NEET 2022: NEET UG 2022 માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે તમે આ તારીખ સુધી કરી શકો છો અરજી
NEET 2022 માં 200 બહુવિધ પસંદગીના પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી એમ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવશે.
NEET 2022 Application Deadline Extended: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા અંડરગ્રેજ્યુએટ્સ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG 2022) માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. સૂચના અનુસાર, હવે ઉમેદવારો NEET 2022 માટે 15 મે સુધી અરજી કરી શકે છે. અગાઉ, અરજી કરવાની છેલ્લી તારીખ 6 મે નક્કી કરવામાં આવી હતી. જ્યારે પ્રવેશ પરીક્ષા 17 જુલાઇના રોજ લેવામાં આવનાર છે. ઉમેદવારો અધિકૃત સાઇટ neet.nta.nic.in પર ટેસ્ટ માટે અરજી કરી શકે છે.
માહિતી અનુસાર, આ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજોએ B.Sc નર્સિંગ કોર્સમાં પ્રવેશ માટે NEETનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. ડાયરેક્ટર જનરલ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસિસ દ્વારા એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે B.Sc નર્સિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે મહિલા ઉમેદવારોને પસંદ કરવા માટે NEET સ્કોર્સનો ઉપયોગ પણ કરવામાં આવશે.
આ કારણે NEET નું આયોજન કરવામાં આવે છે
NEET એ રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા છે જે વિદ્યાર્થીઓએ અંડરગ્રેજ્યુએટ મેડિસિન અને MBBS, BDS, આયુષ અભ્યાસક્રમો, BSc નર્સિંગ, BSc લાઇફ સાયન્સ અને વેટરનરી અભ્યાસક્રમો જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માટે પાસ કરવી પડે છે.
NEET 2022 માં 200 બહુવિધ પસંદગીના પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી એમ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવશે. દરેક વિષયમાંથી 50 પ્રશ્નો હશે જેને બે વિભાગ (A અને B)માં વિભાજિત કરવામાં આવશે. પરીક્ષાનો સમયગાળો 200 મિનિટ (3 કલાક 20 મિનિટ)નો રહેશે. પરીક્ષા બપોરે 2 થી 05:20 સુધી યોજાશે.
આ પણ વાંચોઃ
LIC IPO GMP: ગ્રે માર્કેટમાં LIC શેરના ભાવમાં ઉછાળો, 10 દિવસમાં 6 ગણો વધારો, જાણો લિસ્ટિંગ અંગેના સંકેતો કેવા છે?
SC on Vaccination: કોરોના સંકટ વચ્ચે SCની ટિપ્પણી, 'કોઈને રસી લેવા માટે મજબૂર કરી ન શકાય'
Education Loan Information:
Calculate Education Loan EMI