SSC CGL 2025: સરકારી નોકરીઓની તૈયારી કરતા યુવાનો માટે સુવર્ણ તક, 14,582 જગ્યાઓ માટે બહાર પાડી ભરતી
જો તમે કેન્દ્ર સરકારમાં કામ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો તમારા માટે એક મોટા સમાચાર છે

જો તમે કેન્દ્ર સરકારમાં કામ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા (SSC CGL 2025) માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ વખતે કમિશને 14,582 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને રસ ધરાવતા ઉમેદવારો SSC ની સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પર જઈને અરજી કરી શકે છે.
અરજી પ્રક્રિયા 9 જૂન 2025થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 4 જૂલાઈ 2025 નક્કી કરવામાં આવી છે. અરજી કરનારા ઉમેદવારોએ 5 જુલાઈ સુધીમાં ફી ચૂકવવાની રહેશે. જો કોઈને અરજીમાં કોઈ ભૂલ સુધારવાની હોય તો 9 થી 11 જૂલાઈ વચ્ચે તેને સુધારવાની તક મળશે.
વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે
આ ભરતી પ્રક્રિયા હેઠળ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં ગ્રુપ 'B' અને ગ્રુપ 'C' જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવશે. ગ્રુપ B માં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર, સેન્ટ્રલ એક્સાઇઝ ઇન્સ્પેક્ટર, નાર્કોટિક્સ ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટર, રિસર્ચ આસિસ્ટન્ટ, પોસ્ટલ ઇન્સ્પેક્ટર જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે. ઓડિટર, ટેક્સ આસિસ્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ, અપર ડિવિઝનલ ક્લાર્ક જેવી જગ્યાઓ માટે ગ્રુપ C માં ભરતી કરવામાં આવશે.
વય મર્યાદા શું છે?
આ જગ્યાઓ માટે વય મર્યાદા 18 થી 27 વર્ષ, 18 થી 30 વર્ષ અથવા 20 થી 30 વર્ષ જેવી જગ્યાઓ અનુસાર અલગ અલગ રીતે નક્કી કરવામાં આવી છે. ઉંમર 1 ઓગસ્ટ 2025ના આધારે ગણવામાં આવશે. અનામત શ્રેણીના ઉમેદવારોને નિયમો મુજબ ઉંમરમાં છૂટ આપવામાં આવશે.
આટલી અરજી ફી ચૂકવવાની રહેશે
અરજી ફી વિશે વાત કરીએ તો જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે મહિલાઓ, SC/ST શ્રેણી, PWD અને ભૂતપૂર્વ સૈનિકોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. પસંદગી પ્રક્રિયામાં બે તબક્કાની કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) હશે, ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે. ટિયર-1 અને ટિયર-2 બંને પરીક્ષાઓ ઓબ્જેક્ટિવ પ્રકારની હશે.
પરીક્ષા ક્યારે યોજાશે?
SSC CGL ટિયર-1 પરીક્ષા 13 થી 30 ઓગસ્ટ 2025 દરમિયાન લેવામાં આવશે. આ પછી ટિયર-2 પરીક્ષા ડિસેમ્બર 2025માં યોજવાનો પ્રસ્તાવ છે. એટલે કે, ઉમેદવારો પાસે તૈયારી કરવા માટે પૂરતો સમય છે.
Education Loan Information:
Calculate Education Loan EMI





















