Andhra Pradesh Assembly Election Result: આંધ્રપ્રદેશમાં TDP બનાવી શકે છે સરકાર, જગનમોહન રેડ્ડીની કારમી હાર
Andhra Pradesh Assembly Election Result: આજે એટલે કે 4 જૂને લોકસભા ચૂંટણી 2024ની સાથે આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો પણ જાહેર કરવામાં આવી રહ્યા છે
Andhra Pradesh Assembly Election Result: આજે એટલે કે 4 જૂને લોકસભા ચૂંટણી 2024ની સાથે આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં 175 વિધાનસભા બેઠકો પરના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે. પ્રારંભિક વલણો અનુસાર, ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવે તેવી શક્યતા છે. ટીડીપી 130 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે જગનની પાર્ટી YSRCPને 18 બેઠકો પર આગળ ચાલી રહી છે. આંકડાઓ અનુસાર, ભાજપ સાત બેઠકો પર આગળ છે. જ્યારે અન્ય 20 બેઠકો પર આગળ છે. કોગ્રેસનુ હજુ સુધી ખાતુ ખુલ્યું નથી. આંધ્ર પ્રદેશમાં ટીડીપી 130 સીટો પર આગળ છે. જ્યારે YSRCP 18 બેઠકો પર આગળ છે. ભાજપ 7 સીટો પર આગળ છે.
As per initial trends by ECI, TDP crossed the majority mark; leading on 127 seats in the Andhra Pradesh Assembly elections.
— ANI (@ANI) June 4, 2024
YSRCP leading on 21 seats, Jana Sena Party leading on 20 seats, BJP leading on 7 seats.
The majority mark in Andhra Pradesh Legislative Assembly is 88. pic.twitter.com/8z7BXjLs6z
ઓડિશામાં પણ ભાજપ સૌથી મોટો પક્ષ બનશે
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આજે આવવાના છે. આ સાથે ઓડિશા વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આવશે. આ રાજ્યમાં ભાજપ અને એનડીએ માટે સારા સમાચાર આવી શકે છે. ઓડિશામાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણોમાં ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો છે.
પ્રારંભિક વલણોમાં ભાજપ આગળ છે. તેમના ખાતામાં 65 બેઠકો આવી છે. તે જ સમયે બીજેડી પણ 44 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસને 12 બેઠકો મળી છે. માત્ર ચાર અન્ય બેઠકો મળી છે. ઓડિશામાં સરકાર બનાવવા માટે 74 બેઠકોની જરૂર છે.
નવીન પટનાયક 2024ની ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બીજેડી તરફથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે બીજી તરફ, ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના આધારે કોઈપણ પ્રાદેશિક ચહેરા વિના આ ચૂંટણી લડી હતી. ઓડિશા વિધાનસભાની 147 બેઠકો અને લોકસભાની 21 બેઠકો માટે 13 મેથી 1 જૂન સુધી ચાર તબક્કામાં મતદાન થયું હતું. ઓડિશામાં ભાજપને લોકસભા અને વિધાનસભા બંનેમાં મોટો ફાયદો થતો જોવા મળી રહ્યો છે.