IAF Agniveervayu Test 2023: એક્ઝામ સિટી સ્લિપ રિલીઝ, આ વેબસાઇટ પરથી આ આસાન સ્ટેપ્સથી કરી લો ડાઉનલૉડ
ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી 2023 માટેની પરીક્ષાની સિટી સ્લિપ બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારોએ અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર વાયુ ભરતી માટે અરજી કરી છે,
IAF Agniveervayu Selection Test 2023 Exam City Slip Released: ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી 2023 માટેની પરીક્ષાની સિટી સ્લિપ બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારોએ અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર વાયુ ભરતી માટે અરજી કરી છે, તેઓ ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને પરીક્ષા સિટી સ્લિપ ડાઉનલૉડ કરી શકે છે. એ પણ જાણી લો કે માત્ર એક્ઝામ સિટી સ્લિપ બહાર પાડવામાં આવી છે, જેથી ઉમેદવારો જાણી શકે કે તેમનું સેન્ટર ક્યાં હશે. એડમિટ કાર્ડ હજુ બહાર પાડવાનું બાકી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, અગ્નિવીર વાયુ ભરતી 2023 માટે એડમિટ કાર્ડ પણ ટુંક સમયમાં બહાર પાડવામાં આવશે.
આ વેબસાઇટ પરથી કરો ડાઉનલૉડ -
જે ઉમેદવારોએ અગ્નિવીર વાયુ ભરતી 2023 માટે અરજી કરી છે, તેઓ પરીક્ષા સિટી સ્લિપ ડાઉનલૉડ કરવા માટે ઓફિશિયલ વેબસાઇટની વિઝિટ કરી શકે છે, અને તેની તમામ ડિટેલ્સ પણ જાણી શકે છે. આ કરવા માટે ઓફિશિયલ વેબસાઇટનું એડ્રેસ છે – agnipathvayu.cdac.in. સિલેક્શન અગ્નિપથ સ્કીમ અંતર્ગત થશે અને આ માટેની પરીક્ષા 20 મે, 2023ના રોજ લેવામાં આવશે.
આ રીતે ડાઉનલૉડ કરો એક્ઝામ સિટી સ્લિપ -
એક્ઝામ સિટી સ્લિપ ડાઉનલૉડ કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ એટલે કે agnipathvayu.cdac.in પર.
અહીં હૉમપેજ પર Candidate Login નામનું બટન હશે, આના પર ક્લિક કરો.
આમ કરતાંની સાથે જ એક નવું પેજ ઓપન થશે, જેના પર તમને પોતાના લૉગીન ક્રેડેન્શિયલ્સ જેમાં રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ પણ સામેલ છે. નાંખવા પડશે.
આ નાંખીને સબમીટ કરતાં જ એક્ઝામ સિટી સ્લિપ તમારા કૉમ્પ્યુટર સ્ક્રિન પર દેખાશે.
અહીંથી આને ચેક કરો, ડાઉનલૉડ કરો અને તેમાં આપવામાં આવેલા તમામ ડેટા ડાઉનલૉડ કરી લો, આમાં એક્ઝામ સિટીનું નામ, તારીખ, સમય વગેરે આપવામાં આવ્યો હશે.
આની પ્રિન્ટ કાઢી લો અને સંભાળીને રાખો લો, આ આગળ તમને કામ આવશે.
આ રહી એક્ઝામ સિટી સ્લિપ ડાઉનલૉડ કરવાની ડાયરેક્ટ લિન્ક
ક્યાં સુધી રિલીઝ થઇ શકે છે એડમિટ કાર્ડ -
આના વિશે સૂચના એ છે કે, આઇએએફ અગ્નિવીર વાયુ પરીક્ષાનું એડમિટ કાર્ડ એક્ઝામથી 24 થી 48 કલાક પહેલા રિલીઝ કરવામાં આવી શકે છે. કેન્ડિડેટ્સ માટે મિનિમમ 10 માર્ક્સ લાવવા જરૂરી છે, જેથી તે એક્ઝામ પાસ કરી શકે. પરીક્ષાના એક કલાક પહેલા સેન્ટર જરૂર પહોંચી જાઓ.
Education Loan Information:
Calculate Education Loan EMI