શોધખોળ કરો

UGC એ JRF, SRF સહિતની ફેલોશિપમાં મળતા પૈસામાં કર્યો વધારો, જાણો હવે કેટલા પૈસા આપવામાં આવશે?

કમિશને જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને, 20 સપ્ટેમ્બર, 2023ના રોજ યોજાયેલી તેની 572મી બેઠકમાં, UGC ફેલોશિપ સ્કીમ હેઠળ ઘણી ફેલોશિપની રકમમાં સુધારો કર્યો છે

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને વિવિધ ફેલોશિપ સ્કીમ હેઠળ મળતી રકમમાં મોટો ફેરફાર કર્યો છે. કમિશને આ રકમમાં સુધારો કર્યો છે અને વિદ્યાર્થીઓને આપવામાં આવતી રકમમાં વધારો કર્યો છે. 20 સપ્ટેમ્બરે મળેલી કમિશનની 572મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આયોગે ફેલોશિપ યોજનામાં સુધારો કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. આ બદલાયેલ ફેલોશિપ સ્ટાઈપેન્ડ 1 જાન્યુઆરી, 2024 થી લાગુ થશે. આ અંગે યુજીસીનું કહેવું છે કે આ વધેલી રકમનો લાભ માત્ર વર્તમાન ઉમેદવારોને જ મળશે. કમિશને આ અંગે નોટિસ પણ જારી કરી છે.

નોટિસમાં, કમિશને જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને, 20 સપ્ટેમ્બર, 2023ના રોજ યોજાયેલી તેની 572મી બેઠકમાં, UGC ફેલોશિપ સ્કીમ હેઠળ ઘણી ફેલોશિપની રકમમાં સુધારો કર્યો છે અને તેને મંજૂરી આપી છે. હવે ઉમેદવારોને વધેલી રકમનો લાભ મળશે

જુઓ રકમમાં કેટલો વધારો કરવામાં આવ્યો

- જુનિયર રિસર્ચ ફેલોશિપ એટલે કે JRFની રકમ 2 વર્ષ સુધી 31 હજાર રૂપિયા પ્રતિ માસથી વધારીને 37 હજાર રૂપિયા કરવામાં આવી છે. તે જ સમયે, સિનિયર રિસર્ચ ફેલોશિપ અથવા SRFની રકમ 35 હજાર રૂપિયા પ્રતિ મહિને વધારીને 42 હજાર રૂપિયા કરવામાં આવી છે.

- સિંગલ ગર્લ ચાઈલ્ડ માટે સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફૂલે ફેલોશિપની રકમ JRF માટે 31 હજાર રૂપિયાથી વધારીને 2 વર્ષ માટે 37 હજાર રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે. તે જ સમયે, SRFની રકમ 35 હજાર રૂપિયાથી વધારીને 42 હજાર રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે.

- ડીએસ કોઠારી પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપમાં ઉચ્ચ પોસ્ટ ડોક્ટરલ શિષ્યવૃત્તિ 54,000 રૂપિયાથી વધારીને 67,000 રૂપિયા કરવામાં આવી છે. સાથે જ પોસ્ટડોક્ટરલ ફેલોશિપની રકમ એક વર્ષ માટે રૂ. 47,000 થી વધારીને રૂ 58,000 અને બે વર્ષ માટે રૂ. 49,000 થી વધારીને રૂ. 61,000 કરવામાં આવી છે. તે જ સમયે, તેને 3 વર્ષ માટે 54000 રૂપિયાથી વધારીને 67000 રૂપિયા કરવામાં આવી છે.

- મહિલાઓ માટે પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપની રકમ 47000 રૂપિયાથી વધારીને 58000 રૂપિયા કરવામાં આવી છે.

-SC, ST માટે પીડીએફની રકમ 49,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 61000 રૂપિયા કરવામાં આવી છે.

- એસ રાધાકૃષ્ણન પીડીએફ રકમ 54,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 67000 રૂપિયા કરવામાં આવી છે.

સુધારેલી ફેલોશિપ રકમ 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે. યુજીસીએ કહ્યું કે ફેલોશિપના વધેલા દરો માત્ર હાલના લાભાર્થીઓ માટે જ લાગુ થશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાંફાં: સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો
ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાંફાં: સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો
Success Story: માતા-પુત્રનો કમાલ, ખાવાની ટિકરી વેચીને ઉભો કરી દીધો 15 કરોડનો બિઝનેસ
Success Story: માતા-પુત્રનો કમાલ, ખાવાની ટિકરી વેચીને ઉભો કરી દીધો 15 કરોડનો બિઝનેસ
શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: ધોરણ-1 માં પ્રવેશ માટે હવે આ સર્ટિફિકેટ રજૂ કરવું નહીં પડે
શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: ધોરણ-1 માં પ્રવેશ માટે હવે આ સર્ટિફિકેટ રજૂ કરવું નહીં પડે
CAT 2026 Exam: CAT 2026 માટે 3 ઓગસ્ટથી શરૂ થશે રજિસ્ટ્રેશન, 29 નવેમ્બરના રોજ પરીક્ષા લેવાશે
CAT 2026 Exam: CAT 2026 માટે 3 ઓગસ્ટથી શરૂ થશે રજિસ્ટ્રેશન, 29 નવેમ્બરના રોજ પરીક્ષા લેવાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget