Lok sabha Election 2024 Live Update: લાચારીનું બીજું નામ શિસ્ત, કાયરતાનું વફાદારી, ભાજપના જ નેતાની પોસ્ટથી ખળભળાટ
રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ પ્રચંડ પ્રચાર કરી રહી છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો લોકસભાના રાજકોટના ઉમેદવાર પરષોતમ રૂપાલાને લઇને વિવાદ યથાવત છે. જાણીએ લોકસભા ચૂંટણી સંદર્ભે અપડેટ્
LIVE

Background
ભાવનગરમાં AAP ઉમેદવારના ફોર્મ સામે ભાજપે ઉઠાવ્યો વાંધો
ભાવનગરમાં AAP ઉમેદવારના ફોર્મ સામે ભાજપે ઉઠાવ્યો વાંધો
ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ સામે ભાજપે ઉઠાવ્યો વાંધો
ઉમેશ મકવાણાની એફિડેવિટમાં વિસંગતતાઃ ભાજપ
જિલ્લા કલેક્ટરે 24 કલાકમાં જવાબ રજૂ કરવા આપી સૂચના
લોકસભા ચૂંટણીને લઈ કૉંગ્રેસ ઉમેદવાર ભુવાજીના શરણે
જરાતમાં લોકસભાનો પ્રચાર જામી રહ્યો છે. આ દરમિયાન મહેસાણાના એક ગામમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સોગંધ લેવાયા હતા. ચિત્રોડીપુરા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને મત આપવા સોગંધ લેવાયા હતા. અભિજીતસિંહ બારડે ગ્રામજનો પાસે સોગંધ લેવડાવ્યા હતા. તમામ સાગા સબંધી અને પરિવારના મત રામજીભાઈ ઠાકોરને આપવા સોગંધ લેવાયા હતા. આ અગાઉ વિસનગર તાલુકાના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા સોગંધ લેવાયા હતા.મહેસાણા લોકસભાના કોગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ભુવાજીના શરણે પહોંચ્યા હતા. નડાસા ગામે હતો યોજાયેલા રમેલના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન રામજી ઠાકોર ભુવાજીની રમેલમાં પહોંચ્યા અને ભુવાજીને હાર પહેરાવી રામજી ઠાકોરે આશીર્વાદ લીધા હતા. રામજી ઠાકોર પહોંચ્યા ત્યારે ભુવાજી સાથેના ગાયકે રામજી ઠાકોરને જીતાડવાની વાત કરી હતી.
લોકસભાના પ્રથમ તબક્કામાં સરેરાશ 62.37 ટકા મતદાન
લોકસભાના પ્રથમ તબક્કામાં સરેરાશ 62.37 ટકા મતદાન થયુ છે. જે 2019ની સરખામણીએ સાત ટકાથી ઓછુ છે.ત્રિપુરામાં સૌથી વધુ 80.17 ટકા મતદાન થયું છે. બિહારમાં સૌથી ઓછુ 48.50 ટકા મતદાન થયું છે.1600થી વધુ ઉમેદવારોનું ભાવી EVMમાં 19 એપ્રિલે ઇવીએમમાં સીલ થયું
ભરૂચથી ભાજપ ઉમેદવારની સભાના સ્ટેજ પર ચઢી યુવકે માઇક લઇને ગણાવી સમસ્યા
લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં માહોલ જામ્યો છે. ત્યારે ભરૂચમાં એક અલગ જ જનતાનો મિજાજ જોવા મળ્યો. અહીં ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાની ચૂંટણી સભા ચાલી રહી હતી. મનસુખ વસાવા જનતાને મત આપવા માટે અનુરોધ કરતા હતા. તેવા સમયે જ એક જાગૃત મંચ પર ચઢી ગયો અને જનતાની સમસ્યાની ગણાવી હતી. માઈક હાથમાં લઈ યુવાને ગણાવી અનેક સમસ્યાની રજૂઆત મનસુખ વસાવા સમક્ષ કરી હતી.. જોકે આ સમયે યુવાનને કરેલી સમસ્યાની વાતનો મનસુખ વસાવાએ જવાબ આપ્યો હતો.
રાઉલી-ધોલપુર લોકસભામાં મતદાનની ટકાવારી
- ધોલપુરમાં 55.41 ટકા મતદાન
- સાપોત્રામાં 43.20 ટકા મતદાન
- તોડાભીમમાં 46.30 ટકા મતદાન
- બારીમાં 51.25 ટકા મતદાન
- બસેરીમાં 50.10 ટકા મતદાન
- હિંડૌનમાં 50 ટકા મતદાન
- કરૌલીમાં 47.21 ટકા મતદાન
- રાજખેડામાં 53.25 ટકા મતદાન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
