Bhavnagar BJP Leader : ભાવનગરમાં ભાજપ ઉપપ્રમુખ નીતિન રાઠોડ સામે મહિલાની છેડતીની ફરિયાદ, જુઓ અહેવાલ
Bhavnagar BJP Leader : ભાવનગરમાં ભાજપ ઉપપ્રમુખ નીતિન રાઠોડ સામે મહિલાની છેડતીની ફરિયાદ, જુઓ અહેવાલ
ભાવનગર શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નીતિન રાઠોડ વિરોધ નોંધાઇ ફરિયાદ. મહિલાની છેડતી કર્યા બાબતનો ગુનો નિતીન રાઠોડ ઉપર નિલમબાગ પોલીસ મથકમાં દાખલ થયો છે. મહિલાને ઈશારો કરી તેની પાછળ આવતો હોય જેને લઈ બે દિવસ પહેલા ઢીકા પાટુંનો માર નિતીન રાઠોડ ને માર્યો હતો. જોકે નીતિન રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડવા વિસ્તારમાં સ્ટેન્ડ બંધ કરાવવા બાબતે ફરિયાદ કરતા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ બાબતે નીતિન રાઠોડ દ્વારા ત્રણ વિરુદ્ધ નો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારે સ્થાનિક PI ફરિયાદ લેવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમના ઉપર બુટલેગરોને લઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પોલીસ ઉપર જ ગંભીર આરોપ લગાવ્યા હતા. પરંતુ હવે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે અને જેમાં એક મહિલાની છેડતી કર્યા બાબતે શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નીતિન રાઠોડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.




















