શોધખોળ કરો
Advertisement
21 સપ્ટેમ્બરથી શાળા-કલેજો શરૂ પણ ક્યાં લોકોને શાળા-કોલેજમાં નહીં આવવા દેવાય ?
કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે, ક્વોરન્ટિન ઝોનમાંથી વિદ્યાર્થી, શિક્ષક અથવા કર્મચારીઓ શાળા નહીં આવી શકે.
નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ના વર્ગો માટે શાળાઓ શૂ કરવાની મંજૂરી આપી છે. આ માટે કેન્દ્ર સરકારે બહુ આકરા નિયમો બનાવ્યા છે. આ નિયમો પ્રમાણે દરેક વ્યક્તિને સ્કૂલે આવવાની પરવાનગી નહીં મળે, જે વિસ્તારો હજુ કન્ટેઈનમેન્ટ ઝોન છે તે વિસ્તારમાંથી લોકો શાળાએ નબીં આવી શકે.
કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે, ક્વોરન્ટિન ઝોનમાંથી વિદ્યાર્થી, શિક્ષક અથવા કર્મચારીઓ શાળા નહીં આવી શકે. આ ઉપરાંત સિમ્પ્ટોમેટિક વિદ્યાર્થીઓને શાળામાં આવવાની મંજૂરી નહીં અપાય.જો વિદ્યાર્થી, શિક્ષક કે કર્મચારી બિમાર હશે તો તેમને કોઈ પણ સંજોગોમાં શાળાએ બોલાવી શકાશે નહીં.
આ ઉપરાંત વિદ્યાર્થી, શિક્ષક અથવા કર્મચારીઓમાં કોરોનાનનાં લક્ષણ મળવાના સંજોગોમાં શુ કરવું તે અંગે પણ નિયમો જાહેર કરાયા છે. આ નિયમો પ્રમાણે જેમનામાં લક્ષણ હોય તેમને તાત્કાલિક આઈસોલેટ કરવામાં આવશે અને ત્યાં જવાની અન્ય કોઈ વ્યક્તિને પરવાનગી આપવામાં આવશે નહી. માતા-પિતાને આ અંગે જાણ કરવામાં આવે અને જ્યાં સુધી ડોક્ટર તેનું પરીક્ષણ ન કરે ત્યાં સુધી તેને ફેસ કવર પહેરવા કહેવામાં આવશે. દરમિયાનમાં તાત્કાલિક નજીકની હોસ્પિટલ અથવા સ્ટેટ હેલ્પલાઈનનો સંપર્ક કરવામાં આવશે અને સંપૂર્ણ પરિસરને ફરીથી ડિસઈન્ફેક્ટેડ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ કે શિક્ષક કોઈને માનસિક તણાવ કે માનસિક બિમારી સાથે જોડાયેલા હોય તો તેમના માટે નિયમિત કાઉન્સિલિંગ થશે.
Education Loan Information:
Calculate Education Loan EMI
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement