શોધખોળ કરો

NCERT Panel: હવે બાળકો ભણશે મહાભારત- રામાયણના પાઠ, NCERT પેનલે કરી ભલામણ

NCERT Panel:ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત શીખવવું મહત્વપૂર્ણ છે

NCERT Panel: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ સામાજિક વિજ્ઞાનના શાળા અભ્યાસક્રમમાં સંશોધિત કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. સમિતિએ પાઠ્ય પુસ્તકોમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોનો સમાવેશ કરવાની અને શાળાઓમાં વર્ગખંડોની દિવાલો પર બંધારણની પ્રસ્તાવના લખવાની ભલામણ કરી છે. સમિતિના અધ્યક્ષ સીઆઈ ઈસ્સાકે મંગળવારે (21 નવેમ્બર) આ માહિતી આપી હતી.

ઈસ્સાકે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત શીખવવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, "સમિતિએ સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો શીખવવા પર ભાર મૂક્યો છે. અમારું માનવું છે કે કિશોરાવસ્થા દરમિયાન વિદ્યાર્થીમાં આત્મસન્માન, દેશભક્તિ અને પોતાના રાષ્ટ્ર માટે ગૌરવનો વિકાસ થાય છે."

'વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો અભાવ'

ઈસ્સાકે કહ્યું કે દેશભક્તિના અભાવને કારણે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ દેશ છોડીને અન્ય દેશોની નાગરિકતા લે છે. તેથી તેમના માટે તેમના મૂળને સમજવું અને તેમના દેશ અને તેમની સંસ્કૃતિ માટે પ્રેમ કેળવવો મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે હાલમાં કેટલાક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓને રામાયણ શીખવે છે, પરંતુ તેઓ તેને એક દંતકથા તરીકે શીખવે છે. જો આ મહાકાવ્યો વિદ્યાર્થીઓને શીખવવામાં ન આવે તો શિક્ષણ પ્રણાલીનો ઉદેશ્ય નથી અને રાષ્ટ્રની સેવા થશે નહીં.

અગાઉ તેમણે કહ્યું હતું કે પેનલે ધોરણ 3 થી 12 સુધીના પાઠ્યપુસ્તકોમાં પ્રાચીન ઈતિહાસને બદલે 'શાસ્ત્રીય ઇતિહાસ'નો સમાવેશ કરવાની અને 'ઇન્ડિયા'નું નામ બદલીને 'ભારત' કરવાની ભલામણ પણ કરી હતી.

NSTC પુસ્તકોને અંતિમ સ્વરૂપ આપવા અંગે વિચારણા કરશે

ગયા વર્ષે રચાયેલી સાત સભ્યોની સમિતિએ સામાજિક વિજ્ઞાન અભ્યાસક્રમ માટે ઘણી ભલામણો કરી છે. આ ભલામણો નવા NCERT પુસ્તકો માટે મહત્વપૂર્ણ સૂચનાત્મક દસ્તાવેજો છે. વર્ગો માટેના અભ્યાસક્રમ, પુસ્તકો અને શીખવાની સામગ્રીને અંતિમ સ્વરૂપ આપવા માટે જૂલાઈમાં 19-સભ્યોની નેશનલ સિલેબસ એન્ડ ટીચિંગ લર્નિંગ મટિરિયલ કમિટી (NSTC) દ્વારા સમિતિની ભલામણો પર વિચારણા કરવામાં આવે તેવી શક્યતા છે.

આ મામલે NCERT એટલે કે રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની પેનલે આ બંને કથાઓને શાળાના પુસ્તકોમાં સામેલ કરવા ભલામણ કરી છે. શાળાના વિદ્યાર્થીઓને મહાભારત-રામાયણ ભણાવવા NCERTએ સોશિયલ સાયન્સના શાળા અભ્યાસક્રમમાં સુધારો કરવા એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. આ ઉપરાંત પેનલે સ્કૂલની દિવાલો પર બંધારણની પ્રસ્તાવના લખવાની પણ ભલામણ કરી છે. આ સમિતિના અધ્યક્ષ સી.આઈ. ઈસ્સાકે ભારપૂર્વક કહ્યું કે ધો.7થી 12ના વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત ભણાવવા જરૂરી છે. સમિતિએ સામાજિક વિજ્ઞાન અભ્યાસક્રમમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્ય ભણાવવા પર ભાર મૂક્યો છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
Embed widget