શોધખોળ કરો
GAIL Recruitment 2024: લાખો રૂપિયામાં જોઇએ છે પગાર તો આ ભરતી માટે કરો અરજી, આ છે અંતિમ તારીખ
GAIL Recruitment 2024: GAIL India Limited એ નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેના માટે ઉમેદવારોએ તાત્કાલિક અરજી કરવી.
પ્રતિકાત્મક તસવીર
1/6

GAIL Recruitment 2024: GAIL India Limited એ નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેના માટે ઉમેદવારોએ તાત્કાલિક અરજી કરવી. જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. GAIL (India) Limited એ વિવિધ નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી હતી. જેના માટે હવે અરજી કરવાની છેલ્લી તારીખ ખૂબ નજીક છે. તમે ફક્ત 07 સપ્ટેમ્બર 2024 સુધી જ ઓનલાઈન અરજી કરી શકો છો, એટલે કે તમારી પાસે માત્ર 2 દિવસ બાકી છે.
2/6

આ ભરતી અભિયાન દ્વારા કુલ 391 જગ્યાઓ ભરવામાં આવશે. આ બિન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ છે જે અરજી કરનાર ઉમેદવારોએ ITI, ડિપ્લોમા, B.Sc, M.Com સાથે 10+2/મેટ્રિક પાસ કરેલ હોવા જોઈએ. અરજદારો પાસે જરૂરી અનુભવ હોવો આવશ્યક છે.
3/6

આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર પોસ્ટ અનુસાર અલગ રીતે નક્કી કરવામાં આવી છે. અરજદારોની મહત્તમ વય મર્યાદા 26થી 45 વર્ષ નક્કી કરવામાં આવી છે.
4/6

અરજી કરનાર ઉમેદવારોને 24 હજાર 500 રૂપિયાથી લઈને 1 લાખ 38 હજાર રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર આપવામાં આવશે.
5/6

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. અરજીની ફી 50 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
6/6

આ પોસ્ટ્સ પરના ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ટ્રેડ ટેસ્ટ અથવા કોમ્પ્યુટર પ્રોફિશિએન્સીના આધારે કરવામાં આવશે. ઉમેદવારો આ ભરતી માટે અધિકૃત સાઇટ gailonline.com પર જઈને અરજી કરી શકે છે.
Published at : 06 Sep 2024 11:48 AM (IST)
આગળ જુઓ





















