શોધખોળ કરો

IBPS PO Recruitment 2024: બેન્ક પીઓના 4455 પદો પર નોકરીની શાનદાર તક, 50,000થી વધુ મળશે મહિનાનો પગાર

IBPS PO Recruitment 2024: જો તમે બેન્કમાં નોકરી મેળવવા માંગો છો તો આ તમારા માટે એક શ્રેષ્ઠ તક હોઈ શકે છે

IBPS PO Recruitment 2024: જો તમે બેન્કમાં નોકરી મેળવવા માંગો છો તો આ તમારા માટે એક શ્રેષ્ઠ તક હોઈ શકે છે. IBPS એ 4455 PO પોસ્ટ (IBPS PO Recruitment 2024) માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ પોસ્ટ્સ પ્રોબેશનરી ઓફિસર્સ/મેનેજમેન્ટ ટ્રેઇની (CRP PO/MT) માટે છે. આ માટેની અરજીઓ એક ઓગસ્ટ 2024થી શરૂ થઇ ગઇ છે અને ટૂંક સમયમાં રજિસ્ટ્રેશન લિંક એક્ટિવ થઈ જશે. જો તમને પણ રસ હોય તો અહીં આપેલી વિગતો વાંચો અને અરજી કરો.

મહત્વપૂર્ણ તારીખો

IBPS PO ની આ જગ્યાઓ માટેની અરજીઓ 1લી ઓગસ્ટથી શરૂ થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 21મી ઓગસ્ટ 2024 છે. એપ્લિકેશનમાં ફેરફાર કરવાની પણ આ છેલ્લી તારીખ છે. તમારી અરજી પ્રિન્ટ કરવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર 2024 છે. ઓનલાઈન ફી પણ 1 અને 21 ઓગસ્ટ વચ્ચે જ જમા કરાવી શકાશે.

અરજીઓ માત્ર ઓનલાઈન કરી શકાશે. આ માટે તમારે IBPSની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, જેનું એડ્રેસ છે – ibps.in. અહીંથી અરજી કરવાની સાથે આ પોસ્ટની વિગતો પણ જાણી શકાશે અને વધુ અપડેટ્સ વિશે પણ માહિતી મેળવી શકાશે.

ફોર્મ કોણ ભરી શકે છે

આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોય તે જરૂરી છે. આ જગ્યાઓ માટે 20 થી 30 વર્ષની વચ્ચેના ઉમેદવારો અરજી કરી શકે છે. આ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા છે જે વર્ષમાં એકવાર લેવામાં આવે છે. દર વર્ષે લગભગ 4 થી 5 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપે છે.

કેટલી અરજી ફી ભરવાની રહેશે

અરજી કરવા માટે જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જ્યારે SC, ST, PH કેટેગરીના ઉમેદવારો માટે ફી 175 રૂપિયા છે.

પસંદગી કેવી રીતે થશે?

પરીક્ષાઓના ઘણા રાઉન્ડ પાસ કર્યા પછી આ પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. સૌ પ્રથમ પ્રી- પરીક્ષા લેવામાં આવશે જે એક કલાકની હશે. આ પછી મુખ્ય પરીક્ષા લેવાશે જે 3 કલાક 30 મિનિટની હશે. પેપરમાં નેગેટિવ માર્કિંગ છે અને પરીક્ષા હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં લેવામાં આવે છે. આ પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. પરીક્ષા પાસ કરવા માટે તમારે ત્રણેય તબક્કા પાસ કરવાના રહેશે.

કઈ બેન્કમાં કેટલી પોસ્ટ છે

આ ભરતી અભિયાન દ્વારા આ બેન્કોમાં ઘણી બધી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. બેન્ક ઓફ ઈન્ડિયા - 885 પોસ્ટ, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા - 2,000 પોસ્ટ, કેનેરા બેન્ક - 750 પોસ્ટ, ઈન્ડિયન ઓવરસિઝ બેન્ક - 260 પોસ્ટ, પંજાબ નેશનલ બેન્ક - 200 પોસ્ટ, પંજાબ એન્ડ સિંધ બેન્ક - 360 પોસ્ટ.

પરીક્ષા ક્યારે યોજાશે

પ્રિલિમ ઓક્ટોબર મહિનામાં, મેન્સ નવેમ્બર મહિનામાં યોજાશે. તેનું પરિણામ ડિસેમ્બર 2024 અથવા જાન્યુઆરી 2025માં જાહેર કરવામાં આવશે. ઈન્ટરવ્યૂ જાન્યુઆરી/ફેબ્રુઆરી 2025માં થઈ શકે છે અને પરિણામ એપ્રિલ 2025માં જાહેર થઈ શકે છે. નિશ્ચિત તારીખો ટૂંક સમયમાં આવશે.

પગાર કેટલો મળશે

બેઝિક પે 36,000 રૂપિયા છે, બાકીના ભથ્થાં અને કપાતનો સમાવેશ કર્યા પછી ઉમેદવારોને દર મહિને આશરે 52 હજાર રૂપિયા ઇન હેન્ડ સેલેરી મળશે. અન્ય ભથ્થાઓ પણ આપવામાં આવે છે. અન્ય મહત્વપૂર્ણ વિગતો વિશે જાણવા માટે વેબસાઈટ પર આપવામાં આવેલી નોટિસ ચેક કરી લો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચારFake Ghee Factory in Surat | ઘી ખરીદતા પહેલા સાવધાન! સુરત જિલ્લામાંથી નકલી ઘીના રેકેટનો પર્દાફાશAravalli News: પોલીસ કર્મચારી નીકળ્યો બુટલેગર! કોન્સ્ટેબલના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
PAN Card Scam: ફર્જી મેસેજથી સાવધાન! શું છે પાનકાર્ડ સ્કેમ ? જાણો કઈ રીતે બચશો આ ફ્રોડથી  
PAN Card Scam: ફર્જી મેસેજથી સાવધાન! શું છે પાનકાર્ડ સ્કેમ ? જાણો કઈ રીતે બચશો આ ફ્રોડથી  
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Embed widget