Indian Navy Recruitment 2024: 12 પાસ યુવાઓ માટે ઇન્ડિયન નેવીમાં બહાર પડી ભરતી, કાલથી શરૂ થશે રજિસ્ટ્રેશન
Indian Navy Recruitment 2024: ભારતીય નૌકાદળમાં જોડાવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે મહત્વના સમાચાર છે
Indian Navy Recruitment 2024: ભારતીય નૌકાદળમાં જોડાવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે મહત્વના સમાચાર છે. ભારતીય નૌકાદળે SSR મેડિકલ આસિસ્ટન્ટ (SSR MEDICAL ASSISTANT 02/2024 BATCH) ની ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. સૂચના અનુસાર, આ ભરતી માટેની અરજી પ્રક્રિયા આવતીકાલે એટલે કે 7મી સપ્ટેમ્બરથી શરૂ થશે. જેની અંતિમ 17મી સપ્ટેમ્બર 2024 સુધી ચાલુ રહેશે. આ ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો આ નિયત તારીખોમાં સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in ની મુલાકાત લઈને અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
કોણ અરજી કરી શકે છે
આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે માન્ય બોર્ડમાંથી જીવવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર વિષયો સાથે 10+2 પાસ કરેલ હોવું આવશ્યક છે. ઉમેદવાર માટે દરેક વિષયમાં ઓછામાં ઓછા 40 ટકા માર્ક્સ હોવા ફરજિયાત છે. આ સિવાય ઉમેદવારનો જન્મ 01 નવેમ્બર 2003 થી 30 એપ્રિલ 2007 ની વચ્ચે થયો હોવો જોઈએ. આ ભરતીમાં માત્ર પુરૂષ અપરિણીત ઉમેદવારો જ ભાગ લઈ શકશે.
અરજી પ્રક્રિયા
આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે અને ભરતી સંબંધિત એપ્લિકેશન લિંક પર ક્લિક કરવું પડશે. આ પછી તમારે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને પછી અન્ય વિગતો ભરીને ફોર્મ ભરવું પડશે.
પસંદગી કેવી રીતે થશે?
આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોને તેમની યોગ્યતા મુજબ શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને આ ઉમેદવારોએ PFTમાં હાજર રહેવું પડશે. આ પછી ઉમેદવારોએ લેખિત પરીક્ષામાંથી પસાર થવું પડશે. અંતે મેડિકલ તપાસ કરવામાં આવશે. તમામ તબક્કામાં સફળ થયેલા ઉમેદવારોને અંતિમ મેરિટ લિસ્ટમાં સામેલ કરવામાં આવશે. ભરતી સંબંધિત વિગતવાર વિગતો માટે ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશન તપાસવી આવશ્યક છે.
GAIL Recruitment 2024: લાખો રૂપિયામાં જોઇએ છે પગાર તો આ ભરતી માટે કરો અરજી, આ છે અંતિમ તારીખ
Education Loan Information:
Calculate Education Loan EMI