UPSC Recruitment 2024: 1 લાખ 40 હજાર પગાર મળશે આજે જ આ ભરતી માટે કરો અરજી, પરીક્ષા વગર થશે પસંદગી
જો તમે સરકારી નોકરીની તૈયારીઓ કરી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. સંઘ લોક સેવા આયોગ (UPSC)એ એક સૂચના જાહેર કરી ઘણા પદો પર ભરતી કરવાનો નિર્ણય લીધો છે.
![UPSC Recruitment 2024: 1 લાખ 40 હજાર પગાર મળશે આજે જ આ ભરતી માટે કરો અરજી, પરીક્ષા વગર થશે પસંદગી UPSC Recruitment 2024 apply for various posts at upsconline nic in salary 142400 sarkari naukri UPSC Recruitment 2024: 1 લાખ 40 હજાર પગાર મળશે આજે જ આ ભરતી માટે કરો અરજી, પરીક્ષા વગર થશે પસંદગી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/08/275b09c9b99e12310d9ca087539e32db171515741173077_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
UPSC Jobs 2024: જો તમે સરકારી નોકરીની તૈયારીઓ કરી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. સંઘ લોક સેવા આયોગ (UPSC)એ એક સૂચના જાહેર કરી ઘણા પદો પર ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જે અનુસાર યૂપીએસસીના ઘણા પદો પર ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે
યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારો આધિકારીક વેબસાઈટ upsconline.nic.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 31મે 2024 રાખવામાં આવી છે. ઉમેદવારો કેટલા પોસ્ટ પર ભરતી છે અને સેલેરી કેટલી મળશે તે નીચે જાણી શકે છે. આ સિવાય ઉમેદવાર નીચે જણાવવામાં આવેલા સ્ટેપ મુજબ આ ભરતી પ્રક્રિયા માટે અરજી કરી શકે છે.
સંઘ લોક સેવા આયોગ (UPSC) આ ભરતીના માધ્યમથી કૂલ 83 પદ પર ભરતી કરશે. તેમાં માર્કેટિંગ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનર, આસિસ્ટન્ટ રિચર્ચ ઓફિસરના પદ સામેલ છે. આ પદ માટે અરજી કરવા માટેની યોગ્યતા અલગ-અલગ નક્કી કરવામાં આવી છે.
UPSC Jobs 2024: જરુરી શૈક્ષણિક લાયકાત
આ અભિયાન હેઠળ કૃષિ મંત્રાલયમાં આસિસ્ટન્ટ કમિશનરના પદ માટે અરજી કરનાર ઉમેદવારો પાસે કૃષિ/કૃષિ ઈકોનોમિક્સ/ ઈકોનોમિક્સ/ કોર્મસ વિષયમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. અરજી કરનાર પાસે 5 વર્ષનો અનુભવ પણ હોવો જરુરી છે. જ્યારે આવેદન કરનારની ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
જ્યારે, ટેસ્ટ એન્જિનિયરની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર કૃષિ એન્જિનિયરિંગ પાસ હોવો જોઈએ. અરજી કરનાર ઉમેદવાર પાસે 3 વર્ષનો અનુભવ હોવો જરુરી છે. આ સિવાય માર્કેટિંગ ઓફિસર માટે અરજી કરવા માટે ઉમેદવાર કૃષિમાં માસ્ટર હોવો જરૂરી છે.
UPSC Jobs 2024: કેટલો પગાર મળશે
સંઘ લોક સેવા આયોગ (UPSC) ની તરફથી અધિસૂચના અનુસાર પસંદગી પામેલા ઉમેદવારોને સ્તર 13A પગાર મેટ્રિક્સ મુજબ 44 હજાર 900 થી લઈને 1 લા 42 હજાર 400 રુપિયા સુધીનો પગાર મળશે.
UPSC Jobs 2024: કઈ રીતે થશે પસંદગી
આ પદ પર ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં ઉમેદવારને અરજીમાં આપવામાં આવેલી માહિતીના આધારે પ્રશ્નો અને જવાબો પૂછવામાં આવશે. વધુ વિગતો માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.
UPSC Jobs 2024: કઈ રીતે અરજી કરશો
સ્ટેપ 1: સૌથી પહેલા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ upsconline.nic.in પર જવાનું રહેશે.
સ્ટેપ 2: બાદમાં ઉમેદવારોએ હોમપેજ પર વિવિધ ભરતી પોસ્ટ્સ માટે ઑનલાઇન ભરતી અરજી પર જવાનું છે.
સ્ટેપ 3: બાદમાં ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
સ્ટેપ 4: હવે ઉમેદવારો જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે.
સ્ટેપ 5: બાદમાં ઉમેદવારો જરૂરી ડોક્યૂમેન્ટ અપલોડ કરવાના રહેશે.
સ્ટેપ 6: પછી ઉમેદવારોએ અરજીની ફી ચૂકવવાની છે અને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
સ્ટેપ 7: બાદમાં ઉમેદવારોએ પ્રિન્ટ આઉટ લેવાની રહેશે.
Education Loan Information:
Calculate Education Loan EMI
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)