Arunachal Pradesh Election Result 2024 Live: અરૂણાચલ પ્રદેશમાં ભાજપે બહુમતનો આંકડો કર્યો પાર, સતત બીજી વખત સરકાર બનાવવા તૈયાર
Arunachal Pradesh Election Results Live Updates: અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની 60 બેઠકો છે. અહીં બહુમત માટે 31 સીટોની જરૂર છે. ભાજપે 10 બેઠકો પર બિનહરીફ જીત મેળવી છે.
LIVE
Background
Arunachal Pradesh Election Results Live Updates: અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન 19 એપ્રિલે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. અરુણાચલ પ્રદેશમાં એવા સમયે મતગણતરી થઈ રહી છે જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો બે દિવસમાં આવવાના છે. રાજ્યમાં લોકસભાની બે બેઠકો માટે મતગણતરી મંગળવારે (2 જૂન) થશે.
અગાઉ અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી 4 જૂને થવાની હતી, પરંતુ ત્યાર બાદ તારીખો બદલવામાં આવી હતી કારણ કે સરકારનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો હતો. ચૂંટણી પંચે કહ્યું હતું કે મતોની ગણતરી 2 જૂને કરવામાં આવશે, જેથી વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધીમાં પરિણામો જાહેર કરી શકાય. અરુણાચલ પ્રદેશની સાથે સિક્કિમમાં પણ આજે મતગણતરી ચાલી રહી છે.
અરુણાચલ પ્રદેશ વિધાનસભામાં 60 બેઠકો છે, પરંતુ માત્ર 50 બેઠકો પર જ મતદાન થયું હતું. તેનું કારણ એ છે કે અહીંની 10 વિધાનસભા બેઠકો પર ભાજપે બિનહરીફ ચૂંટણી જીતી છે. જે 10 સીટો પર ભાજપનો ઝંડો લહેરાયો છે તેમાંથી બે સીટો મુખ્યમંત્રી પેમા ખાંડુ અને ડેપ્યુટી સીએમ ચૌના મેની પણ હતી. અરુણાચલમાં પહેલાથી જ બીજેપીની સરકાર છે અને તેને વિશ્વાસ છે કે આજની મતગણતરી બાદ તે ફરી એક વખત પરત ફરશે.
અરુણાચલ પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી પવન કુમાર સૈને જણાવ્યું હતું કે મતગણતરી સવારે 6 વાગ્યાથી શરૂ થશે. 25 જિલ્લા મથકોના 40 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે. પોસ્ટલ બેલેટની પ્રથમ ગણતરી કરવામાં આવી છે. ત્યાર બાદ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પડેલા મતોની ગણતરી થઈ રહી છે. પવન કુમારે આશા વ્યક્ત કરી હતી કે બપોર સુધીમાં મતગણતરી પૂર્ણ થઈ જશે અને ચૂંટણી પરિણામો બધાની સામે હશે.
Counting of votes underway for the Assembly elections in Arunachal Pradesh and Sikkim.
— ANI (@ANI) June 2, 2024
In Arunachal Pradesh, the BJP has already won 10 seats unopposed in the 60-member assembly pic.twitter.com/Sq96QH4cnS
Arunachal Pradesh Election Result 2024 LIVE: ભાજપે અત્યાર સુધીમાં કેટલી બેઠકો જીતી?
અરુણાચલ પ્રદેશમાં હાલમાં મતગણતરી ચાલી રહી છે. ભાજપે અત્યાર સુધી 44 બેઠકો જીતી છે, જ્યારે તે બે બેઠકો પર આગળ ચાલી રહી છે.
Arunachal Pradesh Election Result 2024 LIVE: અરુણાચલ પ્રદેશમાં ભાજપની સફળતા, અત્યાર સુધી 43 સીટો પર જીત
આ વખતે પણ અરુણાચલ પ્રદેશમાં ભાજપની સરકાર બનશે. ભાજપે ત્યાં કુલ 60 વિધાનસભા બેઠકોમાંથી 43 પર જીત મેળવી છે, જ્યારે તે હાલમાં ત્રણ પર આગળ છે. NPEP ચાર જીતી છે અને હાલમાં એક પર આગળ છે. પીપીએ બે પર જીતી છે, એનસીપી એક પર જીતી છે અને બે પર આગળ છે, કોંગ્રેસ એક પર આગળ છે અને અન્ય ત્રણ પર જીતી છે.
Arunachal Pradesh Election Result 2024 LIVE: ઈટાનગરમાં દિવાળી જેવો માહોલ
અરૂણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમત મળતી જણાય છે. અહીં ભાજપ 17 બેઠક જીતી ચૂક્યું છે અને 29 બેઠક પર આગળ છે. ભાજપની ઈટાનગર ઓફિસ પર દિવાળી જેવો માહોલ છે.
#WATCH | Firecrackers being burst by BJP workers outside the party office in Itanagar as the party is set to return to power in Arunachal Pradesh
— ANI (@ANI) June 2, 2024
The ruling BJP crossed the halfway mark; won 15 seats leading on 31. National People's Party is leading on 6 seats. The majority… pic.twitter.com/jOZZctluax
Arunachal Pradesh Election Result 2024 LIVE કેટલી બેઠકોના પરિણામો જાહેર થયા છે અને લેટેસ્ટ ટ્રેન્ડ શું છે?
અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો માટે મતગણતરી ચાલુ છે. 25 બેઠકો પર પરિણામો આવ્યા છે, જેમાંથી ભાજપે 23 જીતી છે અને એક-એક બેઠક NPEP અને INDના ખાતામાં ગઈ છે. હાલમાં 33 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે, જેમાંથી ભાજપ 23 પર, NPEP ચાર પર, NCP ત્રણ પર, PPA બે પર અને અન્ય એક પર આગળ છે.
Arunachal Pradesh Election Result 2024 LIVE: અરુણાચલ પ્રદેશની વસ્તી કેટલી છે?
ઇટાનગર અરુણાચલ પ્રદેશની રાજધાની છે અને ત્યાંનું સૌથી મોટું શહેર છે. પહાડી રાજ્યમાં કુલ 26 જિલ્લાઓ છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, ત્યાંની વસ્તી 13,83,727 છે.