શોધખોળ કરો

Board Exam: 10-12 બૉર્ડ પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થશે, લોકસભા ચૂંટણીના કારણે શરૂ કરાઇ મૂલ્યાંકન કામગીરી

ગુજરાતમાં અત્યારે ધોરણ 10 અને ધોરણ 12ની બૉર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, આ વખતે બૉર્ડની પરીક્ષાઓ અને લોકસભાની ચૂંટણી સાથે સાથે આવી રહી છે

Gujarat Board Exam News: ગુજરાતમાં અત્યારે ધોરણ 10 અને ધોરણ 12ની બૉર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, આ વખતે બૉર્ડની પરીક્ષાઓ અને લોકસભાની ચૂંટણી સાથે સાથે આવી રહી છે, ત્યારે સુત્રોનો દાવો છે કે, આ વખતે બૉર્ડની પરીક્ષાનું પરિણામ વહેલુ આવી શકે છે. લોકસભા ચૂંટણીને લઈને આ વખતે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલુ જાહેર થવાની શક્યતાઓ છે. કેમકે આ વખતે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ધો 10,12 માટે આજથી મૂલ્યાંકનની કામગીરી શરૂ થશે. આગામી 5 એપ્રિલ સુધી મૂલ્યાંકનની આ તમામ કામગીરી પૂર્ણ કરી દેવાશે. હાલમાં રાજ્યમાં ઓછા કેન્દ્ર સાથે મૂલ્યાંકન કાર્ય શરૂ કરાશે. 

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થિનીને હિજાબ દૂર કરવાનું સૂચન કરતાં મુસ્લિમ વાલીનો વિરોધ

હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષા દરમિયાન અંકલેશ્વરમાં  એક સ્કૂલમાં હિજાબના કારણે વિવાદ અને વિરોધનો માહોલ સર્જાયો હતો. બોર્ડની પરીક્ષામાં ઓળખ માટે અને નિયમ મુજબ સ્કૂલમાં મુસ્લિમ વિદ્યાર્થિનીને હિજાબ દૂર કરવાનું કહેતા મુસ્લિમ વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો.પરીક્ષાની ગાઈડ લાઈનનું પાલન કરવા માટે વિદ્યાર્થીનીઓના નકાબ કાઢવા માટે કહેવાયું હતું. કારણ કે, હિજાબ અથવા માથા, મોઢા ઢાંકીને પરીક્ષા નહિ આપવા શિક્ષણ બોર્ડનો આદેશ છે. બોર્ડના નિયમ મુજબ પરીક્ષાર્થીનો  80 % ચેહરો CCTV દેખાવો જોઈએ આ કારણે હિજાબને દૂર કરવાનું સૂચન અપાયું હતું. આ ઘટના ગણિતના પેપરમાં લાયન્સ સ્કૂલ અંકલેશ્વર GIDC માં બની હતી, અંદાજીત 20 જેટલી મુસ્લિમ વિદ્યાર્થિનીઓ  હિજાબને લઇ રજૂઆત કરાઇ હતી. જ્યારે સ્કૂલ મેનેજમેન્ટે હિજાબ દૂર કરવા નિયમ મુજબ સૂચન કર્યું તો મુસ્લિમ વાલીઓ પણ આ નિયમથી નારાજ થયા હતા અને ફરિયાદ કરી છે. વાલી અને વિદ્યાર્થિઓનો હિજાબ કાઢવા માટે ગેર વર્તણુક કર્યાનો પણ આરોપ હતો. જેને લઇને સીસીટીવી ચેક કરાતા ફરિયાદ સાચી ઠરી હતી અને જિ્લ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરતા  જવાબદાર અધિકારીની બદલી કરી દેવાઇ છે.

દેશમાં  સૌથી ચર્ચિત હિજાબ વિવાદ શું હતો

આ મામલો ઓક્ટોબર 2021 થી શરૂ થયો, જ્યારે PU કોલેજની કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરવાની માંગ કરવા લાગી. આ પછી મામલો દબાવી દેવામાં આવ્યો, પરંતુ 31 ડિસેમ્બર 2021ના રોજ, ઉડુપીની સરકારી PU કોલેજમાં હિજાબ પહેરેલી 6 વિદ્યાર્થીનીઓને ક્લાસમાં આવતા અટકાવવામાં આવી. જે બાદ કોલેજની બહાર દેખાવો શરૂ થયા અને મામલો ચર્ચામાં આવ્યો અને આખરે  મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.                 

હાઈકોર્ટે આખરે હિજાબ કેસ પર પોતાનો ચુકાદો આપતા કહ્યું કે ધાર્મિક દૃષ્ટિકોણથી હિજાબ ફરજિયાત નથી. તેથી જ તે શૈક્ષણિક સંસ્થાઓમાં પહેરી શકાતી નથી. હાઈકોર્ટે અરજદારોની અપીલ ફગાવી દીધી હતી, જેમાં હિજાબને મહિલાઓનો મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો. કોર્ટે સરકારને આદેશ પસાર કરવાનો અધિકાર પણ આપ્યો હતો.આ પછી મામલો શાંત થયો અને સુપ્રીમ કોર્ટમાં તેના પર સુનાવણી શરૂ થઈ. સુપ્રીમ કોર્ટે 22 સપ્ટેમ્બર 2022ના રોજ હિજાબ કેસ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.   

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાંSharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Embed widget