ICAI: આઈસીએઆઈ અમદાવાદના આઈકોનિક ભવનનો શિલાન્યાસ થયો
અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં બનશે આઈસીએઆઈનું નવું ભવન.
ICAI: ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ના ચાણક્યપુરી વિસ્તારમાં બનનારા આઈકોનિક સીએ ભવનનો શિલાન્યાસ સમારોહ આજરોજ યોજાયો હતો. આઈસીએઆઈના નેશનલ પ્રેસિન્ડેન્ટ સીએ (ડો.) દેબાશીસ મિત્રા, વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટી નવા બિલ્ડીંગની ઈન્ફ્રાસ્ટ્રકચર કમિટીના ચેરપર્સન અને સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરુષોત્તમ ખંડેલવાલ આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચના ચેરપર્સન સીએ બીશન શાહના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
આઈકોનિક સીએ ભવનના શિલાન્યસ સમારોહમાં ઉપસ્થિત રહેલા આઈસીએઆઈના નેશનલ પ્રેસિડેન્ટ સીએ (ડો.) દેબાશિસ મિત્રાએ જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે નિર્માણ થઈ રહેલા આઈસીએઆઇના નવા બિલ્ડિંગના શિલાન્યાસ પૂજનમાં સામેલ થવા બદલ હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. સમયની જરૂરિયાત પ્રમાણે અમદાવાદમાં આઈસીએઆઈનું આઈકોનિક બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે. આઈસીએઆઈની કુલ 167 બ્રાન્ચ પૈકી અમદાવાદ બ્રાન્ચ બીજા નંબરની બ્રાન્ચ છે. દેશમાં કુલ 3,75,000 સીએ છે જ્યારે આઠ લાખથી વધારે વિદ્યાર્થીઓ છે. અમદાવાદ બ્રાન્ચમાં કુલ 14,000 મેમ્બર છે. અમને એ વાતની ખુશી છે કે સીએના વ્યવસાયમાં હવે મહિલાઓની સંખ્યા વધી રહી છે. દેશના કુલ સીએમાં 29 ટકા મહિલા સીએ છે.
આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચના નવા ભવનના શિલાન્યાસ સમારંભમાં ઉપસ્થિત રહેલા આઈસીએઆઈના નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે ચાણયક્યપુરી ખાતે નિમાર્ણ થઈ રહેલું નવું ભવન આઈકોનિક સીએ ભવન હશે. 5000 વારમાં કુલ 1,50,000 સ્કેવર ફૂટ બાંધકામ થશે. તેમાં શિક્ષણ, તાલીમ અને સંશોધન સાથેના સતત નોલેજ અપડેશન પૂરા પાડવામાં આવશે. આ ભવનમાં રિસર્ચ સેન્ટર બનશે, જેમાં પ્રેકટિસ કેસ સ્ટટીઝ તૈયાર કરવામાં આવશે, જે વિશ્વનાં કોમર્સ અને મેનેજમેન્ટ સ્ટુડન્ટસને અત્યંત ઉપયોગી સાબિત થશે. આઈસીએઆઈ અમદાવાદ ભવન આર્ટિફીશીયલ ઈન્ટેલિજન્સ, બ્લોક ચેઈન તકનીક, સાયબર સિક્યુરીટી અને ડેટાએનાલિસીસ જેવા ક્ષેત્ર માટે કારગર સીએ તૈયાર કરવાની નેમ ધરાવે છે.
ચાણક્યપુરી ખાતે નિર્માણ થઈ રહેલા આઈકોનિક આઈસીએઆઈ ભવનની ઈન્ફ્રાસ્ટ્રકચર કમિટીના ચેરપર્સન અને સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરુષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે આઈસીએઆઈ ભવનમાં 500 મેમ્બર બેસી શકે તેવો સેમિનાર હોલ બનશે, આખુ ભવન ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ હેઠળ પર્યાવરણને કોઈપણ જાતનું નુકશાન ન પહોંચે તેવી તકનીકથી નિર્માણ પામશે. આઈસીએઆઈ ભવન કુલ રૂ. 48 કરોડના ખર્ચે આ વર્ષના અંત સુધીમાં નિર્માણ કરી દેવાનું અત્યારે અમારુ આયોજન છે. આઈકોનિક આઈસીએઆઈ ભવનમાં કુલ 10 કલાસરૂમ હશે, જેમાં 645 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. 3 આઈટી લેબમાં 165 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જ્યારે વિશ્વકક્ષાની અદ્યતન ઈ-લાયબ્રેરી તેમજ રીડીંગ રૂમમાં 100 વિદ્યાર્થીઓ બેસી તેમના અભ્સાક્રમનું વાંચન કરી શકશે. આ આખા બિલ્ડીંગને સોલર પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવશે.
આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બીશન શાહે જણાવ્યું હતું કે આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચનું નવું આઈકોનીક ભવન રાજ્યના સામાજીક-આર્થિક ઉત્થાન માટે ઉદ્દીપક બની રહેશે. આઈસીએઆઈમાં કોઇપણ વિદ્યાર્થી સામાન્ય ફી ભરી ઉત્તમ શિક્ષણ આ નવા નિર્માણ પામતાં ભવનમાં લઈ શકે તેવી તમામ અત્યાધુનિક ટેકનોલોજી આ બિલ્ડિંગમાં ઉપલબ્ધ કરાવવાનો અમારો મુખ્ય ધ્યેય છે. આ નવા ભવનમાં વિદ્યાર્થીઓને પડતી તકલીફોનું ધ્યાન રાખીને તેના નિવારણ માટે તેમની જરૂરિયાત પ્રમાણે સુવિધા ઊભી કરવામાં આવશે. આ નવા આઈકોનિક ભવનમાં પહેલાં કરતાં ત્રણ ગણાં વિદ્યાર્થીઓ વિશ્વ કક્ષાનું ઉત્તમ શિક્ષણ ભણી શકશે.
આ શિલાન્યાસ સમારોહમાં આરસીએમ સીએ ચિંતન પટેલ, હિતેશ પોમલ, વાઈસ ચેરપર્સન સીએ (ડો.) અંજલી ચોક્સી, સેક્રેટરી સીએ નીરવ અગ્રવાલ, ટ્રેઝરર સીએ સમીર ચૌધરી, સીએ સુનીલ સંઘવી, સીએ અભિનવ માલવિયા સહિત કમિટીના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
Education Loan Information:
Calculate Education Loan EMI