર્શિયલ એક્ઝિક્યુટિવની જગ્યાઓ આ ભરતી ડ્રાઈવ દ્વારા ભરવામાં આવશે. આ માટે અરજીઓ માત્ર ઓનલાઈન હશે. આ માટે તમારે cotcorp.org.in ની મુલાકાત લેવી પડશે. તમે અહીંથી વિગતો પણ જોઈ શકો છો. પસંદગી પરીક્ષા દ્વારા કરવામાં આવશે જેની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

પાત્રતા અને વય મર્યાદા પોસ્ટ અનુસાર બદલાય છે. જેમ કે અમુક પોસ્ટ માટે MBA, અમુક પોસ્ટ માટે LLB અને અન્ય માટે ગ્રેજ્યુએશન. અરજી કરવાની ફી 1500 રૂપિયા છે. આરક્ષિત કેટેગરીની ફી રૂ 500 છે.

પસંદગી પર પગાર પોસ્ટ અનુસાર મળશે. ઉદાહરણ તરીકે, આસિસ્ટન્ટ મેનેજર (લીગલ), આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટેનો પગાર દર મહિને 40 હજારથી 1,40,000 રૂપિયા સુધીનો છે. મેનેજમેન્ટ ટ્રેની પદ માટેનો પગાર રૂ. 1,20,000 સુધી છે.

નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ ભરતી 2024

નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડે મેનેજમેન્ટ ટ્રેઇની પદ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી માટેની અરજી લિંક પણ 12 જૂને ખોલવામાં આવી હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ 2 જુલાઈ, 2024 છે.

અરજી માત્ર ઓનલાઈન કરી શકાશે. આ માટે Nationalfertilizers.com પર જાવ. અરજી ફી 700 રૂપિયા છે અને આ ભરતી અભિયાન દ્વારા કુલ 164 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

અરજી કરવાની પાત્રતા પોસ્ટ મુજબ છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા NFL મેનેજમેન્ટ ટ્રેઇની (કેમિકલ), (મિકેનિકલ), (ઇલેક્ટ્રિકલ) વગેરેની જગ્યાઓ ભરવામાં આવશે. સંબંધિત ક્ષેત્રમાં BE, B.Tech, B.Sc., M.Sc કરેલ હોય તેવા 18 થી 27 વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકે છે.

લેખિત પરીક્ષા, વ્યક્તિગત ઇન્ટરવ્યૂ, ડીવી રાઉન્ડ અને મેડિકલ રાઉન્ડ જેવા પરીક્ષાના ઘણા રાઉન્ડ પછી પસંદગી કરવામાં આવશે. જો પસંદ કરવામાં આવે તો પગાર 40 હજાર રૂપિયાથી લઈને 1,40,000 રૂપિયા પ્રતિ મહિને મળશે.

અહીં આ પોસ્ટ્સ વિશે ટૂંકી માહિતી આપવામાં આવી છે. તેમની વિગતો મેળવવા માટે તમે બંને સંસ્થાઓની સત્તાવાર વેબસાઇટ્સની મુલાકાત લઈ શકો છો. પરીક્ષાની તારીખથી સંબંધિત માહિતી થોડા દિવસોમાં વેબસાઇટ પર ચકાસી શકાય છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Embed widget