(Source: ECI/ABP News/ABP Majha)
7મું, 10મું પાસ ધોરણ માટે બહાર પડી સરકારી નોકરી, 1478 પદો માટે આ રીતે કરો અરજી....
ઝારખાંડ હૉમગાર્ડ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી કુલ 1478 પદ પર ભરતી કરવામાં આવશે. આમાંથી 638 પદો રૂરલ કેડરના અને 840 પદો અર્બન કેડરના છે.
Jharkhand Home Guard Recruitment 2023 Registration Begins: ઝારખંડ હૉમ ડિફેન્સ કૉર્પ્સ, ધનબાદે થોડાક સમય પહેલા હૉમગાર્ડની બમ્પર પદ પર ભરતી બહાર પાડી હતી, આના માટે અરજીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. રૂરલ અને અર્બન ક્ષેત્રના હૉમગાર્ડ પદો માટે ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવી રહી છે. તે કેન્ડિડેટ્સ જે વેકેન્સી માટે અરજી કરવા માંગે છે, તે ઓફિશિયલ વેબસાઇટ પર જઇને ફૉર્મ ભરી શકે છે. આવુ કરવા માટે ઝારખંડ હૉમ ડિફેન્સ કૉર્પ્સની ઓફિશિયલ વેબસાઇટ પર જવુ પડશે, આનુ એડ્રેસ છે – dhanbad.nic.in.
આટલા પદો ભરવામાં આવશે -
ઝારખાંડ હૉમગાર્ડ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી કુલ 1478 પદ પર ભરતી કરવામાં આવશે. આમાંથી 638 પદો રૂરલ કેડરના અને 840 પદો અર્બન કેડરના છે. એ પણ જાણી લો કે આ પદો પર એપ્લાય કરવાની છેલ્લી તારીખ 17 માર્ચ, 2023 છે.
અરજી કરવાની લાયકાત -
આ પદો પર એપ્લાય કરવા માટે શૈક્ષણિક યોગ્યતા એરિયના હિસાબથી અલગ છે. તે કેન્ડિડેટ્સ જે રૂરલ એરિયા માટે એપ્લાય કરવા માંગે છે, તેઓ સાતમુ ધોરણ પાસ હોવુ જરૂરી છે, જ્યારે જે કેન્ડિડેટ્સ અર્બન એરિયા દ્વારા એપ્લાય કરવા માંગે છે, તેઓ 10મુ ધોરણ પાસ હોવુ જરૂરી છે. જો ઉંમર મર્યાદાની વાત કરીએ તો આ વેકેન્સી માટે 19 થી 40 વર્ષ સુધીના કેન્ડિડેટ્સ એપ્લાય કરી શકે છે.
આ રીતે થશે સિલેક્શન -
ઝારખંડ હૉમગાર્ડના આ પદો પર કેન્ડિડેટ્સનું સિલેક્શન ફિઝિકલ ટેસ્ટ્સ હિન્દી એક્ઝામ અને ટેકનિકલ એક્ઝામના માધ્યમથી થશે. ડિટેલ નૉટિસમાં જોઇ શકો છો.
અરજી ફી -
આ પદો પર એપ્લાય કરવા માટે કેન્ડિડેટ્સને 100 રૂપિય અરજી ફી આપવી પડશે.
આ રીતે કરો એપ્લાય -
- અરજી કરવા માટે સૌથી પહેલા અધિકારિક વેબસાઇટ પર જાઓ, એટલે કે dhanbad.nic.in પર.
- અહીં Notices – Recruitment માં જાઓ.
- હવે Apply Online Link for Home Guards (Rural & Urban) પર ક્લિક કરો.
- રજિસ્ટર કરો અને પ્રૉફાઇનલ બનાવો અને મનગમતી પૉસ્ટ માટે એપ્લાય કરો.
- એપ્લિકેશન ફૉર્મ ભરો અને ડૉક્યૂમેન્ટ્સ અપલૉડ કરો.
- ફી ભરો અને એપ્લિકેશન સબમીટ કરી દો.
- ફૉર્મ ડાઉનલૉડ કરી લો અને પ્રિન્ટ આઉટ કાઢી લો.
ઉલ્લેખનીય છે કે,આ ઉપરાંત પણ કેન્દ્ર અને જુદાજુદા રાજ્યોમાં સરકારો દ્વારા વિવિધ વિભાગોમાં સરકારી નોકરીઓ માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેના માટે પણ શિક્ષિત ઉમેદવાર ઓનલાઇન અરજી કરી શકે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI