શોધખોળ કરો

RRB JE Recruitment 2024: રેલવેમાં આટલા હજાર પદો માટે શરૂ થઇ અરજી, 44000 રૂપિયા મળશે પગાર

RRB JE Recruitment 2024: રેલવે ભરતી બોર્ડે જૂનિયર એન્જિનિયરની 7951 જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે

RRB JE Recruitment 2024:  રેલવે ભરતી બોર્ડે જૂનિયર એન્જિનિયરની 7951 જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ માટેની રજિસ્ટ્રેશન લિંક 30 જૂલાઇ મંગળવારના રોજ ઓપન થઇ ગઇ છે. જે ઉમેદવારો અરજી કરવા માટે જરૂરી પાત્રતા ધરાવતા હોય તેઓ નિયત ફોર્મેટમાં ફોર્મ ભરી શકે છે. આ માટે તેમણે તેમના રાજ્યની RRB વેબસાઇટ પર જવું પડશે.

આ જગ્યાઓ માટેની અરજીની શરૂઆત 30મી જૂલાઈથી થઇ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 29મી ઓગસ્ટ 2024 છે. આ સમય મર્યાદામાં નિયત ફોર્મેટમાં અરજી કરો. ઉમેદવારો સમયસર તેમની અરજીમાં સુધારો પણ કરી શકે છે. આ માટે નક્કી કરાયેલી તારીખ 30 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 2024 વચ્ચે છે.

ખાલી જગ્યાની વિગતો

આ ભરતી અભિયાન દ્વારા કુલ 7951 જગ્યાઓ પર લાયક ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. તેમાંથી 7934 જગ્યાઓ જૂનિયર ઈજનેર, ડેપો મટીરીયલ સુપરિન્ટેન્ડેન્ટ અને કેમિકલ એન્ડ મેટાલર્જિકલ આસિસ્ટન્ટની છે. બાકીની 17 જગ્યાઓ કેમિકલ સુપરવાઈઝર/રિસર્ચ એન્ડ મેટાલર્જિકલ સુપરવાઈઝર/રિસર્ચ માટે છે. આ પોસ્ટ્સ માત્ર આરએબી ગોરખપુર માટે છે.

અરજી કરવા અથવા આ પોસ્ટ્સની વિગતો જાણવા માટે ઉમેદવારો આ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે - rrbcdg.gov.in. આ સિવાય પરીક્ષા હેલ્પડેસ્ક નંબર છે – 0172 – 2730093.

કોણ અરજી કરી શકે છે

અરજી કરવા માટેની પાત્રતાના માપદંડ પોસ્ટ પ્રમાણે બદલાય છે. ઉદાહરણ તરીકે જૂનિયર એન્જિનિયર અને ડેપો મટિરિયલ સુપરિન્ટેન્ડન્ટની પોસ્ટ માટે સંબંધિત ટ્રેડમાં BE અથવા B.Tech ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. કેમિકલ અને મેટાલર્જિકલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર સાથે B.Sc કર્યું છે તેઓ અરજી કરી શકે છે.

વય મર્યાદા 18 થી 33 વર્ષ છે. અનામત વર્ગને સરકારી નિયમો મુજબ વયમાં છૂટછાટ મળશે. વિગતો વેબસાઈટ પરથી જોઈ શકાશે.

અરજીની ફી કેટલી છે

આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોએ 500 રૂપિયા ફી ચૂકવવી પડશે. SC, ST, લઘુમતીઓ માટે ફી 250 રૂપિયા છે. એક્સ-સર્વિસમેન, પીએચ, મહિલા અને ટ્રાન્સજેન્ડર માટે ફી 250 રૂપિયા છે.

પસંદગી કેવી રીતે થશે?

આ પોસ્ટ્સ પર પસંદગી ચાર તબક્કાની પરીક્ષા પાસ કર્યા પછી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં એટલે કે CBT I અને CBT II માં લેખિત પરીક્ષા લેવામાં આવશે. પ્રથમ તબક્કામાંથી પસાર થનાર જ આગળના તબક્કામાં જશે. બીજો તબક્કો પસાર કર્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે જેને સ્ટેજ III કહેવામાં આવશે અને ચોથા સ્ટેજમાં મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે.

તમને કેટલો પગાર મળશે?

પગાર પણ પોસ્ટ પ્રમાણે છે. ઉદાહરણ તરીકે JE, ડેપો મટિરિયલ સુપરિન્ટેન્ડન્ટ, કેમિકલ અને મેટાલર્જિકલ આસિસ્ટન્ટ લેવલ 6 ની પોસ્ટ માટેનો પગાર 35,400 રૂપિયા છે. કેમિકલ સુપરવાઈઝર, રિસર્ચ અને મેટાલર્જિકલ સુપરવાઈઝરની પોસ્ટ માટે પગાર 44,900 રૂપિયા છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
Embed widget