CUET-PG Results 2022: NTA આવતીકાલે જાહેર કરશે CUET-PG રિઝલ્ટ, આ રીતે કરો ચેક
Results 2022: નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આવતીકાલે સીયુઈટી-પીજી રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.
CUET-PG Results 2022: નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આવતીકાલે સીયુઈટી-પીજી રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. 26 સપ્ટેમ્બરે સાંજે 4 કલાકે પરિણામ જાહેર થશે તેમ યુજીસી ચેરમેન જગદીશ કુમારે જણાવ્યું છે.
National Testing Agency (NTA) will declare CUET-PG results on 26th September by 4 pm, required for post-graduate admissions in the participating universities: UGC Chairman M Jagadesh Kumar
— ANI (@ANI) September 25, 2022
(file photo) pic.twitter.com/dokW95Aqdo
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ / CUET PG ફાઇનલ આન્સર કી / CUET PG ફાઇનલ આન્સર કી બહાર પાડી છે. આન્સર કી આજે 24 સપ્ટેમ્બર, 2022 ના રોજ ઓનલાઈન મોડમાં રિલીઝ કરવામાં આવી છે. વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે આ વર્ષે આયોજિત CUET PG, 2022માં હાજર રહેલા તમામ ઉમેદવારો cuet.nta.nic.in પર નેશનલ ટેસ્ટિંગ એજન્સીની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પરીક્ષાની અંતિમ આન્સર કીઝ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.
આ તારીખે પરીક્ષા લેવામાં આવી હતી
CUET PGનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા સપ્ટેમ્બર 01, 2022 થી સપ્ટેમ્બર 12, 2022 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા દેશભરના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવી હતી. પરીક્ષાની વચગાળાની આન્સર કી 16 સપ્ટેમ્બર, 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. આન્સર કી પર વાંધો ઉઠાવવા માટે ઉમેદવારોને 18 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ઉમેદવારો દ્વારા નોંધાવવામાં આવેલા વાંધાઓની સમીક્ષા કર્યા બાદ અંતિમ આન્સર કી બહાર પાડવામાં આવી છે.
Education Loan Information:
Calculate Education Loan EMI